ગુજરાતના અમદાવાદ, સુરત સહિતના અનેક મોટા શહેરોમાં રસ્તા પર હથિયારો સાથે આતંક મચાવનાર લુખ્ખા તત્વોને પોલીસે સબક શિખવ્યો છે. પોલીસે ગઈકાલે ગુજરાતભરમાં આંતક મચાવતા લુખ્ખા તત્વોનું સરઘસ કાઢીને શહેરના રસ્તાઓ પર ફેરવ્યા હતા.
તમને જણાવી દઈએ કે અગાઉ અમદાવાદના રખિયાલ અને શાહીબાગમાં લુખ્ખા તત્વોએ હાથમાં હથિયાર લઇને આતંક મચાવ્યો હતો, જે બાદ પોલીસે તે તમામને આડે હાથે લીધા અને જે તે વિસ્તારના વિસ્તારના રોફ જમાવતા તમામ આરોપીઓને આખા અમદાવાદમાં સરઘસ કાઢીને ફેરવ્યા હતા.
તે જ રીતે સુરતમાં પણ કેટલાક શખ્સોના મારામારીની ઘટના બાદ પોલીસે કેટલાકને ઝડપી પાડ્યા હતા. તેમજ સુરતમાં એક બાળકીને છેડતી કરનાર સહિતના તમામ આરોપીઓને પણ પોલીસે પાઠ ભણાવ્યો હતો. સુરતના રસ્તાઓ લુખ્ખા તત્વોનું સરઘસ કાઢી શર્મસાર કર્યા હતા.
પોલીસે રાજ્યભરમાં લુખ્ખા તત્વોનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતુ અને પોલીસે આરોપી રસ્તા વચ્ચે ફેરવી શર્મસાર કર્યા હતા અને તેમને સમજાય તે જ ભાષામાં તેમને જવાબ આપ્યો હતો. રાજ્યભરમાં આંતક મચાવતા લુખ્ખા તત્વો વિરુદ્ધ પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. ગેંગસ્ટરથી લઈને પોલીસ સામે રોફ જમાવનાર અને છોકરીઓને છેડતી કરનાર તમામે તમામ આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું.
તમને જણાવી દઈએ કે છેલ્લા એક મહિનામાં પોલીસે આવા અસામાજીક તત્વોને ભેગા કરી કરીને સરઘસ કાઢી શહેરભરમાં ફેરવ્યા છે. છેલ્લા કેટલાય સમયથી લુખ્ખા તત્વો ગુજરાતમાં આંતક મચાવી રહ્યા હતા જે બાદ તે તામમ આરોપીઓને કાયદાનું ભાન કરાવવા પોલીસે આ નવી તરકીબથી લુખ્ખા તત્વોને પાઠ ભણાવ્યો હતો. આ સાથેે પોલીસે ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’નો સંદેશ આપ્યો.
Published On - 3:25 pm, Sat, 21 December 24