અમદાવાદના નિકોલના કોર્પોરેટરને લોકોએ જાહેરમાં મેથીપાક ચખાડયો , જુઓ વિડીયો
અમદાવાદના નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલને લોકોએ જાહેરમાં માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા શિવાજી ચોક પાસે ટીપી સ્કીમના અમલીકરણ બાબતે જ્યારે તેઓ ગયા ત્યારે લોકોનું ટોળું તેમને ઘેરી વળ્યું હતું અને લોકોએ જાહેરમાં તેઓને માર માર્યો હતો.
અમદાવાદના નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલને લોકોએ જાહેરમાં માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા શિવાજી ચોક પાસે ટીપી સ્કીમના અમલીકરણ બાબતે જ્યારે તેઓ ગયા ત્યારે લોકોનું ટોળું તેમને ઘેરી વળ્યું હતું અને લોકોએ જાહેરમાં તેઓને માર માર્યો હતો. ઇજાગ્રસ્ત કોર્પોરેટરને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે પાછળથી પોલીસને જાણ થતા કૃષ્ણનગર પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને ફરિયાદની તજવીજ હાથ ધરી હતી.
નિકોલ શિવાજી ચોક પાસે કોર્પોરેટર બળદેવ પટેલને લોકોએ માર્યો માર#Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/2n9AaAvl2I
— Tv9 Gujarati (@tv9gujarati) January 20, 2023
મહત્વનું છે કે અગાઉ ધારાસભ્ય બાબુ જમના પટેલની ઓફિસમાં ટીપી સ્કિમના અમલીકરણ માટે બેઠક થઈ હતી. જે બાદ લોકોએ વિરોધ કરતા મામલો ઉગ્ર થયો હતો.તો બીજી તરફ સમગ્ર મામલે કોંગ્રેસે ઘટાનાને વખોડી હતી. તેમજ જનતાના આક્રોશને લઈ ભાજપની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા..અને સરકારે બિલ્ડરોની બદલે જનતાનું હિત જોવું જોઈએ તેવું નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચો : Surat સાયબર ક્રાઇમે 77 લાખની છેતરપિંડી કરનાર આરોપીની દિલ્હીથી ધરપકડ