Railway News: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સમયમાં આંશિક ફેરફાર સહિત જાણો નવી ફેસ્ટિવલ ટ્રેન અંગેની ખાસ માહિતી

|

Oct 05, 2022 | 8:14 AM

ટ્રેન નંબર 20901 મુંબઇ-સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ મુંબઇ સેન્ટ્રલથી સવારે 06:10 વાગ્યે ઊપડશે અને 08:50 વાગ્યે સૂરત, 10:10 વાગ્યે વડોદરા, 11:25 વાગ્યે અમદાવાદ અને 12:25 વાગ્યે ગાંધીનગર પહોંચશે.

Railway News: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સમયમાં આંશિક ફેરફાર સહિત જાણો નવી ફેસ્ટિવલ ટ્રેન અંગેની ખાસ માહિતી
indian railway news

Follow us on

રેલ્વે વિભાગ  (Indian Railway) દ્વારા ગાંધીનગર કેપિટલ-મુંબઇ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના (Vande Bharat Express train) પરિચાલનના સમયમાં આંશિક ફેરફાર વેસ્ટર્ન રેલવે દ્વારા ટ્રેન નંબર 20902/20901 ગાંધીનગર કેપિટલ-મુંબઇ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના પરિચલાન સમયમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. તો રેલવે પ્રશાસન દ્વારા દુર્ગાપૂજા, દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી જતી સંખ્યાનો વિચાર કરીને અમદાવાદ અને જબલપુર વચ્ચે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન (Festival special train ) (ખાસ ભાડાં પર) કુલ 10 ટ્રિપ ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટ્રેનોના રોકાણ, સંરચના અને સમય અંગે વિગતવાર જાણકારી માટે પ્રવાસીઓ www.enquiry. indianrail.gov.in પરથી જાણકારી મેળવી શકે છે.

વંદે ભારત એક્સપ્રેસનો સમયમાં આંશિક ફેરફાર

ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઇ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ Vande Bharat Express ગાંધીનગરથી બપોરે 14:05 વાગ્યે ઊપડીને 14:45 વાગ્યે અમદાવાદ, 15:50 વાગ્યે વડોદરા, 17:23 વાગ્યે સૂરત અને 20:15 વાગ્યે મુંબઇ પહોંચશે.

ટ્રેન નંબર 20901 મુંબઇ-સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ મુંબઇ સેન્ટ્રલથી સવારે 06:10 વાગ્યે ઊપડશે અને 08:50 વાગ્યે સૂરત, 10:10 વાગ્યે વડોદરા, 11:25 વાગ્યે અમદાવાદ અને 12:25 વાગ્યે ગાંધીનગર પહોંચશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

અમદાવાદ અને જબલપુર વચ્ચે ચાલશે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

રેલવે પ્રશાસન દ્વારા દુર્ગાપૂજા, દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી જતી સંખ્યાનો વિચાર કરીને અમદાવાદ અને જબલપુર વચ્ચે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન (ખાસ ભાડાં પર) કુલ 10 ટ્રિપ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની વિગતો આ પ્રમાણે છે

ટ્રેન નંબર 01703/01704 અમદાવાદ-જબલપુર-અમદાવાદ ફેસ્ટિવલ સ્પેશિયલ (કુલ 10 ટ્રિપ)

ટ્રેન નંબર 01703 અમદાવાદ-જબલપુર સ્પેશિયલ તારીખ 05 ઓક્ટોબરથી 02 નવેમ્બર 2022 સુધી દર બુધવારે અમદાવાદથી બપોરના 13:55 વાગ્યે ઊપડશે અને બીજા દિવસે સવારે 09:35 વાગ્યે જબલપુર પહોંચશે.

એ જ રીતે ટ્રેન નંબર 01704 જબલપુર-અમદાવાદ સ્પેશિયલ 04 ઓક્ટોબરથી 01 નવેમ્બર 2022 સુધી દર મંગળવારે જબલપુરથી સાંજે 18:25 વાગ્યે ઊપડીને બીજા દિવસે સવારે 11:00 વાગ્યે અમદાવાદ પહોંચશે. રસ્તામાં બંને દિશાઓમાં આ ટ્રેન નડિયાદ, આણંદ, છાયાપુરી, દાહોદ, રતલામ, ઉજ્જૈન, મક્સી, ભોપાલ, હોશંગાબાદ, ઇટારસી, પિપરિયા અને નરસિંહપુર સ્ટેશને રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ વર્ગના કોચ રહેશે.

ટ્રેન નંબર 01703નું બુકિંગ 4 ઓક્ટોબર, 2022થી પીઆરએસ કાઉન્ટર અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર થશે.

Next Article