PSM100: પ્રમુખસ્વામી મહારાજને આદરાજંલિ સ્વરૂપે જગવિખ્યાત નાયગ્રા ધોધ ખાતે કરવામાં આવી વિશેષ રોશની, સંતો હરિભકતોએ કરી વિશ્વની સુખાકારી માટે પ્રાર્થના

નાયગ્રા પાર્કના અધિકારીઓ અને BAPS સ્વામીઓએ પ્રમુખ સ્વામી મહારાજના સન્માનમાં ધોધને સફેદ અને કેસરી રંગોમાં પ્રકાશિત કરવાની ઐતિહાસિક ઘટનાની શરૂઆત કરી અને BAPS સ્વામિનારાયણ સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતા સફેદ અને લાલ રંગની રોશની કરી હતી.

PSM100: પ્રમુખસ્વામી મહારાજને આદરાજંલિ સ્વરૂપે જગવિખ્યાત નાયગ્રા ધોધ ખાતે કરવામાં આવી વિશેષ રોશની, સંતો હરિભકતોએ કરી વિશ્વની સુખાકારી માટે પ્રાર્થના
પ્રમુખસ્વામી મહારાજને આદરાજંલિ સ્વરૂપે જગવિખ્યાત નાયગ્રા ધોધ ખાતે કરવામાં આવી વિશેષ રોશની
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2022 | 11:44 AM

કેનેડા અને અમેરિકા દેશની સીમા વચ્ચે આવેલા જગવિખ્યાત નાયગ્રા ધોધ ખાતે પૂજય પ્રમુખ સ્વામી મહારાજને વિશેષ રોશની કરીને આદરાંજલિ આપી હતી. કેનેડા સાથે પ્રમઉખ સ્વામી મહારાજની વિશેષ સ્મૃતિ જોડાયેલી છે તેઓ 27મી જુલાઈ, 1974ના રોજ તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત માટે કેનેડામાં પ્રવેશ્યા હતા. ત્યાર બાદ કેનેડાની તેમની 13 મુલાકાતો દરમિયાન પ્રમુખસ્વામી મહારાજે વિદેશની ધરતી પર પોતાની અમિટ છાપ છોડી હતી. પછી ભલે તે ટોરોન્ટોમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન હોય કે પછ BAPS ચેરિટીઝ કેનેડાનું પ્રદાન હોય. અને તેથી જ 1988 માં કેનેડિયન સંસદમાં પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન કરવામાં આવ્યું હતું અને 2000 માં ટોરોન્ટો શહેરની ચાવી (Key of the city)નું સન્માન આપવામાં આવ્યું હતું.

બરાબર 43 વર્ષ પછી, 27 જુલાઈ, 2017ના રોજ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજના થોડા અસ્થિપુષ્પનું વિસર્જન તે જ સ્થાને, નાયગ્રા ધોધ પર કર્યું હતું. મહંત સ્વામી મહારાજ અને નાયગ્રા પાર્ક કમિશન દ્વારા આ દિવસે પ્રમખુ સ્વામી મહારજની સ્મૃતિ અને સન્માનમાં એક સ્મારક વૃક્ષ પણ રોપવામાં આવ્યું હતું. ત્યારે તાજેતરમાં જ 7 ડિસેમ્બર, 2022 ના રોજ પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ, નાયગ્રા પાર્ક્સ કમિશન અને નાયગ્રા ફોલ્સ ઇલ્યુમિનેશન બોર્ડે કેનેડિયન અને યુએસ ધોધની વિશેષ રોશની કરીને સાથે તેમના જીવન, કાર્ય અને વારસાને શ્રદ્ધાંજલિ આપી હતી.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

