AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખંભાત હિંસા મામલે આઇબીએ આપ્યું હતું એલર્ટ, પથ્થરમારાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી હતી

ખંભાતમાં(Khambhat) થયેલ આગચંપી અને પથ્થરમારાના બનાવમાં કનૈયાલાલ રાણા નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે..ત્યારે પોલીસ તપાસમાં ખંભાતની હિંસા ફેલાવાનું એક પૂર્વનિયોજીત કાવતરું હતું જેમાં મૌલવી દ્વારા તમામ ફંડિંગ અને તોફાની તત્વોને ભેગા કરવામાં આવ્યા હતા. શોભાયાત્રાની પહેલાથી જ ત્રણ મૌલવી અને 2 શખ્સોએ કાવતરું ઘડી નાંખ્યું હતું

ખંભાત હિંસા મામલે આઇબીએ આપ્યું હતું એલર્ટ, પથ્થરમારાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી હતી
Khambhat Violence (File Photo)
Mihir Soni
| Edited By: | Updated on: Apr 14, 2022 | 5:26 PM
Share

ગુજરાતમાં(Gujarat) શાંતિ ડોળવાનો પ્રયાસ ખંભાત અને હિંમતનગર કરવામાં આવ્યો હતો..જેમાં ખંભાતમાં થેયલી હિંસામાં રાજ્ય ગુપ્તચર વિભાગ(IB)દ્વારા રાજ્ય સરકારને અગાઉથી જ એલર્ટ આપવામાં આવ્યું હતું. કારણકે ખંભાતમાં(Khambhat)કોમી માનસિકતા ધરાવતા કટ્ટરવાદી લોકોને લઈ એલર્ટ આપવામાં આવ્યું હતું.આણંદના ખંભાતમાં રામ નવમીના દિવસે થયેલી શોભાયાત્રામાં થયેલ હિંસા મામલે મોટો ધટસ્ટોફ થયો છે.ગુપ્તચર વિભાગ દ્વારા ખંભાતમાં અગાઉ થયેલ પથ્થરમારા બનાવ લઈ રાજ્ય સરકાર એક એલર્ટ આપ્યું હતું..જેમાં સ્ટેટ આઈબી દ્વારા ખંભાતની શોભાયાત્રામાં પથ્થરમારાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જો કે આ મુદ્દે રાજ્ય સરકારે બેદરકારી દાખવી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યુ છે.

રામનવમી શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખંભાત પોલીસ સહિત બહારની પોલીસ મળી કુલ 250 પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત હતા..પણ કટ્ટરવાદી ધરાવતા અસામાજિક તત્વો દ્વારા ખેતરમાં પથ્થરો છુપાડી અગાઉથી કાવતરું ઘડી હિંસા ફેલાવી હતી..જેમાં પોલીસ કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે કે ભૂતકાળમાં થયેલ પથ્થરમારા બનાવ બન્યા હોવા છતાં ફરી પથ્થરમારો થયો હતો.

ઉલ્લેખનીય છે કે ખંભાતમાં થયેલ આગચંપી અને પથ્થરમારાના બનાવમાં કનૈયાલાલ રાણા નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે..ત્યારે પોલીસ તપાસમાં ખંભાતની હિંસા ફેલાવાનું એક પૂર્વનિયોજીત કાવતરું હતું જેમાં મૌલવી દ્વારા તમામ ફંડિંગ અને તોફાની તત્વોને ભેગા કરવામાં આવ્યા હતા. શોભાયાત્રાની પહેલાથી જ ત્રણ મૌલવી અને 2 શખ્સોએ કાવતરું ઘડી નાંખ્યું હતું જેમાં મુસ્તકીમ મૌલવી, મતીન, મોહસીન મુખ્ય સૂત્રધાર છે જ્યારે રઝાક અયુબ, હુસૈન હાશેમશા દિવાન પણ ષડયંત્રનો ભાગ હતા..પોલીસે અત્યાર સુધી જૂથ અથડામણ મામલે 9 થી વધુ આરોપી ધરપકડ કરી છે.કટ્ટરવાદી માનસિકતા ધરાવતા લોકો દ્વારા હિંસા ફેલાવામાં આવે છે..જેના કારણે ખંભાત હવે કોમી કટ્ટરવાદી માટે રમખાણોનું એપી સેન્ટર બની ગયું છે.

આ પણ વાંચો : Ahmedabad : અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ(AIIM)નો 5મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો

આ પણ વાંચો :  Surat : વિવિધ પ્રોજેક્ટના કારણે બગડી ગયેલા રસ્તાની સ્થિતિ સુધારવા સ્થાયી સમિતિ અધ્યક્ષની ટકોર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
g clip-path="url(#clip0_868_265)">