અમદાવાદથી ભારત ગૌરવ ટ્રેન દ્વારા પુરી ગંગાસાગર સાથે દિવ્ય કાશી અયોધ્યા પ્રયાગરાજ દર્શન યાત્રા” નું બુકિંગ શરૂ, આ રીતે કરો વિગત
ભારત ગૌરવ ટ્રેન દ્વારા “પુરી ગંગાસાગર સાથે દિવ્ય કાશી -અયોધ્યા-પ્રયાગરાજ દર્શન યાત્રા” પ્રવાસી ટ્રેનની મુસાફરી 31 ઓક્ટોબર 2023ના રોજ રાજકોટ સ્ટેશનથી ઉપડશે અને 10 નવેમ્બર 2023ના રોજ રાજકોટ પરત ફરશે. આ મુસાફરી 11 દિવસની હશે.
ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની રીજીનલ ઓફિસ અમદાવાદ દ્વારા ભારત સરકારની પહેલ “એક ભારત શ્રેષ્ઠ ભારત ઔર દેખો અપના દેશ” અંતર્ગત અને રેલ્વે મંત્રાલયના સહયોગથી ગુજરાત રાજ્યમાં પ્રથમ ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનની સફળતા પછી ફરી એક વાર ભારત ગૌરવ ટ્રેન પુરી ગંગાસાગર સાથે દિવ્ય કાશી – અયોધ્યા-પ્રયાગરાજ દર્શન યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. અને તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે.
ભારત ગૌરવ ટ્રેન દ્વારા “પુરી ગંગાસાગર સાથે દિવ્ય કાશી -અયોધ્યા-પ્રયાગરાજ દર્શન યાત્રા” પ્રવાસી ટ્રેનની મુસાફરી 31 ઓક્ટોબર 2023ના રોજ રાજકોટ સ્ટેશનથી ઉપડશે અને 10 નવેમ્બર 2023ના રોજ રાજકોટ પરત ફરશે. આ મુસાફરી 11 દિવસની હશે. આ ટૂર પેકેજ માં 2AC કમ્ફર્ટ ક્લાસ માટે રૂ.42500/-, 3AC કમ્ફર્ટ ક્લાસ માટે રૂ.35000/- અને ઇકોનોમી/સ્લીપર ક્લાસ Non-AC માટે રૂ. 21500/- નો દર રાખવા માં આવેલ છે.
આ ટ્રેનમાં જોડાનાર મુસાફરો રાજકોટ -સુરેન્દ્રનગર-સાબરમતી-નડિયાદ-આણંદ- વડોદરા અને સુરત સ્ટેશનો પરથી ચઢી શકશે તથા રતલામ- છાયાપુરી( વડોદરા)- આણંદ -નડિયાદ- સાબરમતી-સુરેન્દ્રનગર- રાજકોટ ઉતરી શકશે. અને આ પ્રવાસમાં મુસાફરોને પુરી – ગંગાસાગર – વારાણસી – પ્રયાગરાજ – અયોધ્યા – છપૈયા ના દર્શન કરવાનો લાભ મળશે.
આ પેકેજમાં ટ્રેનની ટિકિટ, ભોજન (ચા-નાસ્તો, લંચ અને ડિનર), રોડ ટ્રાન્સપોર્ટ માટે બસની વ્યવસ્થા અને ઇકોનોમી ક્લાસમાં નોન-એસી આવાસ અને નોન-એસી બસ ની વ્યવસ્થા અને 2AC કમ્ફર્ટ ક્લાસ તથા 3AC કમ્ફર્ટ ક્લાસ માં એસી આવાસ રાત્રિ આરામ અને એસી બસ ની વ્યવસ્થા તથા ટૂર એસ્કોર્ટ, કોચ સિક્યુરિટી ગાર્ડ અને હાઉસકીપિંગ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
વધુ વિગતો અને બુકિંગ માટે www.irctctourism.com પર લોગ ઈન કરો અથવા 079-29724433,9321901849, 9321901851, 9321901852, 8287931627 પર સંપર્ક કરવા વિગત જાહેર કરાઈ છે. આ ઉપરાંત મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે IRCTC ઓફિસો અને અધિકૃત એજન્ટો દ્વારા પણ બુકિંગ કરાવી શકે છે.
આ પણ વાંચો : Ahmedabad : પૂર્વોત્તર રેલવેમાં બ્લોકને કારણે રેલ સેવાને થશે અસર, જાણો કઇ ટ્રેનના શિડ્યુલ ખોરવાશે
પ્રવાસ કાર્યક્રમ મુસાફરીની તારીખ દર્શન સ્થળ પેકેજ ફી (જીએસટી સહિત) પુરી ગંગાસાગર સાથે દિવ્ય કાશી-અયોધ્યા-પ્રયાગરાજ દર્શન યાત્રા 31.10.2023 (10 રાત /11 દિવસ) પુરી – ગંગાસાગર – વારાણસી (કાશી) – અયોધ્યા – છપૈયા – પ્રયાગરાજ રૂ. 21500/- ઇકોનોમી ક્લાસ (SL)
- રૂ.35000/- કમ્ફર્ટ ક્લાસ (3AC)
- રૂ.42500/- કમ્ફર્ટ ક્લાસ (2AC)
આ સાથે કોવિડ પ્રોટોકોલને અનુસરી ને IRCTC એ કહ્યું કે મુસાફરોએ “કેન્દ્ર સરકારના રસીકરણ કાર્યક્રમ” માં ભાગ લેવો જોઈએ અને વહેલા રસીકરણ કરાવવું જોઈએ અને કોવિડથી સુરક્ષિત રહેવું જોઈએ. કોવિડના તમામ નિયમોને ધ્યાનમાં રાખીને આ યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.