AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Gujarat Visit : 12 માર્ચના રોજ પીએમ મોદી આ કાર્યક્રમોમાં આપશે હાજરી, જાણો સમગ્ર કાર્યક્રમ

12 માર્ચે વડાપ્રધાન સાંજે 6.30 કલાકે રાજભવનથી નીકળીને અમદાવાદ નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો શુભારંભ કરાવશે. જેના હોર્ડિંગ અમદાવાદમાં લગાવવામાં આવ્યા છે. તો એરપોર્ટથી કમલમ સુધીના રૂટ પર અનેક સ્ટેજ બનાવવામાં આવ્યાં છે.

PM Modi Gujarat Visit : 12 માર્ચના રોજ પીએમ મોદી આ કાર્યક્રમોમાં આપશે હાજરી, જાણો સમગ્ર કાર્યક્રમ
PM Modi Roadshow (File image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 10:39 PM
Share

PM Modi Visit Gujarat :  વડાપ્રધાન મોદી  (PM Modi) ગુજરાતના મહેમાન બન્યા છે. પોતાના પ્રવાસના બીજા દિવસે એટલે 12 માર્ચના રોજ વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમની વાત કરીએ તો. ગાંધીનગરમાં સવારે 11 કલાકે PM રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજર રહેશે. જ્યાં યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરશે.તેઓ અહીં પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.ત્યારબાદ તેઓ બપોરે 1 કલાકે રાજભવન પરત ફરશે.સાંજે રાજભવનથી નીકળીને વડાપ્રધાન મોદી અમદાવાદ નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં (Sardar PateL Stadium ) સાંજે 6 કલાકે અમદાવાદમાં ખેલ મહાકુંભનોને(Khel Mahakumbh ) શુભારંભ કરાવશે.ત્યારબાદ વડાપ્રધાન મોદી રાત્રે 8.30 કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે.

સરદાર પટેલ સ્ટેડિયમમાં 1100 કલાકારો સાથે ભવ્ય લાઈટિંગનો કાર્યક્રમ થશે

12 માર્ચે વડાપ્રધાન  રાજભવનથી નીકળીને અમદાવાદ નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો શુભારંભ કરાવશે. જેના હોર્ડિંગ અમદાવાદમાં લગાવવામાં આવ્યા છે.  સરદાર પટેલ સ્ટેડિયમમાં 1100 કલાકારો સાથે ભવ્ય લાઈટિંગનો કાર્યક્રમ થશે. માત્ર ખેલાડીઓ જ નહીં સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા લોકો પણ તેમાં હાજર રહેશે. ખેલ મહાકુંભ રાજ્યમાં 500થી વધુ જગ્યાએ યોજાશે. 46 લાખથી વધુ લોકોએ ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન કર્યું છે.

હર્ષ સંઘવી સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચ્યાં હતા અને તૈયારીઓની સમીક્ષા કરી

પીએમ મોદી  બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જેમાં પ્રવાસના બીજા દિવસે 12 માર્ચના રોજ પીએમ અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભ  ખુલ્લો મૂકવાના છે. જેને લઇ સરદાર પટેલ સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે. સરદાર પટેલ સ્ટેડિયમ પર ગ્રાન્ડ રિહર્સલ યોજાયું હતું.સ્ટેડિયમમાં કેવી તૈયારીઓ ચાલી રહી છે તેની સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચ્યાં હતા અને તૈયારીઓની સમીક્ષા કરી હતી.એટલું જ નહીં હર્ષ સંઘવીએ ગાયક અને ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી.  હર્ષ સંઘવીએ ગાયક પાર્થિવરાજનું રિહર્સલ નિહાળ્યું હતું.

કોમર્સ સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધીત રહેશે

અમદાવાદમાં તા. 12 માર્ચ 2022ના રોજ સરદાર પટેલ સ્ટેડીયમ, નવરંગપુરા ખાતે ‘ખેલ મહાકુંભ-2022’નો કાર્યક્રમ યોજાવાનો છે. આ કારણે બપોરે 2:00 વાગ્યાથી કાર્યક્રમની સમાપ્તિ સુધી 2 માર્ગ બંધ રહેવાના છે. તેમાં સરદાર પટેલ બાવલા સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા તથા ઈન્કમટેક્સ ચાર રસ્તાથી સ્વસ્તીક ચાર રસ્તા તથા લખુડી સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા તથા કોમર્સ સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધીત રહેશે. તેના વૈકલ્પિક માર્ગ તરીકે ઉસ્માનપુરા ચાર રસ્તા થઈને ઈન્કમટેક્સ ઓવરબ્રિજ થઈને બુટ્ટાસિંગ ચાર રસ્તા થઈને મીઠાખળી સર્કલ થઈને ગીરીશ કોલ્ડડ્રીંક્સ ચાર રસ્તા થઈ સ્વસ્તીક ચાર રસ્તા સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે. તે સિવાય લખુડી સર્કલથી દર્પણ સર્કલ થઈ વિજય ચાર રસ્તાથી દાદાસાહેબના પગલાથી કોમર્સ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે.

આ પણ વાંચો : PM Modi એ પંચાયત મહાસંમેલનમાં સરપંચોને ગામનો જન્મદિવસ ઉજવવા સૂચન કર્યું

આ પણ વાંચો : Dang માં તાપી પાર નર્મદા લિક પ્રોજેક્ટનો આદિવાસીઓએ અનોખી રીતે વિરોધ કર્યો, પ્રોજેક્ટ પડતો મુકવાની માંગ

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">