AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Visit Gujarat : સીએમ ભૂપેન્દ્ર પટેલે જીએમડીસી ગ્રાઉન્ડ અને સરદાર પટેલ સ્ટેડિયમની મુલાકાત લઈ તૈયારીની સમીક્ષા કરી

PM મોદી 11 માર્ચના રોજ  9 કિલોમીટર લાંબો રોડ- શૉ  યોજાશે. સવારે PM અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદ એરપોર્ટથી કમલમમાં જશે. એરપોર્ટથી કોબા સુધી ભવ્ય રોડ શો યોજાશે. વડાપ્રધાનના રોડ શોની શરૂઆત સરદાર વલ્લભાઈ એરપોર્ટથી થશે. ત્યાંથી સરદારનગર, હાંસોલ, ભાટ, કોબા સર્કલથી કમલમ પર પૂરો થશે.

PM Modi Visit Gujarat : સીએમ ભૂપેન્દ્ર પટેલે જીએમડીસી ગ્રાઉન્ડ અને સરદાર પટેલ સ્ટેડિયમની મુલાકાત લઈ તૈયારીની સમીક્ષા કરી
Gujarat Cm Revies Preparation GMDC Ground Ahead PM Modi Visit
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 9:04 PM
Share

PM Modi Visit Gujarat :  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)  11 અને 12 માર્ચ બે દિવસના ગુજરાતના(Gujarat)  પ્રવાસે છે. વડાપ્રધાન મોદી GMDC અને સરદાર પટેલ સ્ટેડિયમ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)  GMDC ગ્રાઉન્ડ અને સ્ટેડિયમની મુલાકાત લીધી હતી અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પંચાયત મહાસંમેલનને સંબોધન કરશે.પંચાયત મહાસંમેલનમાં સમગ્ર રાજ્યમાંથી ગ્રામપંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો હાજર રહેશે.પંચાયત સંમેલનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી.પંચાયત સંમેલનમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિ તથા ધારાસભ્યો અને સાંસદ સભ્યો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.જીએમડીસી ખાતે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે.ડોમમાં બેસવા માટે 1 લાખથી વધારે ખુરશીઓ ગોઠવવામાં આવી છે.સુરક્ષાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.જીએમડીસી ગ્રાઉન્ડ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

એરપોર્ટથી કમલમ સુધીના રૂટ પર અનેક સ્ટેજ બનાવવામાં આવ્યાં

ચાર રાજ્યોની ભવ્ય જીત બાદ બે દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતન આવી રહ્યાં છે. ત્યારે તેમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરી દેવામાં આવી છે. તેમના સ્વાગત માટે ઠેર ઠેર મોટા હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે. ખેલ મહાકુંભનો પ્રારંભ પીએમ મોદીના હસ્તે થવાનો છે. જેના પણ હોર્ડિંગ લગાવી દેવામાં આવ્યા છે. તો એરપોર્ટથી કમલમ સુધીના રૂટ પર અનેક સ્ટેજ બનાવવામાં આવ્યાં છે. સ્ટેજ પર દેશના અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી જોવા મળશે.

વડાપ્રધાનના રોડ શોની શરૂઆત સરદાર વલ્લભાઈ એરપોર્ટથી થશે

PM મોદી 11 માર્ચના રોજ  9 કિલોમીટર લાંબો રોડ- શૉ  યોજાશે. સવારે PM અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદ એરપોર્ટથી કમલમમાં જશે. એરપોર્ટથી કોબા સુધી ભવ્ય રોડ શો યોજાશે. વડાપ્રધાનના રોડ શોની શરૂઆત સરદાર વલ્લભાઈ એરપોર્ટથી થશે. ત્યાંથી સરદારનગર, હાંસોલ, ભાટ, કોબા સર્કલથી કમલમ પર પૂરો થશે. કમલમમાં ધારાસભ્યો, સાંસદ અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન બેઠક કરશે.જેમાં 450 લોકો સાથે સંવાદ કરશે. ત્યાર બાદ રાજભવનથી GMDC સેન્ટર જશે. જ્યાં સરપંચ સંમેલનમાં ભાગ લેશે. ત્યારબાદ રાજભવનમાં રાજકીય બેઠકો કરશે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના નવા 57 કેસ નોંધાયા, 111 દર્દીઓ સાજા થયા

આ પણ વાંચો : જામનગરઃ સીદસર સાંસદ આદર્શ ગામે પદાધિકારી-અધિકારીઓ સાથે બેઠક યોજતા પૂનમબેન માડમ

લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
g clip-path="url(#clip0_868_265)">