નાયગ્રા પાર્કના અધિકારીઓ અને BAPS સ્વામીઓએ પ્રમુખ સ્વામી મહારાજના સન્માનમાં ધોધને સફેદ અને કેસરી રંગોમાં પ્રકાશિત કરવાની ઐતિહાસિક ઘટનાની શરૂઆત કરી અને BAPS સ્વામિનારાયણ સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતા સફેદ અને લાલ રંગની રોશની કરી હતી. ત્યારબાદ, BAPSના સંતો અને સ્વયંસેવકોએ આરતી તેમજ પૂજા વિધી કરીને ધોધની મુલાકાત લેનારાઓની સુખાકારી અને તમામ કેનેડિયનોની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રાર્થનાઓ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા શરૂ કરવામાં આવેલ વારસાનો એક સિલસિલો હતો કારણ કે પ્રમખુ સ્વામી મહારાજ ત્યાર બાદ મહંત સ્વામી મહારાજએ અહીંથી જગતની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. દરેક વખતે નાયગ્રા ધોધની મુલાકાત લીધી ત્યારે બધા માટે પ્રાર્થના કરી હતી. આ સમયે સેંકડો ભક્તો અને શુભેચ્છકો ધોધ પર એકઠા થયા હતા અને હજારો લોકો જીવંત પ્રસારણ દ્વારા ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. નાયગ્રા ધોધના વહેતા પાણીની જેમ, પ્રમુખસ્વામી મહારાજનો પ્રેમ, કરુણા અને આદરનો અવિરત પ્રવાહ વિશ્વભરના અસંખ્ય લોકોને સ્પર્શી ગયો. રોશનીએ બધાને યાદ કરાવ્યું કે કેવી રીતે પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને મૂલ્યોએ લાખો લોકોના જીવનને ઉચ્ચ હેતુ સાથે જીવવાની પ્રેરણા આપી.

સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પણ આપવામાં આવી અંજલિ

સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) માં ભારતીય સ્થાયી પ્રતિનિધિમંડળ અને BAPS દ્વારા પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવે અંજલિ આપવામાં આવી હતી. 7 ડિસેમ્બર,2022 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘ ખાતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને તેમના જન્મશતાબ્દી પર્વે ભાવાંજલિ આપતા વિશિષ્ટ કાર્યક્રમમાં અંડર સેક્રેટરી જનરલ અને UNAOC (યુનાઈટેડ નેશન્સ અલાયન્સ ઓફ સિવિલાઈઝેશન્સ) ના પ્રતિનિધિ એવા મિગ્વેલ મોરેટિનોસ દ્વારા વિશ્વમાં વિવિધ ધર્મો અને સમુદાયો વચ્ચે સંવાદિતા સ્થાપવામાં સામાજિક, સાંસ્કૃતિક સંસ્થાઓની મહત્વની ભૂમિકા વિષે વાત કરવામાં હતી. ભારતના UN ખાતેના કાયમી પ્રતિનિધિ એવા રુચિરા કંબોજ દ્વારા પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્યને અંજલિ આપતું ઉદ્બોધન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજે આદરેલાં સર્વતોમુખી સેવાકાર્યોની વિડિયો દ્વારા ઝાંખી કરવામાં આવી હતી. સાથે સાથે સ્વયંસેવકોના સ્વાનુભવો દ્વારા ભુજ ભૂકંપ રાહતકાર્ય, શિક્ષણ અને નારી ઉત્થાન, સામાજિક સંવાદિતા વગેરે ક્ષેત્રોમાં પ્રમુખસ્વામી મહારાજના અભૂતપૂર્વ પુરુષાર્થ અને પ્રદાનને વર્ણવવામાં આવ્યું હતું.

સેજલબેન પટેલે (હ્યુસ્ટન – મેકીન્ઝીમાં કન્સલ્ટન્ટ) હાર્વે વાવાઝોડા સમયે અને ભુજ ભૂકંપમાં પ્રમુખસ્વામી મહારાજ દ્વારા દ્વારા કરવામાં આવેલા અભૂતપૂર્વ રાહતસેવાકાર્યો પર પ્રકાશ પાડ્યો હતો. પ્રોફેસર સેજલ સગલાની (ફેકલ્ટી ઓફ મેડિસિન, ઇમ્પિરિયલ કોલેજ ઓફ લંડન) દ્વારા UK માં BAPS દ્વારા કરવામાં આવેલાં કોવિડ રાહતકાર્યો અને વેકસીનેશન માટેના પ્રયાસો વિષે સ્વાનુભાવ વર્ણવવામાં આવ્યો હતો. ‘પ્રોજેક્ટ સ્ત્રી’ ના સ્થાપક અને ન્યુયોર્ક યુનીવર્સિટીમાં મેડીકલના વિદ્યાર્થી એવા રિયા સોની તથા ટોરોન્ટોમાં સ્કુલ પ્રિન્સિપાલ એવા આરતી પટેલે જણાવ્યું હતું કે, BAPS સંસ્થામાં વિવિધ પ્રવૃતિઓમાં સ્ત્રીઓને નેતૃત્વ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. સમાનતા અને દિવ્યતાના ભાવ સાથે નારીશક્તિને સંસ્થાના સેવાકાર્યોમાં પ્રતિનિધિત્વ માટે આદરપૂર્વક વિપુલ તકો પૂરી પાડવામાં આવે છે.

Latest News Updates

સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">