AHMEDABAD : ભાસ્કર ગ્રુપ પર ઇન્કમટેક્સના દરોડા, અમદાવાદ, જયપુર અને ભોપાલ સ્થિત ઓફિસોમાં સર્ચ ઓપરેશન

Income Tax raids on Bhaskar Group : ભાસ્કર ગ્રુપની અમદાવાદ, જયપુર અને ભોપાલ સ્થિત ઓફિસોમાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

AHMEDABAD : ભાસ્કર ગ્રુપ પર ઇન્કમટેક્સના દરોડા, અમદાવાદ, જયપુર અને ભોપાલ સ્થિત ઓફિસોમાં સર્ચ ઓપરેશન
Income Tax Department
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 3:22 PM

GUJARAT : ભાસ્કર ગ્રુપ પર ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે. ભાસ્કર ગ્રુપની અલગ અલગ ઓફિસોમાં ઇન્કમટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ભાસ્કર ગ્રુપની અમદાવાદ, જયપુર અને ભોપાલ સ્થિત ઓફિસોમાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.મધ્યપ્રદેશમાં પ્રમોટરોની ઓફિસો તેમજ તેમના નિવાસસ્થાનો પર પણ દરોડા પાડવામાં આવ્યાં હતા.

આવકવેરા વિભાગે ગુરુવારે મીડિયા જૂથ દૈનિક ભાસ્કર સામે કરચોરીના આરોપસર કેટલાક શહેરોમાં દરોડા પાડ્યા હતા. વિભાગે કહ્યું કે ભોપાલ, જયપુર, અમદાવાદ અને દેશના અન્ય કેટલાક સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. જો કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) તરફથી આ વિભાગ અથવા તેની નીતિ નિર્માણ સંસ્થાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે આ કાર્યવાહીમાં હિન્દી મીડિયાના જાણીતા જૂથોના પ્રમોટરો પણ શામેલ છે, જે કેટલાક રાજ્યોમાં કાર્યરત છે. મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં પ્રેસ કોમ્પ્લેક્સમાં તેમની ઓફિસ સહિત જૂથના અડધો ડઝન પરિસરમાં આવકવેરા અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી.

ભોપાલ સહિત અમદાવાદ, જયપુરની કચેરીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજસ્થાનમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગની દિલ્હી અને મુંબઇની ટીમ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યાં હતા. દરોડાની માહિતી મળ્યા બાદ અખબારના ડિજિટલને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે આ મામલે રાજસ્થાનની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યાં હતા. ઈડી એ અખબારના માલિકો, જયપુર મુખ્ય કાર્યાલય પર પહેલેથી જ સવાલ ઉઠાવ્યા છે. આવકવેરા વિભાગના 35 જેટલા અધિકારીઓએ રાજસ્થાનની ઓફિસમાં દસ્તાવેજોની તપાસ કરી હતી. ઇડી પહેલાથી જ અખબારના માલિકોને પૂછપરછ કરી ચૂકી છે.

જાણો ભાસ્કર સમૂહ વિશે દૈનિક ભાસ્કરની સ્થાપના રમેશચંદ્ર અગ્રવાલ દ્વારા 1958 માં મધ્ય પ્રદેશના ભોપાલમાં કરવામાં આવી હતી. પછીના વર્ષોમાં આ જૂથ 12 રાજ્યોમાં વિસ્તૃત થયું, ખાસ કરીને હિન્દી ભાષી વિસ્તારોમાં. દેશમાં સૌથી વધુ વાંચવામાં આવતા અખબારની હાલમાં 65 આવૃત્તિઓ છે, અને તેનું મુખ્ય મથક મધ્યપ્રદેશમાં છે.

રિપોર્ટર્સ વિથ બોર્ડર અને ડેટાલિડ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા મીડિયા ઓનરશીપ મોનિટરના રિપોર્ટ અનુસાર, દૈનિક ભાસ્કરની માલિકીની ડીબી કોર્પોરેશન લિસ્ટેડ કંપની છે. 69.82 ટકા પ્રમોટરોના શેર સાથે, તેના 15.07 ટકા શેર સીધા સુધીર અગ્રવાલ અને તેના ભાઈઓ ગિરીશ અગ્રવાલ અને પવન અગ્રવાલની પાસે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">