Loksabha Election 2024 : અમદાવાદ પૂર્વની બેઠક પર કોંગ્રેસે હિંમતસિંહ પટેલને આપી ટિકિટ, અગાઉ ચૂંટણી લડવાનો કર્યો હતો ઇનકાર

|

Apr 16, 2024 | 5:03 PM

કોંગ્રેસે અગાઉ રોહન ગુપ્તાને આ બેઠક પર ટિકિટ આપી હતી. જો કે બાદમાં પિતાની માંદગીનો બહાનું આગળ કરીને રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો.પછી થોડા દિવસ પહેલા તેમને દિલ્હીમાં ભાજપનો ખેસ પહેરી લીધો છે. હવે કોંગ્રેસે અમદાવાદ પૂર્વ બેઠક પર હિંમતસિંહ પટેલને ટિકિટ આપી છે.

Loksabha Election 2024 : અમદાવાદ પૂર્વની બેઠક પર કોંગ્રેસે હિંમતસિંહ પટેલને આપી ટિકિટ, અગાઉ ચૂંટણી લડવાનો કર્યો હતો ઇનકાર
Loksabha Election 2024

Follow us on

અમદાવાદ પૂર્વ બેઠક પર અંતે કોંગ્રેસ ફરી ઉમેદવારનું નામ જાહેર કર્યુ છે. રોહન ગુપ્તાના કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસે હવે હિંમતસિંહ પટેલ પર દાવ અજમાવ્યો છે. કોંગ્રેસે અગાઉ રોહન ગુપ્તાને આ બેઠક પર ટિકિટ આપી હતી. જો કે બાદમાં પિતાની માંદગીનો બહાનું આગળ કરીને રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો.પછી થોડા દિવસ પહેલા તેમને દિલ્હીમાં ભાજપનો ખેસ પહેરી લીધો છે.

કોણ છે કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલ ?

બાપુનગરના ધારાસભ્ય તરીકે હિંમતસિંહ પટેલ પહેલા જવાબદારી નિભાવી ચુક્યા છે. હિંમતસિંહ કોંગ્રેસના કદાવર નેતાઓમાના નેતા માનવામાં આવે છે.તેઓ અમદાવાદ શહેરના મેયર પણ રહી ચૂક્યા છે.

અમદાવાદમાં જ જન્મ અને શિક્ષણ

હિંમતસિંહ પોતે અમદાવાદમાં રખિયાલમાં રહે છે. હિંમતસિંહનો જન્મ 1961ની 12મી ડિસેમ્બરના રોજ અમદાવાદમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રહલાદભાઈ છે. તેમના પત્નીનું નામ કેસંતીબેન છે.હિંમતસિંહ પટેલે SSC(ધોરણ-10) સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ વ્યવસાયે બિઝનેસમેન છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ
જાણો કોણ છે દીપ્તિ સાધવાણી જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, જુઓ ફોટો

હિંમતસિંહની રાજકીય સફર

હાલમાં હિંમતસિંહ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ છે. તેઓ ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલના વોઈસ ચેરમેન પણ રહી ચૂક્યા છે.તેમણે યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકેની પણ જવાબદારી નિભાવેલી છે. હિંમતસિંહ ચાર ટર્મ કોર્પોરેટર તરીકે અમદાવાદ મહાનગરપાલિકામાં ચૂંટાઈ આવ્યા હતા.

નાની ઉંમરથી જ હિંમતસિંહ રાજકારણમાં સક્રિય થઈ ગયા હતા. કોંગ્રેસ સાથે તેમનો જૂનો સંબંધ રહ્યો છે. હિંમતસિંહ 2014ની લોકસભા, 2017, 2022ની વિધાનસભા ચૂંટણી લડેલી છે. તેમણે ગ્રાઉન્ડ લેવલ પર લોકો માટે ઘણા સેવાકીય કામો કરેલા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે કોંગ્રેસ દ્વારા 7 કાર્યકારી પ્રમુખોને જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ પ્રમુખોમાં હિંમતસિંહને પણ સ્થાન મળ્યું હતું.

Next Article