Gujarati Video: અમદાવાદ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 12 દિવસમાં ડેન્ગ્યુના 246 કેસ નોંધાયા
અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી છે. ચાલુ મહિનાના ફક્ત 12 દિવસમાં જ શહેરમાં ઝાડા-ઊલટીના 481, કમળાના 76, ટાઈફોઈડના 313 અને કોલેરાના 18 કેસ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના 246 કેસ નોંધાયા છે.
Ahmedabad : અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી છે. ચાલુ મહિનાના ફક્ત 12 દિવસમાં જ શહેરમાં ઝાડા-ઊલટીના 481, કમળાના 76, ટાઈફોઈડના 313 અને કોલેરાના 18 કેસ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના 246 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : Ahmedabad: ગામમાં રોફ જમાવવા હથિયારો સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર કર્યો વાયરલ અને પછી થઈ જોવા જેવી
અમદાવાદના વટવા, લાંભા, રામોલ, અસારવા, ઈસનપુર સહિત શહેરના પૂર્વ વિસ્તારમાં કોલેરા વકર્યો છે. ઝાડા-ઊલટી અને ડેન્ગ્યુના રોજના 40 કેસ નોંધાઈ રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં લઈ આરોગ્ય વિભાગે કોર્પોરેશનના આરોગ્ય તંત્રને રોગચાળો ડામવા સૂચના આપી છે. કારણ કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઓગસ્ટ માસમાં નોંધાયેલા ઝાડા-ઊલટીના કેસ 50 ટકાથી વધુ છે.
વાદળછાયા વાતાવરણની વચ્ચે મચ્છરજન્ય રોગચાળો વકર્યો
તો બીજી તરફ શહેરમાં સતત વાદળછાયા વાતાવરણની વચ્ચે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. શહેરમાં મેલેરિયાના 70 કેસ નોંધાયા છે. જ્યારે ઝેરી મેલેરિયાના 5 અને ચિકનગુનિયાના 5 કેસ નોંધાયા છે.
જ્યારે મધ્ય ઝોનમાં ડેન્ગ્યુના 31 કેસ, પશ્ચિમ ઝોનમાં 79 કેસ, ઉત્તર ઝોનમાં ડેન્ગ્યુના 63 કેસ અને પૂર્વ ઝોનમાં 111 કેસ નોંધાયા છે. જ્યારે દક્ષિણ ઝોનમાં ડેન્ગ્યુના 96 કેસ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ડેન્ગ્યુના 140 કેસ અને દક્ષિણ-પશ્ચિમ ઝોન વિસ્તારમાં ડેન્ગ્યુના 104 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં શહેરમાં ડેન્ગ્યુના 624 કેસ નોંધાઈ ચૂક્યા છે.
મેલેરિયા અને ડેન્ગ્યુના મચ્છરને આ રીતે અટકાવી શકો છો
1. દરરોજ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરો. કોઈ પણ પ્રકારના વાસણમાં પાણીને વધુ સમય સુધી રાખો નહિ. જેમાં ડેન્ગ્યુ-મેલેરિયા મચ્છરોનું સંવર્ધન શરૂ થાય છે.
2. તમારા બગીચા અથવા ટેરેસમાં તમામ કન્ટેનર તેમજ પોટ્સ ઢાંકી દો, તમે તેને ઉંધુ પણ રાખી શકો છો. આ સિવાય પાણીના વાસણો પણ સાફ રાખવા જોઈએ
3. ઘરની બહાર નીકળતી વખતે ફુલ સ્લીવના કપડાં પહેરો જેથી મચ્છરોનો સંપર્ક ઓછો થાય.
4. મચ્છરોથી બચવા માટે સ્પ્રે, ક્રિમ અને જાળીનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે બહાર સૂતા હોય તો મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ.
5. સાંજના સમયે દરવાજા અને બારીઓ બંધ રાખવા જોઈએ.
6. બિનજરૂરી રીતે ફરવાનું ટાળો. આમ કરવાથી તમે ડેન્ગ્યુનું જોખમ ઘટાડી શકો છો.