અમદાવાદના મનોજ ભાવસારનું સેફ ઉતરાયણ અભિયાન, પતંગની દોરીથી લોકોના ગળા ન કપાય માટે 25 ફ્લાયઓવર બ્રિજ પર બાંધ્યા તાર
Ahmedabad: શહેરના મનોજ ભાવસાર તેમના સેફ ઉતરાયણ મિશન માટે જાણીતા છે. પતંગની દોરી વાગવાથી વાહનચાલકોને ઈજા ન પહોંચે તે માટે શહેરના 25 જેટલા ફ્લાયઓવર પર આવેલા લાઈટના થાંભલા પર તેમણે તાર બાંધવાનું કામ કર્યુ છે. જેથી લોકોના જીવ બચાવી શકાય.
ઉત્તરાયણને ગણતરીનાં દિવસો બાકી છે. પતંગ રસિયા ઉત્તરાયણની તૈયારીઓમાં લાગી ગયાં છે. બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. જે ઉત્તરાયણનાં પાવન પર્વમાં કેટલાય લોકોને દોરી વાગવાનાં બનાવો પણ બનતાં હોય છે. જેમા સૌથી વધુ અકસ્માત શહેરમાં આવેલ ઓવર બ્રીજ પર બનતા હોય છે. આ બનાવોને રોકવા માટે અમદાવાદનાં શાહપુર વિસ્તારમા રહેતા મનોજ ભાવસારે બ્રિજ પર આવેલ લાઈટના થાંભલા પર તાર બાંધવાનું મિશન સેફ ઉતરાયણ નામનુ એક અભિયાન હાથ ધર્યું છે, જેમા તેઓએ શહેરમાં આવેલ 25 ઉપર ફલાયઓવર બ્રીજ પર તાર બાંધ્યા છે, જેથી લોકોના જીવ બચાવી શકાય, આ કામગીરીમા એક બ્રીજ પર અંદાજે 30 કિલો તારનો ઉપયોગ થાય છે, જે અભિયાન મનોજભાઈ છેલ્લા 16 વર્ષથી ચલાવી રહ્યા છે.
નિ:સ્વાર્થભાવે લોકોના જીવ બચાવવા વર્ષોથી મનોજ ભાવસાર સેફ્ટી તાર બાંધે છે
સામાન્ય પરિસ્થિતિમાંથી આવતા મનોજભાઈ આ અભિયાન કોઈ લાલચમાં નહિ પણ લોકોના જીવ બચાવવા માટે ની:સ્વાર્થ ભાવે ચલાવી રહ્યા છે, જેમાં મનોજભાઈને ભલે તંત્ર દ્વારા પરમીશન આપવામા આવી પણ મીશન સેફ ઉતરાયણમાં તેમને તંત્ર દ્વારા બીજી કોઈ મદદ પુરી પાડવામા આવી રહી નથી. ના તો કોઈ સંસ્થા તેમની મદદે આવી છે. માત્ર તંત્ર દ્વારા તેમને વાહન ફાળવાયુ છે. જેથી તેઓ બ્રિજ પર તાર બાંધી શકે. જે અભિયાન તેઓ પોતાના મીત્રો સાથે મળીને નીસ્વાર્થ અને કોઈ પણ જાતની લાલચની ભાવના વગર ચલાવી રહ્યા છે…
સેફટી બાબતે શુ ધ્યાન રાખશો ?
- લોકોએ ટુ વ્હીલરના હેન્ડલ પર સળીયા બાંધવા
- ટુવ્હીલર ચાલકે હેલમેટ ખાસ પહેરવુ
- ગળામા રૂમાલ બાંધવા
- ધીમે વાહન ચલાવવુ
- ચાઈનીઝ દોરી અને ટુકકલનો ઉપયોગ ન કરવો
આટલું કરવાથી ચાલુ વાહને લોકોના ગળા કપાવવાની અને ઘાયલ થવાની ઘટના ને અટકાવી શકાય છે, અને ઉત્તરાયણ પર્વ પર દોરી વાગવાની ઘટનાઓ ઓછી બને તે માટે આ અભિયાન હાથ ધરાયું છે, જે કામ ઘણુ બિરદાવવાને લાયક અને પ્રશંસનિય છે, એટલું જ નહીં પણ દર વર્ષની સરખાણીએ આ વર્ષે બ્રિજમાં વધારો થયો છે. શહેરમાં વિરાટનગર. રાજેન્દ્રપાર્ક, અજિતમિલ પાસે અને સિમ્સ હોસ્પિટલ પાસે બ્રિજ બન્યા. જેની સાથે શહેરમાં 55 ઉપર બ્રિજ છે. જેમાં 30 બ્રિજ પર તાર બાંધવાનો ટાર્ગેટ છે. તો નવા બ્રિજમાં વિરાટનગર અને રાજેન્દ્રપાર્ક બ્રિજ પર ટેક્નિકલ ખામીના કારણે તાર બાંધી શકાય તેમ નથી. જેથી તેની વૈકલ્પિક વ્યવસ્થા હાથ ધરાઈ રહી છે. જે બ્રિજ પર લોકોને વાહન ધીમે ચલાવવા અને લોકોને જાગૃત કરવા બેનર પણ લગાવશે.
હર્ષોલ્લાસનો ઉત્તરાયણનો પર્વ કોઈના માટે માતમમાં ન ફેરવાઈ જાય તે માટે લોકોએ પણ જાગૃત થવાની જરૂર હોય તેવુ લાગી રહ્યુ છે. તેમ થશે ત્યારે મનોજ ભાવસારનુ મીશન સેફ ઉતરાયણ સફળ રહ્યુ હશે તેમ કહેવાશે.