AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway News: અમદાવાદ કોલકાતા એક્સપ્રેસ, ભુજ – શાલીમાર એકસપ્રેસ હંગામી ધોરણે નવા રૂટ પર દોડશે

પ્રવાસીઓ તેમજ આ ટ્રેનમાં નિયમિતપણે મુસાફરી કરનારા મુસાફરો ટ્રેનના (Train) સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. અમદાવાદ -કોલકાતા એકસપ્રેસ 28 સપ્ટેમ્બર સુધી નવા માર્ગ પર દોડશે .

Railway News: અમદાવાદ કોલકાતા એક્સપ્રેસ, ભુજ - શાલીમાર એકસપ્રેસ હંગામી ધોરણે નવા રૂટ પર દોડશે
indian railway news
Darshal Raval
| Edited By: | Updated on: Sep 15, 2022 | 8:43 AM
Share

પશ્ચિમ મધ્ય (Western Railway ) રેલવેના જબલપુર મંડળના ન્યૂ કટની જંક્શન સ્ટેશન પર ડબલિંગ સંબંધિત કાર્ય માટે નોન- ઇન્ટરલોકિંગ કામને કારણે, અમદાવાદ -કોલકાતા એક્સપ્રેસ (Ahmedabad- kokaltta Express) અને ભુજ-શાલીમાર એક્સપ્રેસ નવા નક્કી કરેલા રૂપાંતરિત કરેલા રૂટ પર ચાલશે. જેની વિગતો આ પ્રમાણે છે. પ્રવાસીઓ તેમજ આ ટ્રેનમાં નિયમિતપણે મુસાફરી કરનારા મુસાફરો ટ્રેનના (Train) સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. અમદાવાદ -કોલકાતા એકસપ્રેસ 28 સપ્ટેમ્બર સુધી નવા માર્ગ પર દોડશે .તો ભુજ શાલીમાર એક્સપ્રેસ 20 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી ટાટા નગર થઇને પ્રયાગરાજ છિવકી થઇને દોડશે.

  1.  14 થી 28 સપ્ટેમ્બર 2022 સુધી, ટ્રેન નંબર 19413 અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસ ટ્રેન કટની મુરવારા-પ્રયાગરાજ છિવકી -પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન-ગઢવા રોડ થઈને રૂપાંતરિત રૂટ પર દોડશે.
  2.  17 સપ્ટેમ્બર થી 01 ઑક્ટોબર 2022 સુધી, ટ્રેન નંબર 19414 કોલકાતા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન ગઢવા રોડ-પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન-પ્રયાગરાજ છિવકી જંક્શન-કટની મુરવારા થઈને રૂપાંતરિત રૂટ પર દોડશે.
  3.  20 સપ્ટેમ્બરથી 04 ઓક્ટોબર 2022 સુધી, ટ્રેન નંબર 22829 ભુજ-શાલીમાર એક્સપ્રેસ ટ્રેન કટની મુરવારા-પ્રયાગરાજ છિવકી-પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન- ચાંડિલ જંકશન-ટાટા નગર થઈને રૂપાંતરિત માર્ગના રસ્તે ચાલશે.
  4. 17 સપ્ટેમ્બરથી 01 ઓક્ટોબર 2022 સુધી, ટ્રેન નંબર 22830 શાલીમાર-ભુજ એક્સપ્રેસ ટ્રેન રૂપાંતરિત માર્ગ વાયા ટાટા નગર- ચાંડિલ જંક્શન-પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન-પ્રયાગરાજ છિવકી જંક્શન-કટની મુરવારા ના રસ્તે ચાલશે.

એક્સપ્રેસ  કાર્ગો સર્વિસની શરૂઆતને સારો પ્રતિસાદ

પશ્ચિમ રેલવેએ (Western Railway) રેલ પોસ્ટ ગતિ શક્તિ એક્સપ્રેસ સેવા હેઠળ એક નવી પહેલ કરી છે. ઈન્ડિયા પોસ્ટના સહયોગથી ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં “એક્સપ્રેસ કાર્ગો સર્વિસ”ની યોજના શરૂ કરવામાં આવી છે. ઈન્ડિયા પોસ્ટના સહયોગથી ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં “એક્સપ્રેસ કાર્ગો સર્વિસ”ની યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, મુંબઈથી પ્રથમ માલ ટ્રેન નંબર- 22953, મુંબઈ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસમાં લોડ કરવામાં આવ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">