CM Exclusive Interview: પ્રવાસી ગુજરાતી પર્વના મંચ પરથી CM ભૂપેન્દ્ર પટેલની TV9 સાથે ખાસ વાતચીત, કહ્યું કે NRIને ગુજરાતની ભૂમિ પર ભેગા કરવાનો TV9નો કોન્સેપ્ટ રાજ્ય માટે નહી પણ સમાજ માટે ગૌરવ ભર્યો

ચૂંટણી પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલના Exclusive Interview માં પ્રવાસી ગુજરાતી પર્વના મંચ પરથી CM ભૂપેન્દ્ર પટેલની TV9 સાથે ખાસ વાતચીતમાં તેઓએ જણાવ્યું કે TV9 જ્યારે આ પ્રકારે વિચારી શકે તે રાજ્ય માટે દેશ માટે ગર્વની વાત છે. TV9 ચેનલને આ સુંદર આયોજન બદલ અભિનંદન.

CM Exclusive Interview: પ્રવાસી ગુજરાતી પર્વના મંચ પરથી CM ભૂપેન્દ્ર પટેલની TV9 સાથે ખાસ વાતચીત, કહ્યું કે NRIને ગુજરાતની ભૂમિ પર ભેગા કરવાનો TV9નો કોન્સેપ્ટ રાજ્ય માટે નહી પણ સમાજ માટે ગૌરવ ભર્યો
CM Exclusive Interview TV9 GujaratiImage Credit source: TV9 Digital
Follow Us:
| Updated on: Oct 17, 2022 | 1:20 PM

ગુજરાતી સાહસ અને ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એટલે કે AIANA અમદાવાદમાં ત્રણ દિવસીય ‘પ્રવાસી ગુજરાતી પર્વ 2022’ની (Pravasi Gujarati Parv 2022) શનિવારે શરૂઆત થઈ. કાર્યક્રમનો પ્રારંભ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહના (Amit Shah)હસ્તે થયો હતો. અમદાવાદમાં ત્રણ દિવસીય પ્રવાસી ગુજરાતી પર્વ-2022નો આજે સોમવારે ત્રીજો દિવસ છે. આ મંચના માધ્યમથી આજે ત્રીજા દિવસે દેશ અને વિદેશમાં અનેક સિદ્ધિઓ મેળનારા ભારતના ટોચના નીતિધારકો અને રાજ્યના વૈશ્વિક રાજદૂતો પણ સામેલ થયા

જેમાં બીજા દિવસે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા હતા.  પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પીએમ મોદી એ હંમેશાથી પ્રવાસી ગુજરાતીઓને આવકાર્યા છે. આ ઉપરાંત વિશ્વભરમાં ગુજરાતી સમુદાય આશા, અપેક્ષા અને સફળતાની દીવાદાંડી છે.

આ ખાસ વાતચીતમાં મુખ્યમંત્રીએ આગળ જણાવ્યું કે, આટલા મોટા પાયે એક ટીવી ચેનલને વિચાર આવે એ ગર્વની વાત છે કાર્યક્રમ ગુજરાતના ગૌરવનો છે અને સાથે સાથે ચેનલ TV9 આ કરી રહી છે તો ટીવી ચેનલ માટે પણ મને ખુબ ખુબ ગર્વ થાય છે, કે આવું પણ વિચારી શકે છે અને આ કોન્સેપ્ટ આખા સમાજ માટેનો છે એક રાજ્ય માટેનો છે ને એક દેશ માટેનો છે એ પ્રેમભાવ જગાડી શકે કે એક થઈને કેવી રીતે આગળ વધી શકાય. જ્યારે આટલા મોટા પાયે કાર્યક્રમ થતો હોય ત્યારે આજના યુવાન આંતરપ્રેન્યોરને લાગે કે તે પણ કરી શકે એ સવાલનો જવાબ આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે હા એ સો ટકાની વાત છે. પ્રેરણાત્મક તો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મજબુત પાયો ગુજરાતમાં નંખાયો છે એટલે આજે આટલા ધંધા રોજગાર છે – ભૂપેન્દ્ર પટેલ

સીએમએ આગળ જણાવ્યું કે, આજે ગુજરાત અને ગુજરાતનું ડેવલપમેન્ટ અને ગુજરાત આજથી બે દાયકા પહેલા નરેન્દ્રભાઈએ જે શરૂઆત કરી વિકાસ, ડેવલપમેન્ટની તો એ ડેવલપમેન્ટ સસ્ટેનેબલ અને એક વખત આગળ વધ્યા પછી પાછુ વળી જોવું ના પડે એ રીતનું ડેવલપમેન્ટ કર્યું છે. આજે એનો મજબુત પાયો ગુજરાતમાં નંખાયો છે એટલે આજે આટલા ધંધા રોજગાર છે. નરેન્દ્રભાઈએ છેવાડાના ગામ, માણસોને રોડ રસ્તા, પાણી, ચોવીસ કલાક વીજળી અને સૌથી અગત્યનું જે વાયબ્રન્ટની જે શ્રેણી યોજી એના કારણે આજે દેશ અને વિદેશના લોકો પહેલેથી ગુજરાત માટે આ કરતા આવ્યા છે. આજે પણ વિદેશના લોકોને ભારતમાં આવવું છે તેમાં પણ ગુજરાત આવવું છે.

ગુજરાત સરકારે સ્વાસ્થ્ય, સુરક્ષા અને સેવાનો ત્રિ-સ્તરીય અભિગમ અપનાવ્યો છે

તેમણે વધુમાં જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં લગભગ 40 ટકા ભારતીય સમુદાય છે. જ્યાં એક વસે ગુજરાતી, ત્યાં ત સદા કાળ ગુજરાત ચરિતાર્થ કર્યું છે. ગુજરાતી જ્યાં પણ ગયા છે ત્યાં સફળતાની સિદ્ધિઓ હાંસલ કરી છે. ગુજરાત આજે પણ ફાઈનાન્શિયલ મેનેજમેન્ટમાં અગ્રણી છે. ગુજરાતમાં આજે વિશ્વ કક્ષાનું ઈન્ફાસ્ટ્રક્ચર છે. રાજ્યમાં હવે વિશ્વ કક્ષાની આરોગ્ય સેવાની વ્યવસ્થા છે. ગુજરાત સરકારની નીતિ સૌનો સાથ અને સૌનો વિકાસની છે તેમાં પ્રવાસી ગુજરાતીઓ પણ સામેલ થયા છે. ગુજરાત સરકારે સ્વાસ્થ્ય, સુરક્ષા અને સેવાનો ત્રિ-સ્તરીય અભિગમ અપનાવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">