Railway News: અમદાવાદ-વારાણસી એક્સપ્રેસના સમયમાં ફેરફાર, અમદાવાદ-તિરુચિરાપલ્લી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન 25 મે સુધી લંબાવાઈ

યાત્રીઓને આ ફેરફારોને ધ્યાનમાં રાખીને પ્રવાસ કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈને વધુ માહિતી મેળવી શકે છે.

Railway News: અમદાવાદ-વારાણસી એક્સપ્રેસના સમયમાં ફેરફાર, અમદાવાદ-તિરુચિરાપલ્લી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન 25 મે સુધી લંબાવાઈ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Mar 17, 2023 | 7:57 PM

પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનની સમયબદ્ધતામાં સુધારણા કરવા માટે અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ અને બાંદ્રા ટર્મિનસ-બીકાનેર એક્સપ્રેસના અમદાવાદ મંડળના કેટલાક સ્ટેશન ઉપર આગમન-પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફારો કરવામાં આવ્યા છે. તો  યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ -તિરુચિરાપલ્લી સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન જે 30 માર્ચ સુધી અધિસૂચિત કરવામાં આવી હતી તેને હવે 25 મે સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ ટ્રેનને લગતી વિગતો આ પ્રમાણે છે.

યાત્રીઓને આ ફેરફારોને ધ્યાનમાં રાખીને પ્રવાસ કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ અવલોકન શકે છે.

• 30 માર્ચ 2023 થી ટ્રેન નંબર 19407 અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી 21:55 ના બદલે 21:45 વાગ્યે ઉપડશે અને સાબરમતી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 22:13 /22:15. ને બદલે 22:01/22:03 રહેશે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

• 28 માર્ચ 2023 થી ટ્રેન નંબર 14708 બાંદ્રા ટર્મિનસ-બિકાનેર એક્સપ્રેસનાઆ ગમન/પ્રસ્થાનનો સમય અમદાવાદ સ્ટેશન પર 21:40/21:55 ને બદલે 21:45/21:55 કલાક, સાબરમતી સ્ટેશન પર 22:16/22:18 કલાકને બદલે 22:14/22:16 કલાક, કલોલ સ્ટેશન પર 22:35/22:37 કલાકને બદલે 22:36/22:38 કલાક તથા મહેસાણા સ્ટેશન પર 23:24/23:26 કલાકને બદલે 23:15/23:17 કલાક રહેશે. અન્ય સ્ટેશનો પર આ ટ્રેનોના પરિચાલનસમય યથાવત રહેશે.

અમદાવાદ-તિરુચિરાપલ્લી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ -તિરુચિરાપલ્લી સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન જે 30 માર્ચ સુધી અધિસૂચિત કરવામાં આવી હતી તેને હવે 25 મે સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  ટ્રેન નંબર 09419 ના લંબાવેલા ફેરા માટે બુકિંગ 18મી માર્ચ, 2023 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરુ થશે જેની વિગતો નીચે મુજબ છે.

• ટ્રેન નંબર 09419/09420 અમદાવાદ-તિરુચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલ કુલ 16 ટ્રિપ્સ

ટ્રેન નંબર 09419 અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ 25મી મે, 2023 સુધી દર ગુરુવારે અમદાવાદથી 09:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 03:45 કલાકે તિરુચિરાપલ્લી હોંચશે.

તેવી જ રીતે, ટ્રેન નંબર 09420 તિરુચિરાપલ્લી – અમદાવાદ સ્પેશિયલ 28મી મે, 2023 સુધી દર રવિવારે તિરુચિરાપલ્લીથી 05:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21:15 કલાકે અમદાવાદ પહોંચશે.

માર્ગમાં આ ટ્રેન વડોદરા, સુરત, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે, સોલાપુર, કલાબુરગી, વાડી, રાયચુર, મંત્રાલયમ, ગુંટાકલ, તાડીપત્રી, કડપા, રેણિગુંટા, આરાકોણમ, પેરંબુર, ચેન્નાઈ એગમોર, તાંમ્બરમ, ચેંગલપટ્ટુ, વિલ્લુપુરમ,કંડલૂર પોર્ટ. , ચિદમ્બરમ, શીપકષિ, વૈદ્દીશ્વરન કોઈલ, મઈલાડુતુરૈ, કુંભકોણમ, પાપનાશમ અને તંજાવુર સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેનમાં એસી 2 ટિયર, એસી 3 ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">