NSUI દ્વારા અમદાવાદમાં યોજાશે “કોંગ્રેસનું અમદાવાદ નિર્માણ”

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના બુંગલ ફૂંકાઈ ગયા છે. ગુજરાતમાં (GUJARAT) 6 મહાનગરપાલિકા, 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો તેમજ 231 તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાશે.

NSUI દ્વારા અમદાવાદમાં યોજાશે કોંગ્રેસનું અમદાવાદ નિર્માણ
NSUI
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 25, 2021 | 1:27 PM

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના બુંગલ ફૂંકાઈ ગયા છે. ગુજરાતમાં (GUJARAT) 6 મહાનગરપાલિકા, 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો તેમજ 231 તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાશે. ચૂંટણીને લઈને બધા પક્ષો દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. આ વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને NSUI દ્વારા પણ કાર્યક્રમ આપવામાં આવશે.

NSUI અમદાવાદમાં જનતાની વચ્ચે જઈને “કોંગ્રેસનું અમદાવાદ નિર્માણ” વિષે સમજૂતી આપવામાં આવશે. સરદાર પટેલના 25 વર્ષના કાર્યકાળમાં અમદાવાદનું નિર્માણ થયું હતું. કોંગ્રેસ પાર્ટીએ કરેલા નિર્માણ આજે પણ અમદાવાદની જનતાને કામ લાગી રહી છે. સાબરમતી રિવરફ્રન્ટનું ભૂમિપૂજન કોંગ્રેસના સમયકાળમાં થયું હતું. ભાજપ દ્વારા ફક્ત રંગ રોગાન કરીને નવું રૂપ આપવામાં આવે છે. આ સાથે જ NSUI મેદાનમાં આવીને લોકોનો ભ્રમ દૂર કરશે. આ સાથે જ જણાવશે કે ભાજપના શાસનમાં કોઈ નવી ઇમારત નથી બની પરંતુ ફક્તને ફક્ત જસ ખાંટવાનો પ્રયાસ કરે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

કોંગ્રેસનું અમદાવાદ નિર્માણ કાર્યક્રમ 8 દિવસ સુધી ચાલશે. NSUI 48 વોર્ડના લોકો સુધી જશે. આ કાર્યક્રમની શરૂઆત અમદાવાદથી કરી છે. આ સિવાય અન્ય શહેરમાં પણ આ રીતે પ્રચાર કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">