PM Modi એ આઝાદીના અમૃતકાળમાં ગામડાઓને સમૃદ્ધ બનાવવા જનપ્રતિનિધિઓને આહ્વાન કર્યું

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને સાર્થક બનાવવા પીએમ મોદીએ પ્રેરક સુચન કરતા કહ્યું કે ગામ આખુ ભેગું થાય અને ગામમાં ૭૫ વૃક્ષો વાવવાની પ્રવૃત્તિ કરીને આપણે પર્યાવરણ જાળવવાનું પણ કામ કરી શકીશું. ગામમાં બહારથી આવનાર વ્યક્તિને ગામ પ્રત્યે લગાવ-રૂચિ વધે, સુંદરતા વધે તેવા પ્રયાસ ચુંટાયેલા જનપ્રતિનિધિઓ કરશે તો વિકાસના નવા આયામો પ્રસ્થાપિત કરી શકીશું.

PM Modi એ આઝાદીના અમૃતકાળમાં ગામડાઓને સમૃદ્ધ બનાવવા જનપ્રતિનિધિઓને આહ્વાન કર્યું
Pm Modi Address Gujarat Panchayat Mahasanmelan At Gmdc Ground Ahmedabad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 8:50 PM

PM Modi Visit Gujarat : ગ્રામીણ વિકાસએ પૂજ્ય બાપુનું મહત્વનું સ્વપ્ન હતું. લોકતંત્રને મજબૂત કરવામાં પંચાયતી રાજ વ્યવસ્થાનું ખુબ મહત્વ છે તેમાં પરિણામલક્ષી ગતિ, પરિવર્તન લાવવાનું કામ સરપંચો અને જનપ્રતિનિધિઓ કરે છે ત્યારે ગુજરાત રાજ્યની પંચાયતી રાજ વ્યવસ્થા સમગ્ર દેશ માટે પ્રેરક બનશે તેવો વિશ્વાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)  વ્યક્ત કર્યો છે.અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ગુજરાત પંચાયત મહાસંમેલનમાં(Gujarat Panchayat Mahasammelan)  જનપ્રતિનિધિઓને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતએ ગાંધી અને સરદારની ભૂમિ છે. પૂજ્ય બાપુએ હંમેશા ગ્રામીણ વિકાસ (Rural Development)  અને આત્મનિર્ભરતાની વાત કરી છે. આપણે જયારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે પૂજ્ય બાપુના ગ્રામ વિકાસ અને આત્મનિર્ભરતાના સ્વપ્નને સાકાર કરવા આપણે સૌ કટિબદ્ધ બનીએ. રાજ્યભરમાંથી ઉપસ્થિત રહેલા જન પ્રતિનિધિઓનું અભિવાદન કરતા પીએમ મોદીએ કહ્યું કે કોરોનાની વૈશ્વિક મહામારીએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો

ગામડાઓમાં ચુંટણીના પગલે કુસંપ વધવાની સ્થિતિને કારણે વેરઝેર જોવા મળતું

પરંતુ દેશભરના ગામડાઓની સ્વયં જાગૃતિએ કોરોનાને હરાવ્યો છે. ગામડાઓએ કોરોના નિયંત્રણ માટે પોતે અનેક નિયમો બનાવ્યા. તેને પગલે કોરોનાના કાળખંડમાં ગામડાઓ કોરોનાને સફળતાપૂર્વક દુર રાખી શક્યા તે માટે સૌ અભિનંદનના અધિકારી છે.રાજ્યની પંચાયત વ્યવસ્થામાં મહિલાઓના યોગદાનનો ઉલ્લેખ કરી વડાપ્રધાન મોદીએ કહ્યું કે રાજ્યની પંચાયત વ્યવસ્થામાં મહિલાઓનું યોગદાન નોંધપાત્ર છે. સાથેસાથે રાજ્યમાં સમરસ પંચાયતનો અભિગમ સફળતાપૂર્વક અમલી બન્યો છે. એક સમયે ગામડાઓમાં ચુંટણીના પગલે કુસંપ વધવાની સ્થિતિને કારણે વેરઝેર જોવા મળતું હતું. વડાપ્રધાન વિનોબા ભાવેનું સ્મરણ કરતા કહ્યું કે તેઓ હંમેશાં કહેતા કે બધા સહમતીથી ગામના પ્રતિનિધિ નક્કી કરે તો ગામમાં સંપ જોવા મળે તે વાત આજે ગુજરાતે સાચા અર્થમાં સાકાર કરી છે.

