Railway News: 24 એપ્રિલથી સાબરમતી- મહેસાણા- આબુરોડ સ્પેશ્યિલ અને સાબરમતી-પાટણ ડેમુ સ્પેશ્યલ ટ્રેનોના સમયમાં ફેરફાર
Railway News: આગામી 24 એપ્રિલથી સાબરમતી-મહેસાણા- આબુરોડ સ્પેશ્યિલ અને સાબરમતી-પાટણ ડેમુ સ્પેશ્યિલ ટ્રેનોના સમયમાં ફેરફાર થશે. પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 09431 સાબરમતી-મહેસાણા સ્પેશ્યલ, 09437 ટ્રેનોના સંચાલન સમયમાં 24 એપ્રિલથી ફેરફાર કરવામાં આવી રહ્યો છે.

પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 09431 સાબરમતી-મહેસાણા સ્પેશ્યલ, 09437 મહેસાણા-આબુ રોડ સ્પેશિયલ અને ટ્રેન નંબર 09433 સાબરમતી-પાટણ ડેમૂ સ્પેશ્યલ ટ્રેનોના સંચાલન સમયમાં 24 એપ્રિલ થી બદલવામાં આવી રહ્યો છે. જેની વિગતો આ મુજબ છે.
- ટ્રેન નંબર 09431 સાબરમતી-મેહસાણા સ્પેશ્યલ સાબરમતીથી 16:35 કલાકને બદલે 17:05 કલાકે ઉપડીને 17:11 કલ્લાકે ચાંદખેડા, 17:17 કલાકે ખોડિયાર, 17:27 કલાકે કાલોલ, 17:38 કલાકે ઝુલાસણ, 17:46 કલાકે ડાંગરવા, 17:53 કલાકે આંબલિયાસણ, 18:04 કલાકે જગુદણ તથા 18:25 કલાકે મહેસાણા પહોંચશે.
- ટ્રેન નંબર 09437 મહેસાણા-આબુરોડ સ્પેશ્યલ મહેસાણાથી 18:15 કલાકને બદલે 18:30 કલાકે ઉપડીને, 18:46 કલાકે ઊંઝા, 19:02 કલાકે સિદ્ધપુર, 19:17 કલાકે છાપી, 19:27 કલાકે ઉમરદાસી, 19:48 કલાકે પાલનપુર અને 21:10 કલાકે આબુ રોડ પહોંચશે.
- ટ્રેન નંબર 09433 સાબરમતી-પાટણ સ્પેશ્યલ સાબરમતી થી 17:30 કલાકને બદલે 18:20 કલાકે ઉપડીને 18:26 કલાકે ચાંદખેડા, 18:32 કલાકે ખોડિયાર, 18:42 કલાકે કલોલ, 18:53 કલાકે ઝુલાસણ, 19:01 કલાકે ડાંગરવા, 19:09 કલાકે આંબલિયાસણ, 19:20 કલાકે જગુદણ, 19:48 કલાકે મહેસાણા, 20:07 કલાકે સેલાવી, 20:15 કલાકે રણુંજ, 20:22 કલાકે સંખારી અને 20:50 કલાકે પાટણ પહોંચશે.
મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
આ સાથે પશ્ચિમ રેલવે ચલાવશે પાટણ અને ભીલડી વચ્ચે અનારક્ષિત સમર ડેઇલી સ્પેશ્યલ ટ્રેન ચલાવાશે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પાટણ-ભીલડી અનારક્ષિત સમર ડેઈલી સ્પેશ્યલ ટ્રેન ખાસ ભાડા પર ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો આ મુજબ છે.
- ટ્રેન નંબર 09407/09408 પાટણ-ભીલડી-પાટણ સ્પેશ્યલ (કુલ 136 ટીપ્સ)
- ટ્રેન નંબર 09407 પાટણ-ભીલડી સ્પેશ્યલ 24 એપ્રિલ 2023 થી 30 જૂન 2023 દરમિયાન પાટણથી 19:05 કલાકે ઉપડશે અને 20:30 કલાકે ભીલડી પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09408 ભીલડી-પાટણ સ્પેશ્યલ 25 એપ્રિલ 2023 થી 01 જુલાઈ 2023 દરમિયાન ભીલડીથી સવારે 06:10 વાગ્યે ઉપડશે અને સવારે 07:25 વાગ્યે પાટણ પહોંચશે. માર્ગમાં, આ ટ્રેન બંને દિશામાં ખલીપુર, કાંસા, વાયડ અને શિહોરી સ્ટેશનો પર ઉભી રહેશે.
- ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે