Railway News: ભુજ પાલનપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ એક મહિના માટે રદ, સાબરમતી-પાટણ ડેમુ સ્પેશ્યલ ટ્રેનના સંચાલનમાં કેટલાક ફેરફાર, જાણો સમગ્ર વિગત

સમગ્ર એક મહિના માટે ભુજ -પાલનપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ્દ કરાઇ છે તો બીજી તરફ 10 ઓગસ્ટથી સાબરમતી-પાટણ ડેમુ સ્પેશ્યલ ટ્રેનના સંચાલન સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ટ્રેનોના સમયમાં થયેલા ફેરફારો જણાવા વાંચો અહેવાલ. 

Railway News: ભુજ પાલનપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ એક મહિના માટે રદ, સાબરમતી-પાટણ ડેમુ સ્પેશ્યલ ટ્રેનના સંચાલનમાં કેટલાક ફેરફાર, જાણો સમગ્ર વિગત
| Edited By: | Updated on: Aug 09, 2023 | 6:22 PM

ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનના સંચાલનના સમયમાં ફેરફાર કરવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા તકનિકી કારણોસર ટ્રેન નંબર 20928 / 20927 ભુજ – પાલનપુર -ભુજ ઇન્ટરસિટી એક્સપ્રેસ ને 8 ઓગસ્ટ થી 7 સપ્ટેમ્બર સુધી રદ કરવાનો નિર્ણય લીધો છે. તેમજ ટ્રેન નંબર 19405/19406 ગાંધીધામ – પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનનો સંચાલન સમય બદલવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

• ટ્રેન નંબર 20928/20927 ભુજ-પાલનપુર-ભુજ ઇન્ટરસિટી એક્સપ્રેસ 08 ઓગસ્ટ 2023 થી 07 સપ્ટેમ્બર 2023 સુધી રદ રહેશે.

• ટ્રેન નંબર 19406 ગાંધીધામ – પાલનપુર એક્સપ્રેસ 08 ઓગસ્ટ 2023 થી 07 સપ્ટેમ્બર 2023 સુધી ગાંધીધામથી 06:00 કલાકને બદલે 08:10 કલાકે ઉપડશે અને 12:30 કલાક ના બદલે 14:50 કલાકે પાલનપુર પહોંચશે. તેવી જ રીતે, રૂટ પરના તમામ સ્ટેશનો પર આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવામાં આવશે.

• ટ્રેન નંબર 19405 પાલનપુર – ગાંધીધામ એક્સપ્રેસ 08 ઓગસ્ટ 2023 થી 07 સપ્ટેમ્બર 2023 સુધી પાલનપુરથી 18:05 કલાકને બદલે 15:40 કલાકે ઉપડશે અને 00:50 કલાક ના બદલે 22:20 કલાકે ગાંધીધામ પહોંચશે. તેવી જ રીતે, રૂટ પરના તમામ સ્ટેશનો પર આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર રહેશે.

10 ઓગસ્ટથી સાબરમતી-પાટણ ડેમુ સ્પેશ્યલ ટ્રેનના સંચાલન સમયમાં ફેરફાર. જેમાં સાબરમતીથી નિર્ધારિત સમયથી 10 મિનિટ વહેલા ઉપડશે ટ્રેન.

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને સમયની પાબંદી સુધારવા માટે ટ્રેન નંબર 09369 સાબરમતી પાટણ ડેમુ સ્પેશ્યલ ટ્રેનના સંચાલન સમયમાં આંશિક ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 09369 સાબરમતી-પાટણ ડેમુ સ્પેશ્યલ ટ્રેન 10 ઓગસ્ટ 2023 થી સાબરમતી થી નિર્ધારિત સમય 09:15 ના બદલે 09:05 વાગ્યે ઉપડશે અને 11:45 ના બદલે 11:35 વાગ્યે પાટણ પહોંચશે. તદનુસાર, રૂટ પરના તમામ સ્ટેશનો પર આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર થશે.

આ પણ વાંચો : ગુજરાત સાયન્સ સિટી ખાતે એપ ડેવલપર્સ માટેના ઈન્ટરેક્ટિવ સ્કિલ બિલ્ડિંગ કાર્યક્રમ ‘કનેક્ટ વિથ ગૂગલ’ નો પ્રારંભ

મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનોનાં સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:21 pm, Wed, 9 August 23