AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત સહિત 6 રાજ્યોમાં NIA નો સપાટો, રાજ્યમાં અમદાવાદ સહિત 4 શહેરોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ

છેલ્લા કેટલાક મહિનાઓથી અમુક ચોક્કસ વિસ્તારોમાં થતી ગતિવિધિઓ પર NIA નજર રાખી રહી હતી, જેના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે.

ગુજરાત સહિત 6 રાજ્યોમાં NIA નો સપાટો, રાજ્યમાં અમદાવાદ સહિત 4 શહેરોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ
NIA
| Updated on: Jul 31, 2022 | 1:41 PM
Share

NIA દેશમાં અલગ અલગ 13 જગ્યા પર સર્ચ ઓપરેશન (Search opreation) હાથ ધર્યું છે.ગુજરાતમાં (Gujarat) અમદાવાદ ,સુરત, ભરૂચ (Bharuch) અને નવસારીમાં NIA (national Investigation Agency) અને ATS ટીમ તપાસ કરી રહી છે.મહત્વનું છે કે,ISI ના મોડ્યુલને લઈને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.છેલ્લા કેટલાક મહિનાઓથી અમુક ચોક્કસ વિસ્તારોમાં થતી ગતિવિધિઓ પર NIA નજર રાખી રહી હતી.તમને જણાવી દઈએ કે, સ્થાનિક SOG અને ATS ની (Gujarat ATS) ટીમો પણ સર્ચ ઓપરેશનમાં જોડાઈ છે.

દેશના 13 સ્થળો પર NIA ના દરોડા

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ISIS ના સંબંધમાં દેશના 6 રાજ્યોમાં 13 સ્થળો પર દરોડા પાડ્યા છે. એક મહિનામાં NIAની આ બીજી મોટી કાર્યવાહી છે. ગુજરાત સાથે મહારાષ્ટ્ર અને ઉતરપ્રદેશમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.NIAએ આ સંબંધમાં ઉત્તર પ્રદેશના (Uttarpradesh) સહારનપુરથી દેવબંદમાં મદરેસામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની પણ ધરપકડ કરી છે. ફારુખ નામનો આ વિદ્યાર્થી કર્ણાટકનો રહેવાસી છે.આ સિવાય NIAએ મહારાષ્ટ્રના (maharashtra) બે જિલ્લામાં દરોડા પાડ્યા છે. આ દરોડા રાજ્યના કોલ્હાપુર અને નાંદેડ જિલ્લામાં ISIS સાથે જોડાયેલા કેસના સંદર્ભમાં પાડવામાં આવ્યા છે.

NIAને આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા દસ્તાવેજો મળ્યા

આ દરોડામાં NIAને ઘણા દસ્તાવેજો અને પુરાવા મળ્યા છે, જેથી દરોડા પાડવામાં આવેલા સ્થળો સાથે આતંકવાદી ગતિવિધિઓનું કનેક્શન સામે આવી રહ્યું છે. NIAએ 25 જૂને ISIS સાથે જોડાયેલી ગતિવિધિઓને લઈને આ કેસ નોંધ્યો હતો. IPCની કલમ 153-A, 153-B અને UA (P) એક્ટની કલમ 18, 18B, 38 અને 40 હેઠળ આજે આ કાર્યવાહી કરવામાં આવી છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">