Ahmedabad: ED અને ઇન્કમટેક્સના અધિકારીની ખોટી ઓળખ આપી લાખો રૂપિયાની ઠગાઇ, સાયબર ક્રાઇમ બ્રાંચે આરોપીને ઝડપી લીધો

ED અને ઇન્કમટેક્સના (Income Tax) અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઇ કરતી ગેંગનો એક આરોપી ઝડપાઇ ગયો છે. જે નોકરી આપવાના બહાને કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન (Money transaction) બતાવી ઇડી અને ઇન્કમટેક્સ રેડની ધમકી આપી પૈસા પડાવતો હતો.

Ahmedabad: ED અને ઇન્કમટેક્સના અધિકારીની ખોટી ઓળખ આપી લાખો રૂપિયાની ઠગાઇ, સાયબર ક્રાઇમ બ્રાંચે આરોપીને ઝડપી લીધો
ED અને ઇન્કમટેક્સના અધિકારીની ખોટી ઓળખ આપી લાખો રૂપિયાની ઠગાઇ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Sep 19, 2022 | 5:28 PM

આરોપીઓ હવે રૂપિયા પડાવવા નવા નવા આઇડિયા અપનાવી રહ્યા છે. ED અને ઇન્કમટેક્સના (Income Tax) અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઇ કરતી ગેંગનો એક આરોપી ઝડપાઇ ગયો છે. જે નોકરી આપવાના બહાને કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન (Money transaction) બતાવી ઇડી અને ઇન્કમટેક્સ રેડની ધમકી આપી પૈસા પડાવતો હતો. સમગ્ર રેકેટ દિલ્હીથી (Delhi) ચાલતુ હતું. આ એક નવી મોડ્સ ઓપરેન્ડીથી ઠગાઇનો ખેલ શરૂ થયો છે. સાઇબર ક્રાઇમ બ્રાંચે પકડાયેલા આરોપીની પુછપરછ શરુ કરી છે. જેમાં મોટા ખુલાસા થવાની સંભાવના છે.

નોકરી આપવાના બહાને ઠગાઇ

એક મહિલાને નોકરી ડોટ કોમ વેબસાઈટ પર ઓનલાઇન જોબ માટે એપ્લાય કરવું ભારે પડ્યું છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો સેટેલાઇટમાં રહેતા 45 વર્ષીય દિવ્યાંગ દીપાલીબેન શાહે જોબ માટે નોકરી ડોટ કોમમાં ઓનલાઇન એપ્લાય કર્યું હતું. એપ્રિલ 2022માં અમદાવાદમાં રહેતા દીપાલીબેન રાજીવ નામના શખ્સ ફોન આવ્યો હતો, જેણે કહ્યું કે નોકરીની જરૂર હોય તો તમારે પૈસા ભરવા પડશે. તેમ કહેતાં દીપાલીબેન ના પાડી હતી, જેથી રાજીવ નામના શખ્સે કહ્યું કે, તમારી જોબ માટે અમારી કંપની પૈસા ભરી દેશે. નોકરીઓ ઓર્ડર આવે ત્યારે તમે આપી દેજો. જેથી તેમને હા પાડી દીધી.

ઇન્કમટેક્સ અધિકારીની ઓળખ આપીને પડાવ્યા લાખો

થોડા સમય બાદ દીપાલીબેન પર એક ફોન આવ્યો અને ઇન્કમટેક્સ અધિકારીની ઓળખ આપીને કહ્યું કે, તમારા નામથી કોઈ કંપનીએ 4.30 કરોડનો ચેક તથા 1.80 લાખનો ચેક આપેલો છે જે આતંકવાદીઓના ખાતામાંથી આવેલો હોવાથી તમારી પૂછપરછ માટે દિલ્હી આવું પડશે અને જો હાજર નહિ થાવ તો તમારી ધરપકડ થશે. આમ કરી મહિલાને ડરાવીને આ કેસમાં લાખો રૂપિયા મગાવ્યા હતા. જે પછી દિવ્ચાંગ મહિલાએ હાલમાં જ વેચાયેલા એક મકાન અને પતિના મોત બાદ મળેલા રૂપિયા એકત્ર કરીને 89 લાખ રૂપિયા આ ગેંગને આપ્યા હતા. જે પછી દિલ્હીની ગેંગના એક સાગરીતની સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આરોપીની મુંબઇથી ધરપકડ

સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં રહેલ પ્રીતેશ ઉર્ફે લાલુ મિસ્ત્રીની મુંબઈથી ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીએ ભોગ બનાર મહિલાને કેસમાં બહાર કાઢવા વિશ્વાસ અપાવી પોતે વચેટીયો બન્યો હતો. કારણકે કોઈને શંકા ન જાય તે માટે ગુજરાતી યુવક જ ભોગ બનાર મહિલા સાથે વાતચીત કરતો હતો. જેથી આરોપી પ્રીતેશે ઠગાઇના પૈસાના પોતાના ખાતામાં ટ્રાન્ઝેક્શન કરાવ્યા હતા જેના બદલે 5 લાખ રૂપિયા મળ્યા હતા. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે આ ગેંગનો મુખ્ય આરોપી અને આરોપી પ્રીતેશ મુંબઈની એક જ ચાલીમાં સાથે રહેતા હતા.

પકડાયેલ આરોપી પ્રીતેશ મિસ્ત્રીના 3 મોબાઇલ ફોન કબ્જે લીધા છે, જેની પૂછપરછ સામે આવ્યું કે નોકરીના નામે ઇડી અને ઇન્કમટેક્સ અધિકારીની ખોટી ઓળખ આપી દિલ્હીની ગેંગ દ્વારા ઠગાઇનું નેટવર્ક ચલાવામાં આવે છે. જેમાં અનેક લોકો ભોગ બન્યા છે પણ સાયબર ક્રાઇમ દ્વારા મુખ્ય આરોપી પકડવા તજવીજ હાથ ધરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">