પશ્ચિમ રેલવેએ લીધો મોટો નિર્ણય, 25 ટ્રેનોમાં લિનન સુવિધા પુનઃસ્થાપિત કરવામાં આવી
ભારતીય રેલ્વેએ(Railway) ટ્રેનોમાં લિનન, ધાબળા અને પડદાને ફરી લગાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેનોમાં મુસાફરી દરમિયાન કોરોના માટેના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
પશ્ચિમ રેલવે(Western Railway) દ્વારા મુસાફરોની સુવિધા માટે 25 જોડી ટ્રેનોમાં લિનન સુવિધા( Linen Facility) પુનઃસ્થાપિત કરવામાં આવી છે. ભારતીય રેલ્વેએ ટ્રેનોમાં લિનન, ધાબળા અને પડદાને ફરી લગાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેનોમાં મુસાફરી દરમિયાન કોરોના માટેના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ભારતીય રેલ્વેના આ પ્રતિબંધને પાછો ખેંચવાના નિર્ણયને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા 25 જોડી ટ્રેનોમાં લિનન સિસ્ટમ પુનઃસ્થાપિત કરવામાં આવી છે.
પશ્ચિમ રેલવેએ આપેલી માહિતી મુજબ ટ્રેનોમાં લિનન સુવિધા શરૂ કરવામાં આવી છે.
- • ટ્રેન નંબર 12951/12952 મુંબઈ સેન્ટ્રલ – નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ
- • ટ્રેન નંબર 12953/12954 મુંબઈ સેન્ટ્રલ-હઝરત નિઝામુદ્દીન ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ
- • ટ્રેન નંબર 12239/12240 મુંબઈ સેન્ટ્રલ-હિસાર એસી દુરંતો એક્સપ્રેસ
- • ટ્રેન નંબર 12227/12228 મુંબઈ સેન્ટ્રલ – ઈન્દોર એસી દુરંતો એક્સપ્રેસ
- • ટ્રેન નંબર 22209/22210 મુંબઈ સેન્ટ્રલ – નવી દિલ્હી દુરંતો એક્સપ્રેસ
- • ટ્રેન નંબર 12925/12926 બાંદ્રા ટર્મિનસ – અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ
- • ટ્રેન નંબર 12902/12901 અમદાવાદ-દાદર ગુજરાત મેલ એક્સપ્રેસ
- • ટ્રેન નંબર 12957/12958 અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ
- • ટ્રેન નંબર 12915/12916 અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ
- • ટ્રેન નંબર 20903/20904 એકતા નગર-વારાણસી જં. મહામના એક્સપ્રેસ
- • ટ્રેન નંબર 20905/20906 એકતા નગર-રેવા મહામના એક્સપ્રેસ
- • ટ્રેન નંબર 22944/22943 ઈન્દોર-દાઉન્ડ એક્સપ્રેસ
- • ટ્રેન નંબર 19307/19308 ઈન્દોર-ચંદીગઢ એક્સપ્રેસ
- • ટ્રેન નંબર 12914/12913 ઇન્દોર-નાગપુર ત્રિશતાબ્દી એક્સપ્રેસ
- • ટ્રેન નંબર 19301/19302 ડૉ. આંબેડકર નગર-યસવંતપુર એક્સપ્રેસ
- • ટ્રેન નંબર 19333/19334 ઇન્દોર-બીકાનેર મહામના એક્સપ્રેસ
- • ટ્રેન નંબર 12923/12924 ડૉ. આંબેડકર નગર-નાગપુર એક્સપ્રેસ
- • ટ્રેન નંબર 19343 ઈન્દોર-ભંડારકુંડ પેંચ વેલી એક્સપ્રેસ
- • ટ્રેન નંબર 19344 છિંદવાડા-ઈન્દોર પેંચ વેલી એક્સપ્રેસ
- • ટ્રેન નંબર 19321/19322 ઇન્દોર-પટના એક્સપ્રેસ
- • ટ્રેન નંબર 19320/19319 ઇન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ
- • ટ્રેન નંબર 12919/12920 ડૉ. આંબેડકર નગર-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા માલવા એક્સપ્રેસ
- • ટ્રેન નંબર 19313/19314 ઇન્દોર-પટના એક્સપ્રેસ
- • ટ્રેન નંબર 19579/19580 રાજકોટ-દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસ
- • ટ્રેન નંબર 22937/22938 રાજકોટ-રેવા સુપરફાસ્ટ એક્સપ્રેસ
ઉલ્લેખનીય છે કે લિનન સુવિધા સુનિશ્ચિત કરવા માટે (બેડશીટ્સ, બ્લેન્કેટ વગેરે)નો પુરવઠો તબક્કાવાર મોકલવામાં આવી રહ્યો છે. આ માટે મોટી માત્રામાં નવા લિનન ખરીદી કરવામાં આવી રહી છે. રેલવે આ સેવાને 100 ટકા ઉપલબ્ધ કરાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.