Ahmedabad: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખારીકટ કેનાલનું 1200 કરોડના ખર્ચે નવીનિકરણ કરાશે

અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા નરોડા સ્મશાન ગૃહથી વિંઝોલ વહેળા સુધીની આશરે 12790 મીટર લાંબી કેનાલનો વિકાસ કરી ડ્રેનેજનાં પાણીનાં નિકાલ માટે પાઇપ લાઇન નાંખવા તેમજ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધારવા કેનાલ ઉપર રોડ અને સ્ટ્રીટ લાઇટનું કામ કરાશે.

Ahmedabad: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખારીકટ કેનાલનું 1200 કરોડના ખર્ચે નવીનિકરણ કરાશે
Kharikat Canal
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 17, 2022 | 5:01 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) ની હદમાં આવેલ દક્ષિણ – પૂર્વ તેમજ ઉત્તરઝોનનાં વિસ્તારોને સાંકળતી ખારીકટ કેનાલ પસાર થાય છે. ખારીકટ કેનાલ (Kharikat Canal) નો 110 વર્ષ પહેલાં પૂર્વ અમદાવાદ (Ahmedabad) ના વરસાદી વહેળાનો ઉપયોગ કરી દક્ષિણ અમદાવાદના ખેતી વિસ્તારોમાં સિંચાઈ માટે 22 કી.મી. ની લંબાઈમાં બનાવેલ હતી. જેનાથી શરૂઆતમાં 10,000 હેક્ટરમાં સિંચાઇ માટે પાણી પુરુ પાડવામાં આવતુ હતુ. જે કેનાલ અમદાવાદ – વડોદરા એમ્પ્રેસ-વે થી બે બ્રાન્ચમાં વહેંચાય છે. એક બ્રાન્ચ એકસ્પ્રેસ-વે થી જશોદાનગર, ખોખરા, ઘોડાસર થઇ મણીનગરના દક્ષિણ ભાગમાંથી ચંડોળા તળાવ ભરવા માટે તેમજ દસ્ક્રોઇના જેતલપુર, લાંભા, બારેજા વિસ્તારોને સિંચાઇનું પાણી આપવા માટે પસાર થાય છે. જ્યારે અન્ય બ્રાન્ચ વિઝોલ એસ્કેપથી શરૂ થઇ વટવા જી.આઇ.ડી.સી. અને રામોલ, વિંઝોલમાંથી પસાર થાય છે. જેમાં ફક્ત વરસાદી પાણીનો નિકાલ કરવા માટે જ ઉપયોગ થાય છે જે વિંઝોલ વહેળા તરીકે ઓળખાય છે, અને તે હાથીજણ નજીક ખારી નદીને મળે છે.

ત્યારે અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા નરોડા સ્મશાન ગૃહથી વિંઝોલ વહેળા સુધીની આશરે 12790 મીટર લાંબી કેનાલનો વિકાસ કરી પ્રિકાસ્ટ આર.સી.સી.બોક્ષ (2 નંગ 2.60 મી. X 2.60 મી ) કેનાલ અને સ્ટ્રોમ વોટર બોક્ષ (2 નંગ6.00 મી. X 3.30 મી ) તેમજ ડ્રેનેજનાં પાણીનાં નિકાલ માટે પાઇપ લાઇન નાંખવા તેમજ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધારવા કેનાલ ઉપર રોડ અને સ્ટ્રીટ લાઇટ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.

સુચિત ડેવલોપમેન્ટને કારણે શહેરીજનોની નીચે મુજબની સુવિધામાં વધારો કરી શકાશે.

