AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AMCના ઈતિહાસમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કૌભાંડ થયું હોવાનો વિપક્ષનો આરોપ

ખારીકટ કેનાલને ડેવલપ કરવાની જેની જવાબદારી છે. તે કૌભાંડો કરવામાં વ્યસ્ત હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે. વિપક્ષનો દાવો છે કે, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં AMCના ઈતિહાસનો સૌથી મોટો ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે.

AMCના ઈતિહાસમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કૌભાંડ થયું હોવાનો વિપક્ષનો આરોપ
AMC
Jignesh Patel
| Edited By: | Updated on: Jun 24, 2024 | 9:43 PM
Share

ખારીકટ કેનાલ અમદાવાદનો એવો પ્રોજેક્ટ જેમાં શરૂઆતથી જ વિવાદોના વાદળો છવાયેલા રહ્યા છે. શહેરીજનો આ કેનાલમાં ગંદકીથી, અસામાજિક તત્વોના ઉપદ્રવથી હેરાન-પરેશાન છે. તો ખારીકટ કેનાલને ડેવલપ કરવાની જેની જવાબદારી છે. તે કૌભાંડો કરવામાં વ્યસ્ત હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે. વિપક્ષનો દાવો છે કે, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં AMCના ઈતિહાસનો સૌથી મોટો ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે.

કેનાલ માટે પ્રિ-કાસ્ટ RCC બોક્સ બનાવવાના હતા. જેની જગ્યાએ કાસ્ટ ઈન સી-ટુ સ્ટ્રોમ વોટર બોક્સ બનાવી દેવાયા છે. RKC ઈન્ફ્રા બિલ્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીને આ માટે કામ સોંપાયું હતું. પરંતુ RKCએ ડિઝાઈનથી તદ્દન અલગ કામગીરી કરી છે. એટલું જ નહીં, ટેન્કર પ્રમાણે કામ નહીં થયા છતાં AMCએ કંપનીને સુપરવિઝન વગર જ 99 કરોડનું પેમેન્ટ ચુકવી દીધું છે.

વિપક્ષનો આરોપ છે કે, અધિકારીઓ ખારીકટ કેનાલ મામલે મુખ્યપ્રધાનને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ખારીકટ કેનાલનું કામ કરતી એજન્સીઓની અધિકારીઓ સાથે મિલીભગત છે અને કેનાલના વિકાસના પ્રોજેક્ટની ડિઝાઈનમાં ખોટી રીતે ફેરફાર કરાયો છે. ટેન્ડરમાં જે ડિઝાઈન છે, સ્થળ પર કામ જેની પર થઈ રહ્યું છે. તે ડિઝાઈન તદ્દન અલગ છે. એટલું જ નહીં, AMCએ પેમેન્ટ પણ ચૂકવી દીધું છે અને અધિકારીઓએ કોઈ પણ સુપરવિઝન પણ કર્યું નથી.

રેલ વિકાસ નિગમે શરૂઆતમાં દેખાડા પુરતી પ્રિ-કાસ્ટની કામગીરી દેખાડી હતી. જો કે, ત્યાર બાદ તમામ કોન્ટ્રાક્ટરોએ ડિઝાઈનમાં કોઈ પણ પ્રકારની મંજૂરી વિના જ ફેરફાર કરી દીધા છે. તમામ એજન્સીઓએ RCC બોક્સ વિના જ કેનાલનું કામ કર્યું છે.

કલથિયા એન્જિનિયર એન્ડ કન્સલ્ટન્ટ લિમિટેડે કેનાલની વચ્ચેનું કામ ચાલું જ કર્યું નથી. આ કંપનીએ માત્ર દીવાલ બનાવી છે. ઈન્સ્પેક્શન અને સુપરવિઝન માટે પ્રોજેક્ટના 12.30 કરોડ રૂપિયા પણ આપવાના છે. મલ્ટીમીડિયા કંપની અને PMC કંપનીને સુપરવિઝન માટે કરોડો રૂપિયાની ફી ચૂકવીને જવાબદારી સોંપાઈ હતી. એટલું જ નહીં AMCએ પણ દેખરેખ માટે ખારીકટ કેનાલ સેલ બનાવી હતી. છતાં કોઈએ પણ સુપરવિઝન કર્યું નથી.

કોઈપણ પ્રોજેક્ટમાં ફેરફાર માટે રિવાઈઝ પ્લાન મુકવાનો નિયમ છે. પરંતુ અહીં તો નિયમો કોઈએ પાળ્યા જ નથી. પ્રિ-કાસ્ટ બોક્ટ નખાયા નથી. તેનાથી 240 કરોડનો ફાયદો કોન્ટ્રાક્ટરને થશે. ત્યારે સવાલ એ છે કે, શું આ બેદરાકારી છે કે પછી કોન્ટ્રાક્ટર સામેની મિલિભગત? કોઈ પણ દુર્ઘટના થશે, કોઈ પણ ખામી સર્જાશે તો ભવિષ્યમાં જવાબદારી કોની રહેશે? શું ખારીકટનો પ્રોજેક્ટ પણ હાટકેશ્વર બ્રિજ જેવી જ હાલત થશે?

g clip-path="url(#clip0_868_265)">