અમદાવાદમાં જગન્નાથ મંદિરને કરાશે રિડેવલપ, 50 હજાર લોકો એકસાથે કરી શકશે દર્શન

જગન્નાથ મંદિરને રિડેવલપ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે માહિતી આપતા જણાવ્યું હતું કે ગર્ભગૃહ તેમજ મંદિર પરિસરનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે.

અમદાવાદમાં જગન્નાથ મંદિરને કરાશે રિડેવલપ, 50 હજાર લોકો એકસાથે કરી શકશે દર્શન
Jagannath temple Ahmedabad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2023 | 1:47 PM

Ahmedabad: અમદાવાદમાં (Ahmedabad) અષાઢી બીજે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થયા બાદ હવે જગન્નાથ મંદિરને રિડેવલપ (redevelop) કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે માહિતી આપતા જણાવ્યું હતું કે ગર્ભગૃહ તેમજ મંદિર પરિસરનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે.

આ તકે નિવેદન આપતાં મહંતે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં લોકો સહિત મીડિયાનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે 146મી રથયાત્રા પૂર્ણ થયા બાદ રીડેવલપમેન્ટનો મુદ્દો આગળ વધારવામાં આવ્યો છે.

આ પણ વાંચો Gujarati Video : દરિયાપુરમાં રથયાત્રામાં દુર્ઘટના બાદ કોર્પોરેશન તંત્ર સફાળું જાગ્યું, ભયજનક બાલકની તોડી પડાઈ

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જગન્નાથ મંદિરના રીડેવલપમેન્ટને લઈને રાજ્ય સરકાર અને AMC સાથે મિટિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. લોકોની લાગણી અને ભાવ જોઈ મંદિરનું રીડેવલપમેન્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. નવા પ્લાનમાં બે માળની પાર્કિંગ વ્યવસ્થા રહેશે. આ ઉપરાંત અન્ય સ્થળે પણ પાર્કિંગ સહિતની બાબતોનું ધ્યાન રખાશે. જેના માટે એક સર્વે ટીમ દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો છે.

50 હજાર ભક્તો એકસાથે દર્શન કરી શકે તેવું મંદિર બનાવાશે

મંદિરના રીડેવલપમેન્ટને લઈને થોડા સમય બાદ ફરીથી સર્વે કરવામાં આવશે. જે બાદ રિડવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવશે. રથયાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં લોકો દર્શન માટે આવતા હોય છે. તો સામાન્ય દિવસોમાં પણ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે. જેને ધ્યાને રાખીને એક સાથે 50 હજાર લોકો દર્શન કરી શકે તેવું મંદિર બનાવવામાં આવશે.

સાધુ સંતોને રહેવાની વ્યવસ્થા ઉભી કરાશે

નવા રીડેવલપમેન્ટ પ્લાન મુજબ બહારથી આવતા સાધુ સંતોને રહેવા માટે નવા સંત નિવાસનું નિર્માણ કરવામાં આવશે. તેમજ હાથીઓને રાખવા માટેનું નવું હાથીખાનું પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત જ્યારથી રથયાત્રા શરૂ થઈ ત્યારના જુના રથ સહિત રથયાત્રાના ઇતિહાસને દર્શાવતું એક મ્યુઝિયમ પણ બનાવામાં આવશે.

4 વર્ષમાં મંદિરને વિકસાવવાનું આયોજન

જગન્નાથ મંદિરના રીડેવલપમેન્ટને લઈને મંદિર પરિસરમાં રહેલ પરિસર, ગૌશાળા, ભોજનાલય અને રસોડા સહિતના બાંધકામ તોડી પાડવામાં આવશે. આ ઉપરાંત મંદિર આસપાસના કેટલાક રહેણાંક અને કોમર્શિયલ એકમ હટાવી તેમને અન્ય જગ્યા ફાળવી ત્યાં પણ ડેવલપમેન્ટ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ 4 વર્ષમાં પૂર્ણ કરી મંદિરને રિડવલેપ કરવાનું આયોજન છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">