Ahmedabad : SGVP ગુરુકુળ ખાતે મિશન મુન કાર્યક્રમ યોજાયો

ઈસરોના સહયોગથી એસજીવીપી ગુરુકુળ ખાતે મિશન મુન કાર્યક્રમ યોજવામાં આવ્યો. જે કાર્યક્રમમાં ઇસરોના ડાયરેક્ટર અને અધિકારી સાથે વિવિધ સ્કૂલ અને કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Ahmedabad : SGVP ગુરુકુળ ખાતે મિશન મુન કાર્યક્રમ યોજાયો
SGVP
| Edited By: | Updated on: Aug 21, 2023 | 5:58 PM

Ahmedabad : બુધવારે ચંદ્રયાન 3 (chandrayaan 3 ) લેન્ડિંગ થવાનું છે. જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે પહેલા શહેરમાં સ્પેસ ટેકનોલોજીના વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જેમાં બે દિવસ પહેલા સાયન્સ સીટી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. તો આજે SGVP ગુરુકુળ ખાતે કાર્યક્રમ યોજાયો. જ્યાં કાર્યક્રમ યોજી વિદ્યાર્થીઓને ચંદ્રયાન 3 સાથે ઈસરોની કામગીરી, સ્પેસ સાયન્સ સહિત વિવિધ કામગીરી વિશે પણ માહિતગાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

આ પણ વાંચો Ahmedabad: અમદાવાદમાં સ્નિફર ડોગ દ્વારા ચેકિંગ હાથ ધરાયુ, નશીલા પદાર્થોને લઈ સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ

ઈસરોના સહયોગથી એસજીવીપી ગુરુકુળ ખાતે મિશન મુન કાર્યક્રમ યોજવામાં આવ્યો. જે કાર્યક્રમમાં ઇસરોના ડાયરેક્ટર અને અધિકારી સાથે વિવિધ સ્કૂલ અને કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જ્યાં અંદાજે 2 હજાર કરતા પણ વધુ વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં જોડાયા હતા. જ્યાં ઇસરો દ્વારા મૂકવામાં આવેલા વિવિધ મોડેલ અને મુવીમાંથી વિદ્યાર્થીઓએ માહિતીઓ મેળવી સ્પેસ ટેકનોલોજીથી માહિતગાર બન્યા હતા.

SGVP

એસજીવીપી ગુરુકુળના 50 કરતાં વધારે વિદ્યાર્થીઓએ ચંદ્રયાન 3 સહિત વિવિધ મોડેલો તૈયાર કરીને પણ મૂક્યા. જે એક અલગ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. એક અઠવાડિયાની મહેનતમાં વિદ્યાર્થીઓએ ચંદ્રયાન 3 સહિત 10થી વધારે અલગ અલગ મોડેલ તૈયાર કર્યા હતા.

SGVP

ઇસરો દ્વારા છેલ્લા છ મહિનામાં 15થી વધારે કાર્યક્રમો કરીને દોઢ લાખ ઉપર વિદ્યાર્થીઓને ઈસરો અને સ્પેસ સાયન્સથી માહિતગાર કર્યા છે. જે વિધાર્થીઓને વિજ્ઞાન પ્રત્યેની ઋચિ વધારશે.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો