Railway News: આણંદ યાર્ડના રીમોડલીંગ કામને કારણે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, અમદાવાદ મંડળની કેટલીક ટ્રેન રહેશે રદ્દ – જુઓ લીસ્ટ
Railway News: આણંદ યાર્ડના રીમોડલીંગ કામને કારણે ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે. જેના કારણે 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ કેટલીક ટ્રેન રદ રહેશે. જ્યારે કેટલીક ટ્રેન આંશિર રૂપે શરૂ રહેશે. રીમોડલિંગ વર્કને કારણે 9 ટ્રેન રદ થઈ છે જ્યારે 3 ટ્રેન આંશિક રદ રહેશે.

File Image
Railway News: રિમોડલિંગ વર્કને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેન 30 સપ્ટેમ્બર અને 01 ઓક્ટોબરના રોજ રદ્દ રહેશે.
જેની વિગત નીચે મુજબ છે:
30 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર 2023 સુધી રદ્દ ટ્રેનો :
- ટ્રેન નં. 09275/09276 આણંદ – ગાંધીનગર – આણંદ મેમૂ સ્પેશિયલ
- ટ્રેન નં. 09400/09399 અમદાવાદ – આણંદ – અમદાવાદ મેમૂ સ્પેશિયલ
- ટ્રેન નં. 09274 અમદાવાદ – આણંદ મેમૂ સ્પેશિયલ
1 ઓક્ટોબર 2023 ના રોજ રદ્દ ટ્રેનો :
- ટ્રેન નં. 09316/09315 અમદાવાદ – વડોદરા – અમદાવાદ મેમૂ સ્પેશિયલ
- ટ્રેન નં. 09328/09327 અમદાવાદ – વડોદરા – અમદાવાદ મેમૂ સ્પેશિયલ
- ટ્રેન નં. 09496/09495 અમદાવાદ – વડોદરા – અમદાવાદ મેમૂ સ્પેશિયલ
- ટ્રેન નં. 09312/09311 અમદાવાદ – વડોદરા – અમદાવાદ મેમૂ સ્પેશિયલ
- ટ્રેન નં. 09273 અમદાવાદ – વડોદરા મેમૂ સ્પેશિયલ
- ટ્રેન નં. 19036/19035 અમદાવાદ – વડોદરા – અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ
1 ઓક્ટોબર 2023 ના રોજ આંશિક રદ્દ ટ્રેનો :
- ટ્રેન નં. 22960/22959 જામનગર – વડોદરા – જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન ઉપર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન અમદાવાદ – વડોદરા- અમદાવાદ વચ્ચે આંશિક રૂપે રદ્દ રહેશે.
- ટ્રેન નં. 19033/19034 વલસાડ – અમદાવાદ – વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વડોદરા સ્ટેશન ઉપર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન અમદાવાદ–વડોદરા- અમદાવાદ વચ્ચે આંશિક રદ્દ રહેશે.
- ટ્રેન નં. 20959/20960 વલસાડ-વડનગર-વલસાડ એક્સપ્રેસ વડોદરા સ્ટેશન ઉપર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન વડોદરા-વડનગર-વડોદરા વચ્ચે આંશિક રદ્દ રહેશે.
અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી ત્રણ જોડી ટ્રેનમાં વધારાના સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે. પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમની સુવિધા માટે અમદાવાદ ડિવિઝનમાં થી ચાલતી/પસાર થતી સાપ્તાહિક ટ્રેનોમાં ત્રણ જોડી વધારાના સ્લીપર ક્લાસ કોચ ઉમેરશે.
આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે
- 1. ટ્રેન નંબર 20954/20953 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ માં અમદાવાદથી 07 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર 2023 સુધી અને એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી 13 ઓક્ટોબરથી 3 નવેમ્બર 2023 સુધી એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.
- 2. ટ્રેન નંબર 22915/22916 બાંદ્રા ટર્મિનસ-હિસાર-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક એક્સપ્રેસમાં બાંદ્રા ટર્મિનસથી 02 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર 2023 સુધી અને હિસારથી 03 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર 2023 સુધી એક સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.
- 3. ટ્રેન નંબર 20920/20919 અમદાવાદ- એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં 02 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર 2023 સુધી અમદાવાદ થી અને 04 ઓક્ટોબરથી 01 નવેમ્બર 2023 સુધી એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલથી એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.
- ટ્રેનો ના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ગણેશ પર્વના છેલ્લા દિવસે ભક્તોએ બાપ્પાને આપી વિદાય, જુઓ Photos
પંજાબમાં ખેડૂતોના વિરોધને કારણે અમદાવાદ-જમ્મુતવી એક્સપ્રેસ ટ્રેનને અસર
- ઉત્તર રેલવેના અંબાલા અને ફિરોઝપુર ડિવિઝન પર ખેડૂતોના આંદોલનને કારણે અમદાવાદ-જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનને અસર
- 29 સપ્ટેમ્બરની ટ્રેન નંબર 19223 અમદાવાદ-જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
- ટ્રેન નંબર 19223 અમદાવાદ જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેન 28 સપ્ટેમ્બર 2023 ના રોજ અમદાવાદથી દોડતી ભટિંડા સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે. આ ટ્રેન ભટિંડા અને જમ્મુતાવી વચ્ચે રદ રહેશે.
- ટ્રેનની કામગીરી સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો