જામનગરઃ સીદસર સાંસદ આદર્શ ગામે પદાધિકારી-અધિકારીઓ સાથે બેઠક યોજતા પૂનમબેન માડમ
વડાપ્રધાનના નેતૃત્વમાં લાગુ કરાયેલ આદર્શ ગ્રામ યોજનાના ઉમદા હેતુને સિધ્ધ કરવા સરકારના દરેક વિભાગના સબંધીત અધિકારીઓ ગામે સર્વે કરી કોઈ પાત્ર વ્યતિ–લાભાર્થી લાભોથી વંચીત ના રહે તે માટે ડોર ટુ ડોર સર્વે કરી લાભ અપાવે તેમજ નોડલ અધિકારી દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવે તેવી સુચના સાંસદ પૂનમબેન માડમએ આપી હતી.
જામનગર–દેવભૂમિ દ્વારકા જીલ્લાના સાંસદ પૂનમબેન માડમ (Poonamban Madam)દ્વારા એસ.એ.જી.વાય. હેઠળ જામજોધપુર તાલુકાનું સીદસર ગામ (Sidsar village)પસંદ કરાયેલ છે. આ ગામે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં પદાધિકારીઓ અને સબંધીત અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજાયેલ હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહાત્મા ગાંધીજીના આદર્શને લક્ષમાં રાખી ગામના સર્વાગી વિકાસના વ્યાપક દૃષ્ટીકોણ અનુરૂપ સાંસદ પૂનમબેન માડમ ૧૭ મી લોકસભા ટર્મ માટે પસંદ થયેલ આદર્શ ગામ તરીકે સીદસર પસંદગી કરાયેલ છે. જેથી આ ગામના માળખાકીય અને સામાજીક વિકાસને સમાન મહત્વ મળી રહે તેવા ઉમદા હેતુસર ગામે કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ કલ્યાણકારી સામાજીક અને વ્યકિતગત યોજનાઓનો લાભ મળી રહે તે માટે રીવ્યુ બેઠક રાખેલ હતી.
આ રીવ્યુ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ દ્રારા ગામે હાલની પ્રર્વતમાન માળખાકીય સુવિધાઓ અને ભવિષ્યની પાયાની માળખાકીય જરૂરીયાતો તથા કેન્દ્ર અને રાજયની લોકોની સુખાકારી અંગેની કલ્યાણકારી વિવિધ યોજનાઓ ગામના પાત્રતા ધરાવતા દરેક લોકોને લાભ મળી રહે તે માટેના વિગતવાર ગ્રામ વિકાસ યોજના તૈયાર કરવા જણાવ્યું હતું.
સીદસર ગામે ઉમીયા માતાજીનું મંદિર આવેલુ છે. આ યાત્રાધામ ખાતે બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય, જેથી ગામે મહતમ માળખાકીય સુવિધા મળી રહે તે માટે યોગ્ય આયોજન સાથે ગામમાં તમામ વ્યવસ્થાઓથી શ્રેષ્ઠ આદર્શ ગ્રામ બનાવવા અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાનના નેતૃત્વમાં લાગુ કરાયેલ આદર્શ ગ્રામ યોજનાના ઉમદા હેતુને સિધ્ધ કરવા સરકારના દરેક વિભાગના સબંધીત અધિકારીઓ ગામે સર્વે કરી કોઈ પાત્ર વ્યતિ–લાભાર્થી લાભોથી વંચીત ના રહે તે માટે ડોર ટુ ડોર સર્વે કરી લાભ અપાવે તેમજ નોડલ અધિકારી દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવે તેવી સુચના સાંસદ પૂનમબેન માડમએ આપી હતી.
આ રીવ્યુ બેઠકમાં ગામના સરપંચ ઉષાબેન કિશોરભાઈ અમૃતીયા, પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરીયા, એ.પી.એમ.સી. ડાયરેકટર સી.એમ.વાછાણી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દેવાભાઈ પરમાર, નગ૨પાલિકા પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર, જીલ્લા ભાજપા મંત્રી કૌશીકભાઈ રાબડીયા, શહેર ભાજપા પ્રમુખ જયેશભાઈ ભાલોડીયા, પૂર્વ સરપંચ ભરતભાઈ માકડીયા ઉપરાંત ચાર્જ ઓફિસર પ્રાંત અધિકારી, ડી.વાય.એસ.પી. અને સબંધીત ખાતા કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા.
આ પણ વાંચો : Corona Variant: WHOને અભ્યાસમાં મળ્યો ઓમિક્રોન+ડેલ્ટા રિકોમ્બિનન્ટ વાયરસ, કહ્યુ- બધા વાયરસ કરતા વધારે ખતરનાક
આ પણ વાંચો : વિધાનસભા ચૂંટણીના પરિણામો અંગે સોશિયલ મીડિયામાં હાસ્યાસ્પદ મીમ્સ વાયરલ, લોકોએ નેતાઓ પર હાસ્યાસ્પદ વ્યંગ કર્યો