જવાબદારીને સામુહિક રીતે વહન કરવાની સક્ષમતા જ આપણી તાકાત

વડાપ્રધાન મોદીએ કહ્યું કે મુખ્યમંત્રી તરીકે તેમના કર્તવ્યકાળમાં રાજ્યની પંચાયતી વ્યવસ્થામાં મહિલાઓના યોગદાનને બળ પૂરું પાડવાનો નવતર અભિગમ તેમણે અપનાવ્યો હતો. “ગામમાં કોઈને ગરીબ નથી રહેવા દેવા” તેવો સંકલ્પ લેવા જનપ્રતિનિધિઓને તેમણે આહ્વાન કર્યું હતું. કોઇપણ જવાબદારીને સામુહિક રીતે વહન કરવાની સક્ષમતા જ આપણી તાકાત છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

 75 દિવસ પ્રભાતફેરી યોજી રાષ્ટ્ર ભક્તિની જનચેતના જગાવવાનું કામ કરે

યોજાયેલા પંચાયતી રાજ મહાસંમેલનમાં વડાપ્રધાન  નરેન્દ્ર  મોદીએ જનમેદનીને હાકલ કરતા કહ્યું હતું કે, રાજ્યના 1.5 લાખ જનપ્રતિનિધિઓ સમુહમાં વિકાસનું ચિંતન કરે તે જ સૌથી મોટું કામ છે. આપણી શાળાઓ ગામની પ્રાણ શક્તિ છે ત્યારે શાળામાં ભણેલા લોકોને સામુહિક ચિંતન માટે ભેગા કરવાનો અનુરોધ કરી વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાજ્યનું દરેક ગામ ઓગસ્ટ – 2023 સુધી ઓછામાં ઓછી 75 દિવસ પ્રભાતફેરી યોજી રાષ્ટ્ર ભક્તિની જનચેતના જગાવવાનું કામ કરે તે સમયની માંગ છે. આ ફેરી દરમ્યાન ગાંધી-સરદાર-ભગતસિંહ સહિતના અનેક નામી અનામી વીરોના બલિદાનોને યાદ કરીએ તો નવી પેઢીમાં પણ રાષ્ટ્ર ભક્તિના સંસ્કારનું સિંચન કરી શકીશું તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને સાર્થક બનાવવા પીએમ મોદીએ પ્રેરક સુચન કરતા કહ્યું કે ગામ આખુ ભેગું થાય અને ગામમાં ૭૫ વૃક્ષો વાવવાની પ્રવૃત્તિ કરીને આપણે પર્યાવરણ જાળવવાનું પણ કામ કરી શકીશું. ગામમાં બહારથી આવનાર વ્યક્તિને ગામ પ્રત્યે લગાવ-રૂચિ વધે, સુંદરતા વધે તેવા પ્રયાસ ચુંટાયેલા જનપ્રતિનિધિઓ કરશે તો વિકાસના નવા આયામો પ્રસ્થાપિત કરી શકીશું. આવું નાનકડું વન નિર્માણ કરવા  પીએમ મોદીએ સૌને અનુરોધ કર્યો હતો.

1  લાખથી વધુ બોરીબંધનું નિર્માણ કર્યું

ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ધરતીમાતાને સામર્થ્યવાન બનાવવા પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપ્યું છે ત્યારે ગામના 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લેવા અનુરોધ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ધરતીમાતાને આપણે રસાયણિક તત્વોથી પીડા આપીએ છીએ પણ હવે આપણે ધરતીમાતાને પ્રાકૃતિક ખેતીના માધ્યમથી પીડામુક્ત કરીએ અને તેનાથી પર્યાવરણ સુરક્ષા સાથે નાણાં પણ બચશે એમ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે એક સમય હતો કે ગુજરાત બે ત્રણ વર્ષના અંતરાલે દુષ્કાળનો સામનો કરતુ હતું. ત્યારે આપણે જળસંચય માટે ખેતતલાવડી – બોરીબંધ – ચેકડેમના નિર્માણનો નવતર અભિગમ અપનાવ્યો હતો. અને 1  લાખથી વધુ બોરીબંધનું નિર્માણ કર્યું હતું.

