હૃદયમાં મેલોડી વાલ્વ એ નેટિવ આરવીઓટી મુકવાની ભારતની પ્રથમ સર્જરી અમદાવાદમાં કરવામાં આવી

Ahmedabad: 44 વર્ષીય દર્દીના હૃદયમાં મેલોડી વાલ્વ એ નેટિવ આરવીઓટી મુકવાની ભારતની પ્રથમ સર્જરી કરવામાં આવી છે. મેનમેડ ટેક્નિકથી એનિમલ ટીસ્યુ ઉપર એન્જીનીયરીંગ કરીને વાલ્વ બનાવવામાં આવે એ વાલ્વ મેલોડી વાલ્વ કહેવામાં આવે છે. મેલોડી વાલ્વ પલ્મોનરી પોઝિશનમાં ટ્રાન્સ-કેથેટર ટેક્નિકથી મુકવામાં આવે તેવી આ ગુજરાતની પ્રથમ ઘટના છે. 

હૃદયમાં મેલોડી વાલ્વ એ નેટિવ આરવીઓટી મુકવાની ભારતની પ્રથમ સર્જરી અમદાવાદમાં કરવામાં આવી
ગુજરાતમાં સૌપ્રથમવાર થઈ હ્રદયની વિશેષ પ્રકારની સર્જરી
| Edited By: | Updated on: Jan 30, 2023 | 10:07 PM

નારાયણા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદ ખાતે કેથલેબની ટીમ ના ડૉ.વિશાલ ચાંગેલા, ડૉ.અતુલ મસલેકર, ડૉ.હેતલ શાહ, ડૉ.માનિક ચોપરા, ડૉ.વ્યોમ મોરી, ડો. સુમિત ધીર અને સમગ્ર કૅથ ટીમ દ્વારા 44 વર્ષીય દર્દી ના હૃદયમાં મેલોડી વાલ્વએ નેટિવ આરવીઓટી મુકવાની ભારતની પ્રથમ સર્જરી કરવામાં આવી જે અમદાવાદ માટે ઘણી ગર્વની વાત છે.

યુનિક કેસ વિશે માહિતી આપતા કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજી ડૉ.વિશાલ ચાંગેલા (ટીમ ના મુખ્ય ડોક્ટર) એ જણાવ્યું કે  “અલ્પેશભાઈ પટેલ 44 વર્ષીય વ્યક્તિ એ જ્યારે 8 વર્ષ ના હતા, ત્યારે તેમને ટેટ્રાલોજી ઓફ ફેલોટ(ટીઓએફ) નામની બીમારી હતી. જેમાં હૃદયમાં કાણું (વીએસટી) હતું અને હૃદયનું એક વાલ્વ(પલ્મોનરી વાલ્વ) કોઈપણ પ્રકારનું કાર્ય કરતુ ન હતું.

આઠ વર્ષની ઉંમરે તેમની મુંબઈ ખાતે ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી, જેમાં ટીઓએફ રીપેર જેને ઇન્ટ્રાકાર્ડિયાક રીપેર તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં જે હૃદયનું કાણું હતું વીએસડી નામનું તેને બંધ કરવામાં આવ્યું અને જે વાલ્વ ખરાબ હતો તેને કાઢી નાંખવામાં આવ્યું અને ઓપરેશન પછી તેઓ નોર્મલ જીવન જીવવા લાગ્યાં હતા.

આ સારવારના 36 વર્ષ પછી તેમને થાકી જવું, હાંફ ચઢવી જેવા હૃદયરોગના લક્ષણો જોવા મળ્યા. જેના કારણે ડોક્ટરોની સલાહ મુજબ  તેમણે હૃદયની તપાસ કરાવી જેમાં જાણવા મળ્યું કે હૃદયના બે વાલ્વ લીક છે એમાં એક વાલ્વ જે ઓરીજનલ સર્જરીમાં કાઢી નાંખવામાં આવ્યું હતું ત્યાં ખુબ જ વધારે લીકેજ હતું જેના કારણે હૃદય પહોળું થતું હતું અને સાથે જ ડાબી બાજુના ફેફસાંની નળી ખુબ જ સાંકડી હતી.”

સારવાર દરમિયાન તેમના ડાબા ફેફસાની નળીને પહોળી કરવા પહેલા ત્યાં સ્ટેન્ટ મૂકી દીધો અને પછી દૂરબીન દ્વારા નવો વાલ્વ મુક્યો. એટલેકે કેથલેબની અંદર પગના સાથળમાં નાનકડી નસમાં પંચર કર્યું અને એન્જીયોગ્રાફી એન્જીયોપ્લાસ્ટી વાળી ટેક્નિકની જેમ જ બધા ઇન્સ્ટ્રુમેન્ટ હૃદયમાં લઈ ગયા અને સ્ટેન્ટ મૂક્યું અને પછી નવું વાલ્વ મૂક્યું. મેલોડી વાલ્વ મુકવામાં આવ્યું, જે 22 એમ.એમ. સાઈઝનું હતું. આ સર્જરી ખુબ જ સફળ રહી હતી અને સર્જરીના દોઢ જ દિવસમાં દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું 101મું અંગદાન, રાજસ્થાનના દર્દીએ ગુજરાતના 4 જરૂરતમંદોને આપ્યું નવજીવન

આ ટેક્નિકથી આ પ્રકારનો વાલ્વ બેસાડવામાં આવે જેને ટ્રાન્સ-કેથેટર પલ્મોનરી વાલ્વ ઈમ્પ્લાન્ટેશન કહેવામાં આવે છે જે વાલ્વ ન હતું એ વાલ્વનું નામ પલ્મોનરી વાલ્વ હતું, જ્યાં મેલોડી પલ્મોનરી વાલ્વ મુકવામાં આવ્યો જે મેનમેડ ટેક્નિકથી એનિમલ ટીસ્યુ ઉપર એન્જીનીયરીંગ કરીને વાલ્વ બનાવવામાં આવે એ વાલ્વ મેલોડી વાલ્વ કહેવામાં આવે છે. મેલોડી વાલ્વ પલ્મોનરી પોઝિશનમાં ટ્રાન્સ-કેથેટર ટેક્નિકથી મુકવામાં આવે તેવી આ ગુજરાતની પ્રથમ ઘટના છે.

મેલોડી પલ્મોનરી વાલ્વ સામાન્ય રીતે હૃદયમાં કોઈ આર્ટિફિશિયલ મટીરીયલ હોય અને એની અંદર મુકવામાં આવે એવું ભારતમાં બન્યું છે, પરંતુ સીધુ જ દર્દીના હૃદયમાં મેલોડી વાલ્વ એ નેટિવ આરવીઓટીમાં મુકવામાં આવ્યું હોય એવી આ ભારતની આ પ્રથમ ઘટના છે. ડૉ.વિશાલ ચાંગેલા (ટીમ ના મુખ્ય ડોક્ટર) એ જણાવ્યું.