રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ ન કરાતા રાજપૂત સમાજ હવે આરપારની લડાઈ લડવાના મૂડમાં છે. આજે ગોતા ખાતે મળેલી ક્ષત્રિય કોર કમિટીની બેઠકમાં કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી છે. જેમા આવતીકાલથી ક્ષત્રિય સમાજ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરશે. કાલથી જ ક્ષત્રિય સમાજની બહેનો એક સપ્તાહ સુધી પ્રતિક ઉપવાસ કરશે. દરરોજ એક જિલ્લામાં પ્રતિક ઉપવાસ કરવામાં આવશે. રાજ્યના 5 ઝોનમાં 5 ધર્મરથ કાઢવામાં આવશે.
આ ઉપરાંત રાજ્યના ગૃહવિભાગ દ્વારા કાળા વાવટા ન ફરકાવવા મુદ્દે ચૂંટણીલક્ષી જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ છે. જેમા કાળા વાવટા નહી ફરકાવવાનો વિશેષ ઉલ્લેખ કરાયો છે. આ પ્રકારના જાહેરનામા દ્વારા સત્તાવાર રીતે બહાર પાડીને ક્ષત્રિય આંદોલનને અટકાવવા માટે પોલીસને કામગીરી સોંપવામાં આવી છે તેની સામે પણ
ક્ષત્રિય સમાજ PIL કરશે.
દરેક જિલ્લામાં ક્ષત્રિય સમાજના પ્રવક્તાની નિયુક્તિ કરવામાં આવશે. રાજકોટમાં કાલે ક્ષત્રિય સમાજના આગેવાનો પહોંચશે. વિરોધ માટે પણ યુવાનોની કમિટી બનાવવામાં આવશે. ક્ષત્રિય સમાજનં નવુ સૂત્ર મત એ જ શસ્ત્ર રહેશે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપને હરાવવા ક્ષત્રિય સમાજે બાંયો ચડાવી છે, જેમા રાજકોટ બેઠકથી રૂપાલાને હરાવીને જ રહીશુ તેવી ચીમકી ઉચ્ચારી છે. ક્ષત્રિય સમાજે જણાવ્યુ છે કે ક્ષત્રિયોની જરૂર ન હોય તો ક્ષત્રિયોને પણ ભાજપની જરૂર નથી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:37 pm, Fri, 19 April 24