દેશની સૌથી મોટી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો શુભારંભ, સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું વિધાર્થીઓમાં વાંચન સાથે સ્પર્ધાનો ભાવ પણ પ્રબળ બનશે

'ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (Gujarat Gyan Guru Quiz) 'નો શુભારંભ અવસરે મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, સરકારની વિવિધ યોજનાઓ અને નીતિ-નિયમો સહિત સામાન્ય જ્ઞાનથી વિદ્યાર્થીઓ-નાગરિકો અવગત થાય તે આ સ્પર્ધાનો ઉદ્દેશ છે. દરેક પ્રશ્નોના જવાબ ગુગલમાંથી જાણી લેતી આજની પેઢીને સ્મૃતિ આધારિત જવાબો આપવાની અને મનન ચિંતન કરવાની ટેવ પડશે

દેશની સૌથી મોટી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો શુભારંભ, સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું વિધાર્થીઓમાં વાંચન સાથે સ્પર્ધાનો ભાવ પણ પ્રબળ બનશે
Gujarat Gyan Guru Quiz Inaugrated CM Bhupendra Patel
TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Jul 07, 2022 | 7:21 PM

ગુજરાતના(Gujarat)મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) અમદાવાદ સાયન્સ સિટી ખાતેથી દેશની સૌથી મોટી એવી ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ’નો (Gujarat Gyan Guru Quiz) શુભારંભ કરાવ્યો હતો. આગામી 75 દિવસ દરમ્યાન તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ આ ક્વિઝ યોજાશે. જેમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકો સહિત 25 લાખથી વધુ સ્પર્ધકો ભાગ લેવાના છે.વેબસાઇટ, ઇ-પુસ્તિકા અને ઓનલાઇન કોમ્પિટિશનના માધ્યમથી આ રાજ્ય વ્યાપી સ્પર્ધાને ડિજીટલ ઓપ આપવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ આપણી ભાવી પેઢીને જાણકાર, માહિતીસભર અને જ્ઞાની બનાવી વિશ્વ સાથે સ્પર્ધા માટે તૈયાર કરવાનું દૂરંદેશી પગલું છે. ક્વિઝ સ્પર્ધાથી નગરો-મહાનગરોની શાળા અને કોલેજોમાં એક જુવાળ ઊભો થશે. વાંચનની સાથે સાથે સ્પર્ધા કરવાનો ભાવ પણ પ્રબળ બનશે તેમ તેમણે ઉમેર્યું હતું.

‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ’નો શુભારંભ અવસરે મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, સરકારની વિવિધ યોજનાઓ અને નીતિ-નિયમો સહિત સામાન્ય જ્ઞાનથી વિદ્યાર્થીઓ-નાગરિકો અવગત થાય તે આ સ્પર્ધાનો ઉદ્દેશ છે. દરેક પ્રશ્નોના જવાબ ગુગલમાંથી જાણી લેતી આજની પેઢીને સ્મૃતિ આધારિત જવાબો આપવાની અને મનન ચિંતન કરવાની ટેવ પડશે એમ તેમણે ઉમેર્યુ હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતનો એજ્યુકેશન સેક્ટરનો ગ્રોથ આભને આંબ્યો છે. શિક્ષણ સહિતના ક્ષેત્રે અવનવા બદલાવ આવી રહ્યા છે, નવી પહેલ થઇ રહી છે ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ’ રાજ્યની બાળ અને યુવા પેઢીને ગુજરાતની સર્વગ્રાહી વિકાસ યાત્રામાં સહભાગી બનાવશે.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલા વાંચે ગુજરાત અભિયાનની ફળશ્રૃતિનો ઉલ્લેખ કરીને કહ્યું કે, વિકાસના આધારસમી આપણી ભાવી પેઢીને ખિલવાના અને વિશ્વ સાથે બરોબરી કરવાના અવસરો વડાપ્રધાનએ આપ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ સરકારની વિવિધ યોજનાઓનું સેચ્યુરેશન -100 ટકા લાભાર્થી ક્વરેજ સિદ્ધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ ક્વિઝથી યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચશે એમ તેમણે ઉમેર્યું હતું.રાજ્ય સરકારની દરેક યોજનાઓ સામાન્યમાં સામાન્ય માનવીને કેનદ્રમાં રાખીને તૈયાર કરવામાં આવી છે અને છેવાડાના માનવી સુધી આ યોજનાઓ પહોંચે એવી તમામ પ્રકારની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, એમાં આ ક્વિઝ એક અગત્યનો ભાગ ભજવશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, દેશની સૌથી મોટી અને રાજ્યની પહેલી ક્વિઝનો આજથી મુખ્યમંત્રીશ્રીએ પ્રારંભ કરાવ્યો છે. 25 લાખથી વિદ્યાર્થીઓ આ ક્વિઝમાં ભાગ લેવાના છે. રાજ્યના વિદ્યાર્થીઓના જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય તેવો આશય આ ક્વિઝ યોજવા પાછળનો છે.શિક્ષણ સમાજ વ્યવસ્થાઓનું મોટું રોકાણ છે એમ મનાય છે ત્યારે રાજ્યના શિક્ષણ ક્ષેત્રે વિકાસના અનેક આયામો હાથ ધરાયા છે. રાજ્યના વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. વિજ્ઞાનની જાણકારી વધારતા સાયન્સ સિટીની છેલ્લા 8 મહિનામાં 8 લાખ લાકોએ મુલાકાત લીધી છે એમ તેમણે ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ મેગા ક્વિઝ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્વિઝ કોમ્પીટીશનમાં રાજ્યના ધોરણ 9 થી 12 અને કોલેજ, યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે.તાલુકા, જિલ્લા તેમજ રાજય કક્ષા એમ તમામ સ્તરે વિજેતા થતા ઉમેદાવારોને આકર્ષક ઇનામો અને તમામ સ્પર્ધકોને ગુજરાત સરકાર સ્તરે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે આ ક્વિઝ દરરોજ યોજાશે અને 15 અઠવાડિયા સુધી સતત ચાલશે.આ ક્વિઝમાં વિદ્યાર્થીઓ ઉપરાંત રાજ્યના અભ્યાસ ન કરતા હોય તેવા સામાન્ય નાગરીકો પણ ભાગ લઈ શકશે જેને અલગ સ્વરૂપે પ્રોત્સાહિત કરવામાં આવશે.

ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’માં અંદાજે 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે તે મુજબનું આયોજન પણ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા – નગરપાલિકા/વોર્ડ કક્ષાએ, દ્વિતીય તબક્કામાં જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાએ તેમજ ત્રીજા અને અંતિમ તબક્કામાં ઓફલાઈન ક્વિઝ રાજ્ય કક્ષાએ યોજવામાં આવશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati