Ahmedabad News: કાલુપુર રેલવે સ્ટેશનથી નીકળતા લોકો સાવધાન, આ રસ્તો કરાયો બંધ, જાણો વૈકલ્પિક માર્ગ
કાલુપુર રેલ્વે સ્ટેશનના રી ડેવલોપમેન્ટને કારણે આ રોડ ત્રણ વર્ષ માટે બંધ કરવામાં આવશે. હાલ સારંગપુરથી કાલુપુર તરફનો રોડ એક તરફથી બંધ કરવામાં આવ્યો છે. 11 સપ્ટેમ્બર 2024થી આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. જે તારીખ 10 સપ્ટેમ્બર 2027 સુધી બંધ રહેશે.
સ્માર્ટ સિટી અમદાવાદને વધુ ડેવલપ કરવા માટે અલગ અલગ પ્રોજેક્ટનું કામ શહેરમાં ચાલી રહ્યું છે, ત્યારે શહેરનું મુખ્ય અને સૌથી જૂનું એવું કાલુપુર રેલવે સ્ટેશન પણ હવે આધુનિક બનવા જઈ રહ્યું છે. કાલુપુર રેલવે સ્ટેશનના રી ડેવલોપમેન્ટનું કામ ચાલી રહ્યું હોવાથી હાલ કાલુપુર રેલવે સ્ટેશન બહારનો રોડ એક તરફી બંધ કરવામાં આવ્યો છે. સારંગપુરથી કાલુપુર તરફનો રોડ એક તરફથી બંધ કરવામાં આવ્યો છે. આ રોડને અંદાજે ત્રણ વર્ષ સુધી બંધ રાખવામાં આવશે.
મહત્વનું છે કે આ રસ્તા પરથી દરરોજના લાખો વાહનો પસાર થઈ રહ્યા છે, જેને થોડા સમય માટે મુશ્કેલીનો સામનો કરવો પડશે. જોકે એક તરફથી રોડ બંધ હોવાથી ટ્રાફિકજામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, પરંતુ કોર્પોરેશન, ટ્રાફિક વિભાગ અને રેલવે ઓથોરિટીના સંકલનથી લોકોને મુશ્કેલી ન પડે તે પ્રમાણેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવશે. 11 સપ્ટેમ્બર 2024થી આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. જે તારીખ 10 સપ્ટેમ્બર 2027 સુધી બંધ રહેશે. લગભગ 3 વર્ષ સુધી શહેરીજનોને આ ડાયવર્ઝનનું પાલન કરવાનું રહેશે.
ક્યા રહેશે વૈકલ્પિક માર્ગો
રેલવે સ્ટેશનની અંદર જવા માટે જૂનો એન્ટ્રી ગેટ મુસાફરો માટે શરૂ રાખવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનના મુસાફરોએ બહાર નીકળવા માટે પશ્ચિમ બાજુએ સદર કંપની દ્વારા ફૂટ બ્રીજનો ઉપયોગ કરી શકશે. મુસાફરોએ મેઇન રોડ પર જવું હોય તો મુખ્ય માર્ગને જોડતો 30 ફૂટ નવો જે રોડ બનાવ્યો છે, તેનો ઉપયોગ કરી શકશે.
સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન તેમજ કાલુપુર બાજુ જતા લોકો સારંગપુર ટ્રાફિક સર્કલથી સીંધી માર્કેટથી પાંચકુવા થઈને જમણી બાજુ રેલવે સ્ટેશન પહોંચી શકશે. જો કોઈ વ્યક્તિએ કાલુપુર જવું હોય તો તે મોતીમહેલ હોટલવાળા રસ્તાનો ઉપયોગ કરી શકશે.
કાલુપુરથી સારંગપુર, રાયપુર, કાંકરિયા, ગીતા મંદિર જવું હોય તો કાલુપુર રેલવે સ્ટેશનથી જે સિંગલ વન-વે ખુલ્લો રાખવામાં આવ્યો છે તેનો ઉપયોગ કરી શકશે.
આ પણ વાંચો: વડોદરામાં ગણેશ વિસર્જનને લઈને પોલીસનો એકશન પ્લાન તૈયાર ! SRP, RAF, CRPને તૈનાત કરાશે, જુઓ Video