Ahmedabad: ‘ગગનયાન’ વિશે જનજાગૃતિ ફેલાવવા સાયન્સ સિટી ખાતે 3 થી 9 એપ્રિલ દરમિયાન આઉટરિચ પ્રોગ્રામનું આયોજન

ગગનયાન મિશન ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ઇસરો અને તેના નેજા હેઠળ કાર્યરત હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર (HSFC), તથા અન્ય રાષ્ટ્રીય, શૈક્ષણિક અને ઔદ્યોગિક સંસ્થાઓની નિપુણતાને સાંકળી હાથ ધરવામાં આવશે.

Ahmedabad: ‘ગગનયાન’ વિશે જનજાગૃતિ ફેલાવવા સાયન્સ સિટી ખાતે 3 થી 9 એપ્રિલ દરમિયાન આઉટરિચ પ્રોગ્રામનું આયોજન
Outreach program organized from 3rd to 9th April at Science City to spread awareness about Gaganyan
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Apr 03, 2022 | 12:50 PM

ગગનયાનના ઓર્બિટલ ક્રુ મોડ્યુલનું પ્રોટોટાઈપ મોડલ અંતરિક્ષની સફરનો અનુભવ કરાવશે

આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપે આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav) અંતર્ગત SAC- ISRO, ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનૉલોજી (GUJCOST) અને ગુજરાત સાયન્સ સિટી (Science City) ના સંયુક્ત ઉપક્રમે માનવ સ્પેસ ફ્લાઇટ પ્રોગ્રામ ‘ગગનયાન’ (Gaganyan) વિશે જનજાગૃતિ ફેલાવવા સાયન્સ સિટી ખાતે 3 થી 9 એપ્રિલ દરમિયાન આઉટરિચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સાયન્સ સિટી ખાતે ગગનયાનના ઓર્બિટલ ક્રુ મોડ્યુલનું પ્રોટોટાઈપ મોડલ મુકવામાં આવ્યું છે. જેના દ્વારા અંતરિક્ષની સફરનો અનુભવ પણ કરવા મળશે. ભારતના અતિ મહત્વના હ્યૂમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ ગગનયાન વિશે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થાય તે પહેલા 2022માં 3 ક્રૂ મેમ્બર સાથેની માનવ સ્પેસફ્લાઇટ અંતરિક્ષનું ભ્રમણ કરી પરત ફરશે….આ ગગનયાન કાર્યક્રમમાં 2 માનવરહિત અને 1 માનવસહિત સ્પેસફ્લાઇટ મિશન નો સમાવેશ છે. આ કાર્યક્રમ અંતર્ગત 3 ક્રૂ મેમ્બર(અવકાશયાત્રી) ઓર્બિટલ મોડ્યુલમાં ઇસરોના GSLV MK III લોન્ચ વ્હીકલ દ્વારા અંતરિક્ષમાં 2-7 દિવસમાં 400 કિમી લો અર્થ ઓર્બિટ (પૃથ્વીની નીચલી કક્ષા )માં ભ્રમણ કરી પરત ફરશે. ગગનયાન મિશન ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ઇસરો(ISRO) અને તેના નેજા હેઠળ કાર્યરત હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર (HSFC), તથા અન્ય રાષ્ટ્રીય, શૈક્ષણિક અને ઔદ્યોગિક સંસ્થાઓની નિપુણતાને સાંકળી હાથ ધરવામાં આવશે.

ભારત અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે આ મહત્વકાંક્ષી હ્યૂમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ ‘ગગનયાન’ નો હેતુ માનવસહિત ના અંતરિક્ષ મિશનમાં સ્વદેશી ક્ષમતા સિદ્ધ કરવાનો છે. આ મહત્વના માનવ સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ વિશે જનજાગૃતિ વધારવા અને તથા દેશના ભાવિ સમાન વિદ્યાર્થીઓએ માં અવકાશ વિજ્ઞાન વિશે જિજ્ઞાસાવધારી પ્રોસ્તાહિત કરવા સાયન્સ સિટી ખાતે આ કાર્યક્રમનુ આયોજ્ન કરાયેલ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

3 એપ્રિલે આ કાર્યક્રમના શુભારંભ માં ડો. રામ રજક (વૈકલ્પિક ચેરમેન – AKAM-SC,SAC) દ્વારા અભિવાદન સંબોધન કરવામાં આવશે. શ્રી ડી.કે સિંઘ (DD-HSTA), શ્રી નરોત્તમ સાહુ (એડ્વાઇઝર,ગુજકોસ્ટ), શ્રી અનુરાગ વર્મા (એપીડી-ગગનયાન), શ્રી નિલેશ એમ દેસાઇ (SAC ડાયરેક્ટર) સંબોધન કરશે અને ગગનયાન મિશન તથા આઉટરિચ પ્રોગ્રામ વિશે જાણકારી આપશે.

સાયન્સ સિટી ખાતે ગગનયાનના ઓર્બિટલ ક્રુ મોડ્યુલનું પ્રોટોટાઈપ મોડલ પણ પ્રદર્શિત કરવામાં આવશે. આ મોડ્યુલમાં બેસીને અંતરિક્ષમાં જવાનો અનુભવ મેળવી શકાશે. જે સ્પેસ વિજ્ઞાનમાં ઉત્સુકતા વધારી પ્રોત્સાહન પૂરું પાડશે. આ 7 દિવસીય કાર્યક્રમ અંતર્ગત અગ્રણી સંસ્થાઓના પ્રખર નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોના સંવાદ ,ઉપરાંત વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, મોડલ મેકિંગ, નિદર્શન અને ક્વિઝ, વકૃત્વ સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે મેટલના ભાવ વધ્યા, રાજકોટના એન્જિનિયરિંગ એકમોએ ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો કર્યો

આ પણ વાંચોઃ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરાયો, પેટ્રોલ 103.08 અને ડિઝલ 97.35 રૂપિયે લીટર પર પહોંચ્યું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">