Olympic 2036: મોટેરા સ્પોર્ટસ સંકુલ પાસેના 7 ગામની સરકારી જમીન વેચાણ કે ભાડે આપવા પર પ્રતિબંધ

Olympic 2036: 2036 ઓલમ્પિકને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યા બાદ હવે ઓલમ્પિક ગેમ્સ (Olympic Game) યોજવા માટે કમર કસી રહ્યું છે.

Olympic 2036: મોટેરા સ્પોર્ટસ સંકુલ પાસેના 7 ગામની સરકારી જમીન વેચાણ કે ભાડે આપવા પર પ્રતિબંધ
Follow Us:
Nirupa Duva
| Edited By: | Updated on: Jun 11, 2021 | 6:32 PM

Olympic 2036: અમદાવાદ શહેરના મોટેરા (Motera) ખાતે રુપિયા 800 કરોડના ખર્ચે દુનિયાનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi cricket stadium) તૈયાર કરાયું છે. આ સમગ્ર સ્પોર્ટસ સંકુલને સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલનું નામકરણ કરવામાં આવ્યું છે. હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ભવિષ્યમાં અમદાવાદ શહેર એશિયાડ ગેમ્સ અને ઓલમ્પિક ગેમ્સની યજમાની કરી શકે તે માટે સ્પોર્ટસ ઈન્ફાસ્ટ્રક્ચર(Sports infrastructure) ઉંભુ કરવા માટેની ઔડા (AUDA)ને જવાબદારી સોંપી છે.

2036 ઓલમ્પિકને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યા બાદ હવે ઓલમ્પિક ગેમ્સ (Olympic Game) યોજવા માટે કમર કસી રહ્યું છે. ઓલમ્પિકની જરુરિયાતના સરવે માટે ઔડાએ ટેન્ડર બહાર પાડ્યું છે. ઔડાએ તાજેતરમાં અમદાવાદ શહેરમાં ઓલમ્પિક ગેમ્સની યજમાની માટે ઈન્ફાસ્ટ્રકચરની જરુરિયાત માટે રિપોર્ટ તૈયાર કરાવવા ટેન્ડર કર્યા છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

અમદાવાદ શહેરના મોટેરા સરદાર પટેલ સ્પોર્ટર્સ સંકુલની આસપાસ 7 ગામની સરકારી જમીનના વેચાણ અને ભાડાપટ્ટા ઉપર આપવા ઉપર પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી છે. ઔડા (AUDA)એ તાજેતરમાં અમદાવાદ કલેક્ટરને પત્ર લખી મોટેરા ગામ સહિત આસપાસના 7 સરકારી જમીન વેચાણ ન કરવા માટે આદેશ કર્યો છે. અમદાવાદ શહેરના મોટેરા સહિતના આસપાસના 7 ગામોની તમામ સરકારી જમીન ઉપયોગ ભવિષ્યમાં સ્પોર્ટસ એક્ટિવિટી માટે કરવાનું આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરુપે આ પત્ર લખવામાં આવ્યો છે.

7 ગામની સરકારી જમીનો પર પ્રતિબંધ

1.ચાંદખેડા, અમદાવાદ

2.મોટેરા,  અમદાવાદ

3.ઝુંડાલ, ગાંધીનગર

4.ભાટ, ગાંધીનગર

5.કોટેશ્વર, ગાંધીનગર

6.સુઘડ, ગાંધીનગર

7.કોબા, ગાંધીનગર

ઔડા(AUDA) દ્વારા પ્રથમ તબક્કામાં અમદાવાદ શહેરને એશિયાડ ગેમ્સ અને ઓલમ્પિક ગેમ (Olympic Game)ના આયોજન માટે તૈયાર કરવાનો રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે. આ માટે ટેન્ડર કરી એજન્સીની નિંમણુંક કરાશે. આ એજન્સીનો રિપોર્ટ રાજ્ય સરકારમાં મોકલશે. જે આ રિપોર્ટ કેન્દ્રના રમત-ગમતના મંત્રાલયને સબમિટ કરશે. આ પ્રકિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી હાલ અમદાવાદ શહેરના મોટેરા ચાંદખેડાની સરકારી જમીન કોઈપણ વ્યક્તિ, કંપની કે સંસ્થાને વેચાણ ન કરવાનો આદેશ કર્યો છે.

ગાંધીનગર જિલ્લાના ભાટ, કોટેશ્વર, કોબા, સુઘડ, ઝુંડાલની સરકારી જમીનના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઔડા દ્વારા મોટેરા અને આસપાસના 7 ગામોની સરકારી જમીનનો સ્પોર્ટસ ઈન્ફાસ્ટ્રક્ચર (Sports infrastructure) ઉભું કરવા રિપોર્ટ તૈયાર કરાશે. આ 7 ગામોની સરકારી જમીનોમાં ઓલમ્પિક કક્ષાના ઈન્ડોર સ્ટેડિયમ ફુટબોલ સ્ટેડિયમ સહિત અન્ય રમતોના સ્ટેડિયમ તૈયાર કરવાનું આયોજન છે, તેવું ઔડાના સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi cricket stadium)ના ઉદ્ધાટન દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહે (Home Minister Amit Shah) નિવેદન આપ્યું હતુ કે, અમદાવાદમાં ભવિષ્યમાં ઓલિમ્પિકસ હોસ્ટ કરી શકે તેવી તૈયારીઓ છે.

આ પણ વાંચો: Ahmedabad: હાઈકોર્ટમાં ફાયર સેફટી મુદ્દે સુનાવણી, ફાયર NOC અને BU પરમિશન મામલે AMCની ઝાટકણી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">