Railway news: અમદાવાદ-વારાણસી સિટી, અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને સારંગપુર-શાજાપુર સ્ટેશન ઉપર મળ્યું સ્ટોપેજ
ટ્રેન નંબર 19167 અમદાવાદ-વારાણસી સાબરમતી એક્સપ્રેસનો તા. 10.03.2023 થી 06.09.2023 સુધી સારંગપુર સ્ટેશન પર આગમન પ્રસ્થાન નો સમય 08.58/09.00 કલાકે તથા ટ્રેન નંબર 19168 વારાણસી સિટી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસનો તા.10.03.2023 થી 06.09.2023 સુધી આગમન પ્રસ્થાન નો સમય 13.38/13.40 કલાક રહેશે.
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગણીને ધ્યાનમાં રાખીને અમદાવાદ -વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ ટ્રેનોને સારંગપુર/શાજાપુર સ્ટેશનો પર 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ આપવામાં આવેલું છે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત કરી અવલોકન કરી શકે છે
ટ્રેનના સ્ટોપેજની વિગતો આ પ્રમાણે છે.
• ટ્રેન નંબર 19167 અમદાવાદ-વારાણસી સાબરમતી એક્સપ્રેસનો તા. 10.03.2023 થી 06.09.2023 સુધી સારંગપુર સ્ટેશન પર આગમન પ્રસ્થાન નો સમય 08.58/09.00 કલાકે તથા ટ્રેન નંબર 19168 વારાણસી સિટી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસનો તા.10.03.2023 થી 06.09.2023 સુધી આગમન પ્રસ્થાન નો સમય 13.38/13.40 કલાક રહેશે.
• ટ્રેન નંબર 19165 અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસનો તા.11.03.2023 થી 07.09.2023 સુધી સારંગપુર સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 08.58/09.00 કલાક રહેશે તથા ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ એક્સપ્રેસનો તા.12.03.2023 થી 08.09.2023 સુધી આગમન પ્રસ્થાન નો સમય 13.38/13.40 કલાક રહેશે.
• ટ્રેન નંબર 19165 અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસનો તા.11.03.2023 થી 07.09.2023 સુધી શાજાપુર સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 08.35/08.37 કલાક રહેશે તથા ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ એક્સપ્રેસનો તા.12.03.2023 થી 08.09.2023 સુધી આગમન પ્રસ્થાન નો સમય 14.50/14.52 કલાક રહેશે.
જબલપુર ડિવિઝનમાં નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ -કોલકાતા એક્સપ્રેસનો રૂટ ડાયવર્ટ
જબલપુર ડિવિઝનમાં નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ -કોલકાતા એક્સપ્રેસનો રૂટ ડાયવર્ટ કરવો પડશે. પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનના કટની-સિંગરૌલી સેક્શનમાં ડબલિંગના સંબંધમાં ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
15 માર્ચ 2023ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 19413 અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસને તેના નિર્ધારિત માર્ગ કટની મુડવારા-ચૌપન-ગઢવા રોડને બદલે ડાયવર્ટ માર્ગ વાયા કટની મુડવારા-પ્રયાગરાજ છિવકી-પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન-ગઢવા રોડના માર્ગે દોડશે. • 18 માર્ચ 2023ના રોજ કોલકાતાથી ઉપડતી ટ્રેન નંબર 19414 કોલકાતા-અમદાવાદ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટને બદલે ગઢવા રોડ-ચૌપન-કટની મુડવારાને બદલે ડાયવર્ટ માર્ગ વાયા ગઢવા રોડ-પંડિત દીનદયાળ ઉપાધ્યાય જં.-પ્રયાગરાજ છિવકી-કટની મુડવારાના માર્ગે દોડશે.