રાજ્યના સૌ પશુપાલકો  જાગૃત બને તે સમયની માંગ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજરીતે જળસંચય દ્વારા ભૂર્ગભજળ ઊંચું લાવવાનો આપણે સૌ સંકલ્પ કરીએ. ગામડાઓમાં જ્યાં પણ નાના વહેળા-વહેણ હોય ત્યાં ૭૫ ખેતતલાવડી બનાવવાની જનપ્રતિનિધિઓને તેમણે હાકલ કરી હતી.પશુધનને બચાવવા માટે રસીકરણનો ઉલ્લેખ કરી વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણા ગામડાઓમાં પશુઓને ખડ્પગાનો રોગ થતો હોય છે ત્યારે જીવદયાના મહત્વના કાર્યક્રમ માટે ભારત સરકારે ૧૩ હજાર કરોડ રૂપિયા પશુઓના રસીકરણ માટે ફાળવ્યા છે. ત્યારે રાજ્યના પશુધનને આ રોગથી મુક્ત કરવાનું કરુણામય કામ કરવું જરૂરી છે. કેન્દ્ર સરકાર આ માટે ચિંતિત છે પણ રાજ્યના સૌ પશુપાલકો તેના લાભ લેવા જાગૃત બને તે સમયની માંગ છે.

ગામનો જન્મદિવસ ઉજવી ગામની બહાર અન્ય સ્થળોએ રહેતા લોકોને નિમંત્રણ આપીએ

ગામડામાં સ્ટ્રીટ લાઈટ કે ઘરવપરાશમાં એલ.ઈ.ડી.બલ્બ લગાવાની હાકલ કરી વડાપ્રધાન મોદીએ કહ્યું કે વીજળી બચાવવી એ આપણી ફરજ છે. ગામના નિવૃત સરકારી કર્મચારીઓ મહિનામાં એક વખત મળીને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના વધુને વધુ લાભો પોતાના ગામને કેવી રીતે મળે તે માટે સક્રિય બને તે જરૂરી છે. સાથેસાથે ગામનો જન્મદિવસ ઉજવી ગામની બહાર અન્ય સ્થળોએ રહેતા લોકોને નિમંત્રણ આપીએ તો ગામ વિકાસનું નવું સીમાચિહ્નન પ્રસ્થાપિત કરશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

રાજ્યોમાં લોકતંત્રની શક્તિએ નવા પરિમાણો પ્રસ્થાપિત કર્યા

મહિલાઓ સમાજનું સામર્થ્યવાન અને અભિન્ન અંગ છે ત્યારે રાજ્યના 50 ટકાથી વધુ ગામમાં મહિલાઓ ચુંટાઈને પ્રતિનિધિત્વ કરે છે સમાજમાં ગામ માટે મમતા જાગે તે માટે મહિલાઓ આગળ આવે. પુ. લાલબહાદુર શાસ્ત્રીએ જે ગામ ચોક્કસ શરત પૂર્ણ કરે ત્યાં રાત્રી નિવાસ કરવાનો સંકલ્પ કર્યો હતો તે પુરવાર કરે છે કે ગામડા કેટલા સામર્થ્યવાન બની શકે છે. ચૂંટાયેલી મહિલાઓ–પ્રતિનિધિઓ લોકતંત્રની શક્તિઓને પરિણામલક્ષી રીતે ઉજાગર કરે. ચુંટણીના પરિણામોને ઉલ્લેખ કરીને વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગઈકાલે ચાર રાજ્યોમાં લોકતંત્રની શક્તિએ નવા પરિમાણો પ્રસ્થાપિત કર્યા છે ત્યારે ” પંચાયતી રાજ” દિવસની પરિણામલક્ષી રીતે ઉજવણી કરીને લોકતંત્રમાં વિશ્વાસ પ્રસ્થાપિત કરવા સૌને અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો : PM MODIએ કમલમમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના નેતાઓને ભણાવ્યા પાઠ, 40 મિનિટના પ્રવચનમાં નેતાઓના લીધા કલાસ

આ પણ વાંચો : Rajkot: હાર્દિક પટેલ બાદ પરેશ ધાનાણીએ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું

Latest News Updates

: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">