AHMEDABAD : ડોક્ટરની બેદરકારીને કારણે દર્દીનું ડાબું ફેફસું કાઢવું પડ્યું, જાણો પછી શું થયું

AHMEDABAD NEWS : પ્રથમ ઓપરેશન બાદ પણ ફેફસાની તકલીફો ઓછી થઇ હતી નહિ અને પરૂ ભરાઈ જવાના કારણે ફેફસું નબળું પડી ગયું હતું, આથી આ દર્દીએ ન છૂટકે બીજા ઓપરેશનમાં ડાબું ફેફસું કઢાવી નાખવું પડ્યું હતું.

AHMEDABAD : ડોક્ટરની બેદરકારીને કારણે દર્દીનું ડાબું ફેફસું કાઢવું પડ્યું, જાણો પછી શું થયું
Lung of a patient taken out due to negligence of doctor in Ahmedabad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 9:52 PM

AHMEDABAD : મોટા ઓપરેશન જટિલ હોય છે. આવા ઓપરેશનમાં દર્દીના પરિવારે લાખો રૂપિયા પાણીની જેમ વહાવ્યા હોય તો પણ  ડોક્ટરની એક ભૂલ કે બેદરકારીને કારણે દર્દીનો જીવ જોખમાય છે અને તેનું પરિણામ દર્દી અને તેના પરિવારે ભોગવવું પડે છે, અને ક્યારેક તો દર્દી જીવે ત્યાં સુધી યાતનાઓનો ભોગ બનતો રહે છે. અમદાવાદ શહેરમાં આવો જ એક કેસ સામે આવ્યો છે જેમાં ડોક્ટરની બેદરકારીને કારણે એક દર્દીનું ડાબું ફેફસું કાઢી નાખવું પડ્યું.

2013માં કરાવ્યું હતું પ્રથમ ઓપરેશન અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક દર્દીએ મે 2013માં ફેફસામાં પાણી ભરાઈ જવા, પડ જામી જવા અને પરૂ નીકળવાની ફરિયાદથી શ્યાલ રોડ પર આવેલા કાર્ડિયો વેસ્કયુલર ક્લિનિક ધરાવતા ડો.રાજેશ હૈદરાબાદીને ત્યાં ફેફસાનું ઓપરેશન કરાવ્યું હતું. આ ઓપરેશનમાં સારવારનો ખર્ચ રૂ.65,000 અને રિપોર્ટનો ખર્ચ રૂ.25,000 જેટલો થયો હતો. જો કે આ ઓપરેશન બાદ પણ દર્દીને તાવ અને ઉધરસ તેમજ પરુ નીકળવાની તકલીફ યથાવત રહેતા તેણે અન્ય ડોક્ટર પાસે જવાની ફરજ પડી હતી.

દર્દીનું ડાબું ફેફસું કાઢવું પડ્યું પ્રથમ ઓપરેશન બાદ પણ ફેફસાની તકલીફો ઓછી થઇ હતી નહિ અને પરૂ ભરાઈ જવાના કારણે ફેફસું નબળું પડી ગયું હતું, આથી આ દર્દીએ ન છૂટકે બીજા ઓપરેશનમાં ડાબું ફેફસું કઢાવી નાખવું પડ્યું હતું. આ ઓપરેશનમાં રૂ.1,05,000 ઓપરેશનના તેમજ રૂ.50,000 દવા અને રિપોર્ટનો ખર્ચ થયો હતો. આ કેસમાં ડો.રાજેશ હૈદરાબાદીની બેદરકારી હોવાના આક્ષેપ સાથે દર્દીએ ગ્રાહક કોર્ટમાં વળતર માટે અરજી કરી હતી. જો કે ડોક્ટર હૈદરાબાદીનો દાવો હતો કે આ ઓપરેશનમાં કોઈ બેદરાકરી દાખવવામાં આવી નથી.

ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી

ગ્રાહક કોર્ટે શું કર્યો હુકમ ? આ કેસમાં 7 વર્ષ બાદ ગ્રાહક કોર્ટે દર્દીની અરજી માન્ય રાખી દર્દી તરફી ચુકાદો આપ્યો હતો. દર્દીએ 15 લાખ વળતરની માંગ કરી હતી. ગ્રાહક કોર્ટે આ કેસમાં ડો.રાજેશ હૈદરાબાદીની બેદરાકરીની નોંધ લેતા યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની અને ડો.રાજેશ હૈદરાબાદીને હુકમ કર્યો કે દર્દીને ઓપરેશનના સારવાર અને રિપોર્ટના તમામ ખર્ચની રકમ 8 ટકા વ્યાજ સાથે 30 દિવસમાં ચુકવવી.

આ પણ વાંચો : ‘બચપન કા પ્યાર’ ફેમ સહદેવનો થયો ગંભીર અકસ્માત, માથામાં પહોંચી ઈજા, કલેક્ટર-એસપી પહોંચ્યા હોસ્પિટલ

આ પણ વાંચો : અમદાવાદમાં કોરોનાની સાથે મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો, હોસ્પિટલમાં દર્દીઓની ભીડ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">