  1. કેનાલની જગ્યાએ શહેરને ખાસ જરૂરી એવી અન્ડરગ્રાઉન્ડ સ્ટોર્મ વોટર લાઇનની તેમજ ડ્રેનેજ લાઇનની કનેક્ટીવીટી કરી શકાય તેમ છે તેમજ કેનાલની આજુબાજુ ની જમીનને લેવલે લાવી રોડ નેટવર્ક પણ ઉભું કરી શકાશે.
  2. કેનાલની આજુબાજુ ની સોસાયટીઓ કેનાલથી નિચાણમાં હોવાથી નીચાણવાળી સોસાયટીમાં ભરાતા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ કરી શકાશે.
  3. આ પણ વાંચો

  4. કેનાલ નરોડા, નોબલનગર, ઓઢવ, નિકોલ, ક્રિશ્નાનગર, ઠક્કરબાપાનગર, વિરાટનગર, અમૃદાનગર, ઇન્દ્રપુરી જેવા વોર્ડમાંથી પસાર થાય છે. જેથી વોર્ડમાં કેનાલની આસપાસ ની સોસાયટીઓ નીચાણમાં હોવાથી હયાત ડ્રેનેજ લાઇન નાં લેવલ ની સાપેક્ષમાં જોડાણ કરી શકાતુ નથી જેથી ડ્રેનેજ ઓવરફ્લો ની સમસ્યા વધુ રહે છે. જેનો મહદ્ અંશે નિકાલ કરી શકાશે.
  5. સુચિત દરખાસ્તને કારણે કેનાલની મોટી જગ્યાનો ઉપયોગ સીવેજ લાઇન, સ્ટોમ વોટર લાઇન અને રોડ નેટવર્ક નાંખી કેનાલની આજુબાજુના રહેણાંકોને નડતા સીવેજો ઉભરાવાના, કેનાલમાં થતી ગંદકીના તેમજ વરસાદી પાણીના નિકાલમાં થતાં વિલંબના પ્રશ્નો હલ કરી શકાશે તથા સદર ગીચ વિસ્તારમાં રોડ નેટવર્ક ઉભું કરી શકાશે. જેનાથી સમગ્ર પૂર્વ અમદાવાદના વિકાસને નવા શિખરે લઇ જઇ શકાશે. રોડ બનાવવાથી કેનાલની બંને બાજુની ટ્રાન્સપોર્ટ કનેક્ટીવીટી વધશે.

ખારીકટ કેનાલ નવીનીકરણ નીચે મુજબનાં મુખ્ય ભાગોમાં કરવામાં આવશે.

  1. સિંચાઇ માટે પ્રીકાસ્ટ આર.સી.સી. બોદની કેનાલ, વરસાદી પાણીનાં વહન માટે આર.સી.સી.સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બોક્ષ અને રોડ બનાવવાનું કામ : ગુજરાત સરકારનાં સિંચાઇ વિભાગનાં માપદંડ મુજબ ૭૩.૬૩ ક્યુબીક મીટર પ્રતિ સેકન્ડ પાણી વહન કરી શકે તેવી નરોડા સ્મશાનથી વિંઝોલ સુધીની પ્રિકાસ્ટ આર.સી.સી.બોક્ષ ની કેનાલ અને કેનાલના બંને બાજુ આર.સી.સી. સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બોક્ષ નાંખવામાં આવશે.
  2. સ્ટ્રીટ લાઇટ નાખવાનું કામ : રાત્રી દરમીયાન જરુરી પ્રકાશ મળી રહે તેવી રીતે કેનાલનાં રસ્તા પર સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવશે.
  3. પાણીની લાઇન નાંખવાનું કામઃ કેનાલને બંને કાંઠે જરુરીયાત મુજબની પાણીની પાઇપ લાઇન નાંખવામાં આવશે.
  4. ડ્રેનેજ લાઇન નાંખવાનું કામઃ કેનાલને બંને કાંઠે જરુરીયાત મુજબની વહન ક્ષમતાવાળી ડ્રેનેજની લાઇન નાંખવામાં આવશે.
  5. વરસાદી પાણીનાં વહન માટે સ્ટ્રોમ વોટર ની તથા યુટીલીટી ક્રોસીંગ પાઈપ એક્ષટેન્સન કરવામાં આવશે
  6. મેઘા લાઇનનું શીફટીંગ કરવાનું કામઃ કેનાલની અંદર આવતી મેઘા લાઇનને શીફટીંગ કરી પાઇપ લાઇન નાખવામાં આવશે.
  7. હયાત યુટીલીટી શીફટીંગ કરવામાં આવશે.
  8. રોડ બનાવવાનું કામઃ કેનાલની બંને બાજુની ટ્રાન્સપોર્ટ કનેક્ટીવીટી વધારવા કેનાલની ઉપર ૩૦ મીટરનો ડામર રોડ બનાવવામાં આવશે જેથી કેનાલની આજુબાજુમાં રહેતાં રહેવાસીઓને રોડની સુવિધા મળશે અને મુખ્ય રોડ ઉપર ટ્રાફીકનું ભારણ ઘટશે.

