AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચિંતાજનક: 21 મહિનામાં માત્ર અમદાવાદમાં 17,730 બાળકો કોરોનાની ઝપેટમાં, ચોંકાવનારા આંકડા આવ્યા સામે

Corona In Ahmedabad: છેલ્લા 21 મહિનાથી અમદાવાદમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે AMC દ્રારા જાણવા મળેલા આંકડા ખુબ જ ચોંકાવનારા છે.

ચિંતાજનક: 21 મહિનામાં માત્ર અમદાવાદમાં 17,730 બાળકો કોરોનાની ઝપેટમાં, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
A total of 2.32 lakh cases have been registered in Ahmedabad in 21 months
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 9:19 AM
Share

Corona in child: અમદવાદમાં કોરોનાએ (Ahmedabad) બાળકોને ભરડામાં લીધાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.. અમદાવાદમાં છેલ્લા 21 મહિના દરમિયાન 18 વર્ષથી ઓછી વયના 17 હજાર 730 બાળકોને કોરોના થઈ ચૂક્યો છે. જેમાં 3 હજાર 559 બાળકો 5 વર્ષથી ઓછી વયના છે. જ્યારે 5થી 18ની વયના 14 હજાર 171 બાળકોને કોરોના થઈ ચૂક્યો છે.

ગયા વર્ષે 17 માર્ચે અમદાવાદમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો ત્યાર બાદ 21 મહિનામાં અમદાવાદમાં શૂન્યથી 18 વર્ષ સુધીના હજારો બાળકોને કોરોનાએ ભરડામાં લીધા છે. આ સમાય સુધીના કેટલા બાળકોને કોરોના થયો તેના આંકડા તપાસવા AMC ના હેલ્થ વિભાગે હાથ ધરેલી કામગીરીમાંથી ચોંકાવનારી માહિતી સામે આવી છે.

જણાવી દઈએ કે ઓમિક્રોને રાજ્યમાં તોફાન મચાવવાનું શરુ કરી દીધું છે. વિદેશથી આવી રહેલા લોકોમાં ઓમિક્રોનના શંકાસ્પદ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થઇ ગઈ છે. રવિવારે અમદાવાદમાં ઓમિક્રોન વાઇરસના પ્રથમ બે કેસ સામે આવ્યા હતા. જેના કારણે લોકોમાં ફરી ફફડાટ જોવા મળી રહ્યો છે.

તો નિષ્ણાતોનું માનીએ તો ઓમિક્રોનથી બાળકોને બચાવવા જરૂરી છે. બાળકોને ઓમિક્રોનનો ચેપ ન લાગે તે માટે વિશેષ તકેદારી રાખવી પડશે. કારણ કે ઓમિક્રોન કોરોનાના અન્ય સ્વરૂપ કરતા ત્રણ ગણી ઝડપે ફેલાય છે.

તમને જણાવી દઈએ કે સર્વે માં 5 વયજૂથ પ્રમાણે કોરોના દર્દીઓની ગણતરી કરવામાં આવી હતી. જેમાં 18થી 44 વય જૂથના 1.10 લાખ લોકોને કોરોના થયો છે. આ માત્ર અમદાવાદ શહેરના આંકડા છે. તો આ વયજૂથને સૌથી વધુ ચેપ લાગ્યો છે. બીજી તરફ 45થી 60 વર્ષ અને ત્યાર બાદ 60 વર્ષ કરતાં મોટી ઉંમરના સિનિયર સિટીઝનમાં એમ કરીને વયજૂથની ગણતરી કરવામાં આવી હતી.

21 મહિનામાં અમદાવાદમાં કુલ કોરોના કેસ 2.32 લાખ

18 વર્ષથી ઓછી વય: 17,730 કેસ 5 વર્ષથી ઓછી વય: 3559 કેસ 5થી 18ની વય: 14,171 કેસ 18 થી 44ની વય:  1.10 લાખ કેસ પુરુષ: 1.36 લાખ કેસ, મહિલા: 96 હજાર કેસ

આ પણ વાંચો: હાઈ બીપીના દર્દી ખાસ વાંચે: શિયાળાની ઠંડીમાં રાખો આ બાબતોનું ધ્યાન, નહીંતર પડી જશે ભારે

આ પણ વાંચો: corona case : ઓમિક્રોનના વધતા મામલા પર કેન્દ્રએ રાજ્યોને આપી ચેતવણી, નાઇટ કર્ફ્યુ લગાવવા અને યુદ્ધના ધોરણે કામ સહીત કહી 10 વાત

વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા
વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
g clip-path="url(#clip0_868_265)">