ભારતીય રેલવેએ લોડિંગ પરિવહનમાં કરી વૃદ્ધિ, 22.2 મેટ્રિક ટનના શ્રેષ્ઠ ફ્રેઇટ લોડિંગનો રેકોર્ડ નોંધાવ્યો

ભારતીય રેલવેએ એપ્રિલ 2021ના શ્રેષ્ઠ આંકડાઓ એટલે કે 111.64 MT કરતાં 10.5 MT (9.5% વૃદ્ધિ) ના વધારાના લોડિંગ સાથે 122.2 MT શ્રેષ્ઠ ફ્રેઇટ લોડિંગનો રેકોર્ડ નોંધાવ્યો છે.

ભારતીય રેલવેએ લોડિંગ પરિવહનમાં કરી વૃદ્ધિ, 22.2 મેટ્રિક ટનના શ્રેષ્ઠ ફ્રેઇટ લોડિંગનો રેકોર્ડ નોંધાવ્યો
Indian Railways
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: May 05, 2022 | 4:04 PM

ભારતીય રેલ્વે (Indian Railway) જેણે વર્ષ 2021 – 22 માં ફ્રેઇટ (freight)  લોડિંગમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું હતું. તેણે એપ્રિલ 2022 મહિનામાં પાછલા વર્ષની સિદ્ધિને આગળ વધારી છે. ભારતીય રેલવેએ એપ્રિલ 2021ના શ્રેષ્ઠ આંકડાઓ એટલે કે 111.64 MT કરતાં 10.5 MT (9.5% વૃદ્ધિ) ના વધારાના લોડિંગ સાથે 122.2 MT શ્રેષ્ઠ ફ્રેઇટ લોડિંગનો રેકોર્ડ નોંધાવ્યો છે. આ સિદ્ધિ સાથે, ભારતીય રેલવેએ સતત 20 મહિના માટે અત્યાર સુધીના શ્રેષ્ઠ માસિક આંકડાઓ નોંધાવ્યા છે. અને સપ્ટેમ્બર 2020 માં શરૂ થયેલો ટ્રેન્ડ અપરાજિત રીતે નિરંતર ચાલુ રહ્યો છે. તથા પસાર થતા હરેક મહિને માસિક ફ્રેઇટ લોડિંગના નવા રેકોર્ડ્સ બની રહ્યા છે.

એપ્રિલ’22માં ભારતીય રેલ્વે દ્વારા બુક કરાયેલ NTKMs પણ એપ્રિલ’21માં નોંધાયેલ 62.6 બિલિયનથી વધીને 73.7 બિલિયન થયા છે. એટલે કે 17.7% નો વધારો થયો છે. આ વૃદ્ધિને કોલસામાં 5.8 MT ના વધારાના લોડિંગ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તેની સાથે 3.3 MT ખાદ્ય અનાજ અને 1.3 MT ખાતર પણ આ વૃદ્ધિને સહયોગ આપી રહ્યા છે. સ્ટીલ પ્લાન્ટ્સ (આયર્ન ઓર સહિત) માટે કાચો માલ અને ફિનિશ્ડ સ્ટીલ સિવાય, તમામ કોમોડિટીએ પણ ગયા વર્ષના સમાન સમયગાળામાં વૃદ્ધિ નોંધાવી છે. દૈનિક લોડ થતા વેગનના સંદર્ભમાં પણ 9.2% નો વધારો થયો છે. તથા ભારતીય રેલવેએ ગત વર્ષે એપ્રિલ મહિનામાં 60434 વેગનની સરખામણીએ 66024 વેગન પ્રતિ દિવસ લોડ કર્યા છે.

દેશમાં આર્થિક પ્રવૃતિના ઉદભવ અને આયાતી કોલસા આધારિત ઉત્પાદન માં ઘટાડા સાથે (કોલસાના ઊંચા આંતરરાષ્ટ્રીય ભાવને કારણે) સ્થાનિક કોલસાની માંગમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. જે રેલવે દ્વારા સતત પૂરી પાડવામાં આવી રહી છે. આ એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે 21 સપ્ટેમ્બરથી 22 માર્ચની વચ્ચે ભારતીય રેલવેએ પાવર હાઉસમાં કોલસાના લોડિંગમાં 32%નો વધારો કર્યો છે. આ ક્રમ એપ્રિલમાં પણ ચાલુ રહ્યો છે. અને એપ્રિલ ’22 દરમિયાન એકંદર કોલ લોડિંગમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

જેમાં લાંબા સમય સુધી પ્રાથમિકતા પર વધુ કોલસો (ડોમેસ્ટિક અને ઈમ્પોર્ટેડ બંને) લોડ થઈ રહ્યો છે અને તેથી વધુ NTKM જનરેટ થયા છે. એપ્રિલ’21 ની સરખામણીએ એપ્રિલ’22માં કોલસાના લોડિંગમાં 11% વૃદ્ધિ જોવા મળી છે, તે જ રીતે એપ્રિલ’21 ની સરખામણીએ એપ્રિલ’22માં NTKMમાં 9% વૃદ્ધિ જોવા મળી છે જે 20% થી વધુ વધી છે. એપ્રિલ’22માં પાવર હાઉસ માટે સ્થાનિક કોલસાના લોડિંગમાં પણ 18.8%ની વૃદ્ધિ સાથે નોંધપાત્ર વધારો થયો છે.

FCI દ્વારા સ્વસ્થ ખરીદી અને ઘઉંની નિકાસ માટેની તેજીની માંગને કારણે એપ્રિલમાં ખાદ્યાન્નના લોડિંગમાં 95% નો વધારો થયો છે. વધુમાં, ખાતરોના લોડિંગમાં 53% નો વધારો થયો છે. ડોમેસ્ટિક કન્ટેનર સેગમેન્ટમાં 25% થી વધુ વૃદ્ધિ સાથે કન્ટેનર સેગમેન્ટ 10% થી વધુ રહ્યો છે.

વેસ્ટર્ન રેલવે દ્વારા વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે પરીક્ષા વિશેષ ટ્રેન

નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) ફેઝ II ની પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે પરીક્ષા વિશેષ ટ્રેન ચલાવવાનું નક્કી કર્યું છે. જેમાં ટ્રેન નંબર 09420/09419 વેરાવળ – બાંદ્રા ટર્મિનસ પરિક્ષા સ્પેશિયલ (2 ટ્રીપ) – ટ્રેન નંબર 09420 વેરાવળ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ વેરાવળ 8મી મે, 2022, રવિવારના રોજ 10.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09419 બાંદ્રા ટર્મિનસ – વેરાવળ સ્પેશિયલ 9મી મે, 2022, સોમવારના રોજ બાંદ્રા ટર્મિનસથી 21.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 15.35 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, મહેમદાવાદ ખેડારોડ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. આ બંને ટ્રેન નંબર 09420/09419 માટે બુકિંગ 6ઠ્ઠી મે, 2022થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે.

ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે અને બીજા વર્ગના સામાન્ય કોચ સિવાય તમામ વર્ગો માટે સંપૂર્ણપણે આરક્ષિત હશે. ટ્રેનના સંચાલનના સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">