તમારા સ્વજનને કોરોના થયો હોય તો હોસ્પિટલમાં ઘરેણા પહેરીને દાખલ થતાં રોકજો, અસારવા સિવિલમાં ઘરેણાં ચોરી થવાની ઘટના આવી સામે   

જો તમારા સ્વજનને કોરોના થયો હોય અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાના હોય તો તેમને સોનાના ઘરેણાં પહેરીને દાખલ થતાં પહેલા રોકજો, કેમ કે ઘરેણા ચોરી પણ થઈ શકે છે.

તમારા સ્વજનને કોરોના થયો હોય તો હોસ્પિટલમાં ઘરેણા પહેરીને દાખલ થતાં રોકજો, અસારવા સિવિલમાં ઘરેણાં ચોરી થવાની ઘટના આવી સામે   
ફાઈલ ફોટો
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Apr 12, 2021 | 4:41 PM

જો તમારા સ્વજનને કોરોના થયો હોય અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાના હોય તો તેમને સોનાના ઘરેણાં પહેરીને દાખલ થતાં પહેલા રોકજો, કેમ કે ઘરેણા ચોરી પણ થઈ શકે છે. આવી જ ઘટના અસારવા સિવિલ હોસ્પિટલમાં સામે આવી છે. જેમાં બે ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બાપુનગરના એક પરિવારને આ કડવો અનુભવ થયો છે. જેમાં પરિવારે મહિલા સ્વજનને તો ગુમાવ્યા સાથે તેમની સાથે રહેલા ઘરેણાં પણ ગુમાવ્યા. બાપુનગરના રહેવાસી એક પરિવારને સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો છે.

નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો

કોરોનાકાળમાં હાલમાં શહેરમાં તમામ જગ્યા પર કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં જીતેશભાઈના પરિવારના એક મહિલા સભ્યને કોરોના થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. જે મહિલાનું સારવાર દરમિયાન મોત થયું. જે પરિવાર માટે આંચકા સમાન હતું પણ મહિલા દર્દી પાસેના ઘરેણાં ગાયબ થઈ ગયા તેનો પણ આંચકો પરિવારને લાગ્યો હતો. જ્યારે પરિવારે સિવિલ હોસ્પિટલમાં તે મામલે પૂછપરછ કરી તપાસ કરી તો મૃતદેહ પરથી ઘરેણાં ઉતારવાની એક જ દિવસમાં બે ફરિયાદ સામે આવી. જેમાં મૃતકના પરિજન સિક્યોરિટી ઈન્ચાર્જ પાસે ગયા તો તેમણે તપાસની વાત કરી.

પછી હેલ્પ ડેસ્કમાં ગયા તેમણે CMO પાસે જવા કહ્યું. CMO પાસે ગયા તો સિક્યોરિટી ઈન્ચાર્જ પાસે જવા કહ્યાંનું જણાવ્યું. જેને જોતા લાગે છે કે સિવિલ તંત્ર ચોરીની ઘટનામાં તપાસના બદલે મૃતક દર્દીના પરિજનોને ધક્કે ચડાવતા જોવા મળ્યા. જેને લઈને આખરે પરિવારે પોલીસ ફરિયાદ કરવી પડી હતી. મહત્વનું છે કે સિક્યુરિટીને લાખો રૂપિયા ચુકવવામાં આવે છે. તેમ છતાં કોઈ જવાબદારી લેતું નથી. પરિવારનો આક્ષેપ છે કે કોરોના ડેડ બોડી વિસ્તારમાંથી જ ચોરી થઈ છે.

જેમાં મૃતદેહ પરથી નાકની નથડી અને કાનની બુટી ચોરી થઈ છે. જે ઘટનામાં મહિલાની 7 તારીખે સારવારની એન્ટ્રી પણ કરવામાં આવી નહીં હોવાનું સામે આવ્યું છે. જે સૂચવે છે કે કંઈક રંધાઈ રહ્યું છે, જેની તપાસ થવી ખૂબ જરૂરી છે. ત્યારે આ ઘટના પરથી મૃતક દર્દીના પરિજનો અંતિમક્રિયા કરે કે પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાય જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી! જે સ્થિતિને દૂર કરવી ખૂબ જરૂરી બન્યું છે.

આ પણ વાંચો: UKમાં ક્લિનિકલ ટ્રાયલ સફળ, કોવિડ-19 ટ્રીટમેન્ટમાં સફળ સાબિત થયો સેનોટાઈઝ નેસલ સ્પ્રે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">