AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : જુહાપુરામાં એક જ કિલોમીટરમાં મસ મોટા ચાર ભૂવા પડ્યા, સ્થાનિકોમાં ભયનો માહોલ

છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદમાં શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસુ હોય કોઈપણ સિઝનમાં ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં ભૂવાઓ પડી રહ્યા છે. ભૂવાને કારણે ક્યાંક લોકોને ઈજા પહોંચી છે તો કેટલાક સ્થળે વાહનો પણ ગરકાવ થયા છે. તો કેટલાકના જીવ જતા જતા પણ રહી ગયા છે.

Ahmedabad : જુહાપુરામાં એક જ કિલોમીટરમાં મસ મોટા ચાર ભૂવા પડ્યા, સ્થાનિકોમાં ભયનો માહોલ
Darshal Raval
| Edited By: | Updated on: Jul 05, 2023 | 1:35 PM
Share

Ahmedabad : અમદાવાદના જુહાપુરામાં ફતેવાડી વિસ્તારમાં એક જ કિલોમીટરની અંદર ચાર મોટા ભૂવા (Sinkhole) પડ્યા છે. કોર્પોરેશન દ્વારા ભૂવા પડવાના સ્થળ પર લોકોને સાવચેત રહેવા સૂચન કરતા બોર્ડ લગાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે ભૂવા ચોમાસામાં પડતા હોય છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદમાં શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસુ હોય કોઈપણ સિઝનમાં ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં ભૂવાઓ પડી રહ્યા છે.

આ પણ વાંચો- Ahmedabad : એક મહિનામાં વિવિધ વિસ્તારોમાં 43 ભૂવા પડવાની ઘટના, શહેરના 19 માર્ગ બંધ કરાયા, જૂઓ Video

ભૂવાને કારણે ક્યાંક લોકોને ઈજા પહોંચી છે તો કેટલાક સ્થળે વાહનો પણ ગરકાવ થયા છે. તો કેટલાકના જીવ જતા જતા પણ રહી ગયા છે. જે ઘટનાઓને લઈને અમદાવાદવાસીઓમાં ભયનો માહોલ ઉભો થયો છે.

જુહાપુરા વિસ્તાર હાલ ભૂવાપુરા બન્યો છે. જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં એક જ કિલોમીટરની અંદર ચાર મોટા ભૂવા પડ્યા છે. વારંવારના ભૂવા પડવાના કારણે સ્થાનિકોમાં ભય ફેલાયો છે. જેથી સ્થાનિકોએ કોર્પોરેશન પાસે યોગ્ય વ્યવસ્થા કરવા અને નવી લાઈન નાખવા માગ કરી છે.

ક્યાં ક્યાં પડ્યા ભૂવા ?

જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં એક ભુવો સવેરા ટી સ્ટોલ સર્કલ તરીકે ઓળખાતા સર્કલ પર બે દિવસ પહેલા ભૂવો પડ્યો કે જેમાં ટ્રક ભસાઈ હતી. તો તેના બીજા દિવસે એક કિલોમીટરની અંદર મહોમદી પાર્ક ગેટ નંબર 1 પાસે સોસાયટીની બહાર જ ભૂવો પડ્યો. તો 26 જૂનના રોજ સોનાપાર્ક ગેટ બે પાસે કે જે મો મીન્હાઝ પાર્ક સામે આવેલ છે તે સોના પાર્ક ગેટ- 2 સોસાયટીના ગેટ પાસે ભૂવો પડ્યો. તો 26 મેના રોજ મો મીન્હાઝ પાર્ક સામે ભૂવો પડ્યો કે જેમાં કાર ગરકાવ થઈ હતી. મો મીન્હાઝ પાર્ક સામે પડેલા બંને ભૂવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

ભૂવા પડતા લોકોને હાલાકી

ભૂવા પડેલા સ્થળ પર કોર્પોરેશન દ્વારા કામ શરૂ કરાયું છે પરંતુ એક ભૂવાના જગ્યા ઉપર મહિનાઓ સુધી કામ ચાલતું હોય છે અને તેમાં પણ એક કિલોમીટરની અંદર ચાર ભૂવા પડ્યા છે. જ્યાં કામ ક્યારે પૂર્ણ થશે તેનો કોઈ અંદાજ નથી. જેના કારણે ભૂવાના આસપાસના સ્થળના વેપારીઓના ધંધા પણ ક્યાંક ભાંગી પડ્યા છે. તો ભૂવા પડતા નીચે પસાર થતી લાઈનમાંથી દુર્ગંધ મારવાના કારણે પણ સ્થાનિકોને તકલીફ પડી રહી છે. તો તે વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવા અને ટ્રાફિકની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે. જુહાપુરાના ફતેવાડી વિસ્તાર સિવાય તે જ વિસ્તાર પાસે આવેલા મકરબા વિસ્તારમાં ટોરેન્ટ સ્ટેશન પાસે પણ એક મોટો ભૂવો પડ્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">