Railway News: ભુસાવળમાં નોન ઈન્ટરલોકિંગ કામને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર

મધ્ય રેલવેના ભુસાવળ ભડલી સ્ટેશનો વચ્ચે ચોથી લાઈન અંગે ભુસાવળ યાર્ડ રીમોડલિંગ માટે નોનઈન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થશે. જેની  વિગતો આ  મુજબ છે  તેમાં કેટલીક ટ્રેન  કેન્સલ ટ્રેન છે  અને કેટલાકના રૂટ બદલાયેલા છે.

Railway News: ભુસાવળમાં નોન ઈન્ટરલોકિંગ કામને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર
Indian RailwaysImage Credit source: File photo
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Mar 29, 2023 | 11:33 PM

મધ્ય રેલવેના ભુસાવળ ભડલી સ્ટેશનો વચ્ચે ચોથી લાઈન અંગે ભુસાવળ યાર્ડ રીમોડલિંગ માટે નોનઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થશે. જેની  વિગતો આ  મુજબ છે તેમાં કેટલીક ટ્રેન  કેન્સલ ટ્રેન છે  અને કેટલાકના રૂટ બદલાયેલા છે. તેની વિગતો આ પ્રમાણે છે.  30 માર્ચ 2023ના રોજ અમદાવાદથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર 22138 અમદાવાદ-નાગપુર પ્રેરણા એક્સપ્રેસ કેન્સલ રહેશે.

યાત્રીઓને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોનું રોકાણ, સંરચના અને સમય અંગેની વિસ્તૃત જાણકારી યાત્રી www.enquiry.indianrail.gov.in વેબસાઇટ પરથી મેળવી શકશે.

બદલાયેલા  રૂટ ઉપર જનારી ટ્રેન

1.    30 માર્ચ 2023ના રોજ અમદાવાદથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર 12844 અમદાવાદ-પુરી એક્સપ્રેસ પરિવર્તિત વાયા બાજવા-છાયાપુરી-રતલામ-ઇટારસી-નાગપુરના રસ્તે જશે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

આ પણ વાંચો: Rajkot: માધવપુરના મેળા માટે 70 બસ ફાળવાઈ, 30 માર્ચથી શરૂ થશે મેળો

2.   30 માર્ચ 2023ના રોજ અમદાવાદથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર 22967 અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસ પરિવર્તિત વાયા બાજવા-છાયાપુરી–રતલામી-ભોપાલ-ઇટારસીના રસ્તે જશે.

3.   30 માર્ચ 2023ના રોજ અમદાવાદથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નાઇ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ પરિવર્તિત વાયા બાજવા-છાયાપુરી-રતલામ-ભોપાલ-ખંડવા-ભુસાવળ-ચૌડલાઇન-અકોલાના રસ્તે જશે.

4.   30 માર્ચ 2023ના દિવસે એમજીઆર ચેન્નઇ સેન્ટ્રલથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર 12656 એમજીઆર ચેન્નાઇ સેન્ટ્રલ અમદાવાદ નવજીવન એક્સપ્રેસ પરિવર્તિ વાયા ભુસાવળ-ચૌડ લાઇન-ખંડવા-ઇટારસી-ભોપાલ-રતલામ-છાયાપુરી-બાજવાના રસ્તે જશે.

5.   31 માર્ચ 2023ના રોજ અમદાવાદથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર 19483 અમદાવાદ-બરૌલી એક્સપ્રેસ પરિવર્તિત વાયા ગેરતપુર-છાયાપુરી-ગોધરા-રતલામ-નાગદા-ઉજ્જૈન-સંત હિરદારામ નગર-દીનાના રસ્તે જશે.

ભૂજ રેલવે સ્ટેશનની થશે કાયાપલટ, 179.87 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામશે અત્યાધુનિક સુવિધાઓ

ભારતીય રેલવે દ્વારા ન્યૂભુજ રેલવે સ્ટેશનને કચ્છના રણની થીમ પર અત્યાધુનિક સ્માર્ટ રેલવે સ્ટેશન રૂપે પુનર્વિકસિત કરવામાં આવી રહ્યું છે. સ્ટેશનની ડિઝાઈનને ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન સાથે સ્માર્ટ સ્ટેશન રૂપે પુનર્વિકસિત કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભૂજમાં બનનારા સ્ટેશનના લઘુ મોડલને ભુજ સ્ટેશન ઉપર પ્રદર્શિત કરવામાં આવ્યું છે, જેથી યાત્રીઓને સ્ટેશનના ભાવિ સ્વરૂપની જાણકારી અને અનુભવ મળી શકે.

સ્ટેશનના પુર્નવિકાસ અને અપગ્રેડેશનની કામગીરી પ્રગતિ પર

ઉલ્લેખનીય છે કે ભુજ રેલવે સ્ટેશનના પુનર્વિકાસનું કાર્ય શરૂ થઈ ગયું છે અને તેની કામગીરી ઝડપથી ચાલી રહી છે. પશ્ચિમ રેલવે દ્વારા 179.87 કરોડ રૂપિયાના સ્વીકૃત ખર્ચે પુનર્વિકાસની કામગીરી કરવામાં આવી રહી છે. પુનર્વિકાસનું કાર્ય 24 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.

ન્યૂ ભુજ રેલવે સ્ટેશનને વિભિન્ન સુખ-સાધનો અને સુવિધાઓ માટે પૂરતા ક્ષેત્રો સાથે એક સારી રીતે ડિઝાઈન કરવામાં આવેલ સ્ટેશન રૂપે અપગ્રેડ અને પુનર્વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ યોજનામાં અલગ અલગ આગમન/પ્રસ્થાન યાત્રી પ્લાઝા, સ્ટેશન પરિસર ભીડમુક્ત અને સુગમ પ્રવેશ- નિકાસ, પાર્કિંગ વ્યવસ્થા વગેરે સામેલ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">