Gujarati Video : દરિયાપુરમાં રથયાત્રામાં દુર્ઘટના બાદ કોર્પોરેશન તંત્ર સફાળું જાગ્યું, ભયજનક બાલકની તોડી પડાઈ
મેયર કિરીટ પરમારે તો આખીય ઘટનાને આકસ્મિક ગણાવી દોષનો ટોપલો લોકો પર જ ઢોળી દીધો છે. નોટિસ આપ્યા બાદ જર્જરિત બાંધકામ મકાન માલિક કે પછી કોર્પોરેશન ઉતારશે તેની કોઈ સ્પષ્ટતા કરવાને બદલે પોતાની દલીલોમાં શાસકો અને અધિકારીઓ વ્યસ્ત છે.
Ahmedabad: અમદાવાદમાં મંગળવારે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા(Rathyatra)નીકળી એ દરમિયાન દરિયાપુર પાસે એક મકાનની ગેલેરીનો ભાગ તૂટી પડતાં લોકો ઘાયલ થયા અને એક વ્યક્તિએ તો જીવ પણ ગુમાવ્યો. જો કે દુર્ઘટના બાદ કોર્પોરેશન(AMC)તંત્ર સફાળું જાગ્યું હતું અને આજે જર્જરિત મકાનની બાલકનીને તોડી પાડી હતી. તેમજ તેની સાથે તેની બાજુના મકાનની ભયજનક બાલકની પણ તોડી પાડવામાં આવી હતી.
જો કે આ દરમ્યાન એસ્ટેટ વિભાગની દલીલ છે કે અગાઉ મકાન માલિકને નોટિસ અપાઈ હતી, પરંતુ મકાન પર લગાવાયેલી નોટિસ લોકોએ કાઢી નાખી છે..અધિકારીઓનું કહેવું છે કે મકાનની આસપાસ 90થી વધુ મકાન માલિકોને નોટિસ આપી હતી.
આ તરફ મેયર કિરીટ પરમારે તો આખીય ઘટનાને આકસ્મિક ગણાવી દોષનો ટોપલો લોકો પર જ ઢોળી દીધો છે. નોટિસ આપ્યા બાદ જર્જરિત બાંધકામ મકાન માલિક કે પછી કોર્પોરેશન ઉતારશે તેની કોઈ સ્પષ્ટતા કરવાને બદલે પોતાની દલીલોમાં શાસકો અને અધિકારીઓ વ્યસ્ત છે.એસ્ટેટ વિભાગની દલીલ છે કે અગાઉ મકાન માલિકને નોટિસ અપાઈ હતી, પરંતુ મકાન પર લગાવાયેલી નોટિસ લોકોએ કાઢી નાખી છે.
આ અધિકારીઓનું કહેવું છે કે મકાનની આસપાસ 90થી વધુ મકાન માલિકોને નોટિસ આપી હતી.આ તરફ મેયર કિરીટ પરમારે તો આખીય ઘટનાને આકસ્મિક ગણાવી દોષનો ટોપલો લોકો પર જ ઢોળી દીધો.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો