Independence Day: પ્લાસ્ટિકમાંથી બનેલા ત્રિરંગાનો ઉપયોગ ટાળવા ગૃહ વિભાગની રાજ્યોને સુચના

|

Aug 08, 2021 | 7:18 PM

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલેલા પત્રમાં કહ્યું છે કે રાષ્ટ્રધ્વજ દેશના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી તેના સન્માન સાથે કોઈ બેદરકારી ન હોવી જોઈએ.

Independence Day: પ્લાસ્ટિકમાંથી બનેલા ત્રિરંગાનો ઉપયોગ ટાળવા ગૃહ વિભાગની રાજ્યોને સુચના
National Flag

Follow us on

સ્વતંત્રતા દિવસ ( Independence Day ) પહેલા કેન્દ્રએ રાજ્યોને પ્લાસ્ટિકમાંથી બનેલા ત્રિરંગાના (National Flag ) ઉપયોગની મંજૂરી ન આપવા જણાવ્યું છે. કેન્દ્રએ એ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સુનિશ્ચિત કરવાનું કહ્યું છે કે લોકો પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ ન કરે કારણ કે તે એવી કાચી સામગ્રીમાંથી બનેલ હોય છે કે, તેનો યોગ્ય નિકાલ કરવાની વ્યવહારુ સમસ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવેલા પત્રમાં કહ્યું છે કે રાષ્ટ્રધ્વજ દેશના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે અને તેથી તે આદરની સ્થિતિમાં હોવો જોઈએ.

ગૃહ મંત્રાલયે ( Ministry of Home Affairs ) કહ્યું કે દરેકને રાષ્ટ્રધ્વજ માટે સ્નેહ, આદર અને નિષ્ઠા છે. છતાં લોકોમાં તેમજ સરકાર કે સરકારી એજન્સીઓમાં ઘણીવાર જાગૃતિનો અભાવ જોવા મળે છે. આ જ કારણ છે કે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને રમતગમતને લગતા કાર્યક્રમોમાં કાગળની જગ્યાએ પ્લાસ્ટિકમાંથી બનેલા ધ્વજનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ત્યારથી, પ્લાસ્ટિકના ધ્વજ કાગળની જેમ બાયોડિગ્રેડેબલ નથી અને તે લાંબા સમય સુધી ઓગળતા નથી.

તેથી, અપિલ કરવામાં આવે છે કે ‘ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002’ ( Flag Code of India ) ની જોગવાઈઓ હેઠળ સામાન્ય જનતા દ્વારા માત્ર કાગળમાંથી બનેલા રાષ્ટ્ર ધ્વજનો ઉપયોગ કરવામાં આવે. આ સિવાય કાર્યક્રમ બાદ તેઓએ જમીન પર રાષ્ટ્ર ધ્વજ ન ફેંકવા જોઈએ.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

દરમિયાન, કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે આમંત્રિત અધિકારીઓને ચેતવણી આપી છે કે જો તેઓ આ કાર્યક્રમમાં હાજરી નહીં આપે તો તેને ગંભીરતાથી લેવામાં આવશે. તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના સચિવોને લખેલા પત્રમાં ગૌબાએ જણાવ્યું હતું કે, લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસના ધ્વજવંદન સમારોહનું એક વિશેષ મહત્વ છે. અહીંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધન કરશે. આ કાર્ય માટે આપ સૌને આમંત્રણ છે. અમે આશા રાખીએ છીએ કે દરેક ચોક્કસપણે આમાં ભાગ લેશે.

આ પણ વાંચોઃ ઇમરાન ખાનની ઇજ્જતના કાંકરા ! યુવાનોને આપવા ગયા જ્ઞાન, લોકોએ કહી દીધુ ભારત પાસેથી શીખો

આ પણ વાંચોઃ IND vs ENG: ભારતીય ઝડપી બોલરોનો ફેન થયો પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન, કહ્યુ આવી લાઇન-અપ પહેલા નથી જોઇ

Next Article