AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગર અને સાબરમતી વચ્ચે દૈનિક ઇન્ટરસિટી એક્સપ્રેસ શરુ, અમદાવાદમાં રેલવે ક્રોસિંગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાશે

પશ્ચિમ રેલવેના (Western Railway) જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે, આ ટ્રેન નંબર 09538નું 22મી ઓક્ટોબરના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. ભાવનગર -સાબરમતી સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસ તરીકે દોડી રહી છે.

ભાવનગર અને સાબરમતી વચ્ચે દૈનિક ઇન્ટરસિટી એક્સપ્રેસ શરુ, અમદાવાદમાં રેલવે ક્રોસિંગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાશે
પશ્ચિમ રેલવેImage Credit source: ફાઇલ તસવીર
Darshal Raval
| Edited By: | Updated on: Oct 26, 2022 | 11:03 AM
Share

ભાવનગર (Bhavnagar) અને સાબરમતી વિસ્તારના લોકોની સુવિધા અને માગને પહોંચી વળવા પશ્ચિમ રેલવે (Western Railway) ભાવનગર અને સાબરમતી સ્ટેશન વચ્ચે નવી દૈનિક સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસ (Superfast Intercity Express) શરૂ કરવામાં આવી છે. આ નવી ટ્રેન સાબરમતી સ્ટેશન પર ટ્રેન નંબર 19031/19032 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ-અમદાવાદને (Ahmedabad)પણ કનેક્ટિવિટી પ્રદાન કરી રહી છે. જો કે ટ્રેન શરૂ થતાં શહેર વચ્ચેથી પસાર થતા લોકોને રેલવે ક્રોસિંગ પર ઉભા રહેવું પડશે તેમજ ટ્રાફિક પણ સર્જાઈ શકે છે.

પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે, આ ટ્રેન નંબર 09538નું 22મી ઓક્ટોબરના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. ભાવનગર -સાબરમતી સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસ તરીકે દોડી રહી છે. આ ટ્રેન ભાવનગરથી 11.30 કલાકે ઉપડી અને તે જ દિવસે 16:00 કલાકે સાબરમતી પહોંચી હતી. તેવી જ રીતે, પરત ફરવાની દિશામાં, તે જ દિવસે એટલે કે 22મી ઓક્ટોબરના રોજ આ ટ્રેન 09537 સાબરમતી- ભાવનગર સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસ તરીકે દોડી અને સાબરમતીથી 16.30 કલાકે ઉપડી અને તે જ દિવસે 21:00 કલાકે ભાવનગર પહોંચી.

તેમજ ટ્રેન નંબર 20966 ભાવનગર – સાબરમતી સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસ તેની નિયમિત સેવામાં 23મી ઓક્ટોબરથી ભાવનગરથી દરરોજ 06.00 કલાકે ઉપડી હતી અને તેવી જ રીતે ટ્રેન નંબર 20965 સાબરમતી – ભાવનગર સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસ સાબરમતીથી દરરોજ 16.00 કલાકે ઉપડી હતી.

રેલવે ક્રોસિંગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાશે

આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, બોટાદ, ધંધુકા, ધોળકા, સરખેજ, વસ્ત્રાપુર અને ગાંધીગ્રામ સ્ટેશન પર ઉભી રહેશે. જેના કારણે ટ્રેન અમદાવાદ શહેર વચ્ચેથી પસાર થતા શહેરના નવરંગપુરા, સંઘવી હાઈસ્કૂલ, વિજયનગર સહિત અલગ અલગ રેલવે ક્રોસિંગ બંધ કરવાની ફરજ પડશે. જેના કારણે ટ્રાફિક સર્જાશે. જેથી લોકોએ તે સમય કાઢીને નીકળવું પડશે તેવું લાગી રહ્યું છે.

આ ટ્રેનમાં એસી 3-ટાયર, સેકન્ડ ક્લાસ સીટિંગ, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ છે. પ્રારંભિક ટ્રેન નંબર 09538/09537 માટે બુકિંગ ખુલ્લું છે અને નિયમિત ટ્રેન નંબર 20966/20965 માટે બુકિંગ 22મી ઑક્ટોબરથી PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ કરાયુ છે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.

Follow Us
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયનો ડી સ્ટાફ પ્રોફાઇલ આદેશ
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયનો ડી સ્ટાફ પ્રોફાઇલ આદેશ
કરિયર અને સંબંધોમાં બદલાવ, જાણો 12 રાશિનું આજનું રાશિફળ
કરિયર અને સંબંધોમાં બદલાવ, જાણો 12 રાશિનું આજનું રાશિફળ
શાકભાજીવાળાનો અનોખો વટ! બટાકાની દુકાન પર મળ્યા 2-2 મોંઘા આઈફોન
શાકભાજીવાળાનો અનોખો વટ! બટાકાની દુકાન પર મળ્યા 2-2 મોંઘા આઈફોન
ગીર સોમનાથમાં વરસાદથી મગફળીના પાકને નુકસાન, ખેડૂતોએ માંગી સહાય
ગીર સોમનાથમાં વરસાદથી મગફળીના પાકને નુકસાન, ખેડૂતોએ માંગી સહાય
લખપતિ ગણેશ! ₹25 લાખની ચલણી નોટો અને ડોલરથી શણગારાયેલી પ્રતિમા
લખપતિ ગણેશ! ₹25 લાખની ચલણી નોટો અને ડોલરથી શણગારાયેલી પ્રતિમા
ગુજરાત યુનિ.: NSUI એ રજિસ્ટ્રારનો દરવાજો તોડ્યો
ગુજરાત યુનિ.: NSUI એ રજિસ્ટ્રારનો દરવાજો તોડ્યો
બનાસકાંઠા: ચંડીસર GIDC ની કંપનીમાં આગથી નાસભાગ
બનાસકાંઠા: ચંડીસર GIDC ની કંપનીમાં આગથી નાસભાગ
AMCની કમિટીમાં સ્થાન મેળવવા કોંગ્રેસના કોર્પોરેટરે કરેલી અરજી ફગાવાઈ
AMCની કમિટીમાં સ્થાન મેળવવા કોંગ્રેસના કોર્પોરેટરે કરેલી અરજી ફગાવાઈ
અમદાવાદના લાલદંડા સંઘની 192 વર્ષ જૂની અંબાજી યાત્રા - જુઓ Video
અમદાવાદના લાલદંડા સંઘની 192 વર્ષ જૂની અંબાજી યાત્રા - જુઓ Video
કચ્છ-બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ
કચ્છ-બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ
g clip-path="url(#clip0_868_265)">