બાંધકામની પધ્ધતી :

  1. હાલની ખારીકટ કેનાલનો ઉપયોગ ખરીફ અને રવિ પાક માટે થાય છે. તેથી કેનાલને બંધ કરવાનો સમયગાળો ૩ (ત્રણ) માસ જેટલો મળશે. સદર કામગીરી કરવા માટે લાંબો સમયગાળો જરુરી છે આથી તબક્કાવાર કામગીરી કરવામાં આવશે.
  2. જી.આઇ.ડી.સી. મેગા લાઇન જેવી લાઇનોનું શીફટીંગ પ્રથમ કરવામાં આવશે.
  3. ડાઉન સ્ટ્રીમથી અપ સ્ટ્રીમ તરફ કેનાલ વિભાગ અને વરસાદી પાણીનું કામ કરવા માટે જેમજેમ કામ કરવાનો સમયગાળો ઉપલબ્ધ થશે. તેમતેમ કરવામાં આવશે.
  4. કેનાલ વિભાગ અને વરસાદી પાણીનું કામ પૂર્ણ થયાબાદ બીજી યુટીલીટી અને રોડની કામગીરી તથા સ્ટ્રીટ લાઇટ નાખવાનું કામ પૂર્ણ કરવામાં આવશે.

પાંચ પેકેજમાં વિભાજત કરી ટેન્ડર બનાવવામાં આવેલ છે જે નીચે મુજબ છે.

  1. પેકેજ-૧, ખારીક્ટ કેનાલ ડેવલોપમેન્ટ, નરોડા સ્મશાન ગૃહ થી(ચેઇનેજ ૦ – ચેઇનેજ ૨૫૦૦) ૨કમ રૂા. ૨૩પ કરોડ
  2. પેકેજ-૨, ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટ (ચેઇનેજ ૨૫૦૦ – ચેઈનેજ ૫૦૦૦) રકમ રૂા. ૨૩૦ કરોડ –
  3. પેકેજ૩, ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટ (ચેઇનેજ ૫૦૦૦- ચેઇનેજ ૭૬૦૦) ૨કમ રૂા.૨૪૧ કરોડ
  4. પેકેજ-૪, ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટ (ચેઇનેજ ૭૬૦૦ – ચેઇનેજ ૧૦૦૫૦) રકમ રૂા. ૨૩૨ કરોડ
  5. પેકેજ-૫, ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટ (ચેઇનેજ ૧૦૦૫૦ – ચેઇનેજ ૧૨૭૫૦) ૨કમ રૂા.૨૫૪ કરોડ

ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટ માટે અંદાજીત ખર્ચ ૧૨૦૦ કરોડ આંકવામાં આવેલ છે. અને અને તે ખર્ચનાં ૫૦% પૈકી રૂા.૬૦૦ કરોડ ગુજરાત સરકારના સિંચાઈ ખાતા દ્વારા ફાળવવાની થાય છે. બાકી રહેતી રૂા.૬૦૦ કરોડ ની રકમ અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા કરવાની થાય છે. જે વર્લ્ડબેંકની ગ્રાંટમાંથી કે અન્ય ગ્રાન્ટમાંથી કરવાની થશે. અને આમ ખારીકટ કેનાલનો વિકાસ થશે. અને તે વિકાસ થયા બાદ ખારીકટ કેનાલના રંગરૂપ બદલાઈ જશે. તેમજ કેનાલ પાસેના રહીશોને વધમાં વધુ સુવિધાઓ પણ મળી રહેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">