AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Rain, Monsoon 2022: અમદાવાદના પાલડીમાં પોણા દશ ઈંચ, બોપલમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તાઓ નદી સમાન બન્યા

અમદાવાદ શહેરના બોડકદેવ, વેજલપુર, મુક્તમપુરા સરખેજ અને જોધપુર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે શહેરના રસ્તાઓ નદી સમાન જોવા મળી રહ્યા હતા, તો વાહન ચાલકો પણ પરેશાન બની ગયા હતા. શહેરના કેટલાક માર્ગોને બંધ કરી દેવાની મ્યુનિસિપલ તંત્રને ફરજ પડી હતી.

Ahmedabad Rain, Monsoon 2022: અમદાવાદના પાલડીમાં પોણા દશ ઈંચ, બોપલમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તાઓ નદી સમાન બન્યા
Heavy Rainfall ને લઈ રસ્તાઓ નદીઓ સમાન ફેરવાયા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 12:29 AM
Share

અમદાવાદ (Ahmedabad) માં રવિવારે સાંજે ધોધમાર વરસાદ ગાજવીજ સાથે વરસ્યો હતો. શહેરના અનેક મુખ્ય માર્ગો જાણે કે નદી સમાન બની ગયા હતા. શહેરના અનેક રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણીન વહી રહ્યા હતા. શહેરના પાલડી અને અને વાસણા વિસ્તારમાં વધુ વરસાદ (Heavy Rainfall in Ahmedabad) ખાબક્યો હતો. પાલડી વિસ્તારમાં લગભગ પોણા દશ ઈંચ જેટલો વરસાદ રાત્રીના દશ વાગ્યા સુધીમાં ખાબક્યો હતો. જ્યારે બોપલ વિસ્તારમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો હતો. શહેરના બોડકદેવ, વેજલપુર, મુક્તમપુરા સરખેજ અને જોધપુર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે શહેરના રસ્તાઓ નદી સમાન જોવા મળી રહ્યા હતા, તો વાહન ચાલકો પણ પરેશાન બની ગયા હતા. શહેરના કેટલાક માર્ગોને બંધ કરી દેવાની મ્યુનિસિપલ તંત્રને ફરજ પડી હતી.

રાજ્યના અનેક હિસ્સાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન અમદાવાદ શહેરમાં પણ રવિવારની સાંજે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. ભારે ગાજવિજ સાથે વરસાદ શહેરના અનેક ભાગોમાં ધોધમાર રુપે વરસ્યો હતો. હતો. નદી પારના વિસ્તારમાં ખાસ કરીને વરસાદનુ જોર વધારે રહ્યુ હતુ. શહેરના રસ્તાઓમાં સામાન્ય વરસાદમાં પણ પાણી પાણી થઈ જાય છે, ત્યાં રવિવારે સાંજે ધોધમાર વરસતા છ થી પોણા દશ ઈંચ સુધીનો વરસાદ વિવિધ વિસ્તારોમાં વરસ્યો હતો. જેને લઈ શહેરની સ્થિતી મુશ્કેલ બની ગઈ હતી.

સૌથી વધુ જોર પશ્વિમ અને દક્ષિણ પશ્વિમ વિસ્તારમાં

બોડકદેવ, ઉસ્માનપુરા, બોપલ, સરખેજમાં રાત્રીના 9 થી 10 કલાક વચ્ચેના એક કલાકના સમય ગાળામાં જ ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. પશ્વિમ અને દક્ષિણ પશ્વિમ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. વરસાદનુ જોર મોડી સાંજ એટલે કે 9 વાગ્યાના અરસા દરમિયાન વધારે રહ્યુ હતુ અને એ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ફરીયાદો સામે આવવા લાગી હતી.

સાંજ બાદ ફાયર અને મ્યુનિસિપલ તંત્રની ફોનની ઘંટડીઓ પાણીમાં ભરાઈ જવાના અને મદદ માટે વાગવી વધારે શરુ થઈ હતી. અનેક સ્થળો પર પાણીનો નિકાલ કરવા માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. જોકે  અનેક રસ્તાઓ પરથી પાણીનો નિકાલ કરવો મુશ્કેલ બન્યો હતો. શહેરના કેટલાક કોમ્પેલક્ષ અને બિલ્ડીંગોના નિચેના ફ્લોર અને પાર્કિંગમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જેને લઈ વાહનો પણ પાણીમાં ડુબેલી હાલતમાં જોવા મળ્યા હતા.

કયા વિસ્તારમાં કેટલો વરસાદ નોંધાયો

રવિવારે સવારે 06.00 થી રાત્રીના 10.00 સુધીના વરસાદના આંકડા (ઇંચ)

વિસ્તાર વરસાદ વિસ્તાર વરસાદ
ચકુડિયા 3.5 સરખેજ 5.5
ઓઢવ 03 જોધપુર 7.7
વિરાટ નગર 03 બોપલ 06
નિકોલ 02 મક્તમપુરા 7.7
રામોલ 2.5 એએમસી સેટ્રલ 5.5
કઠવાડા 1.8 દુધેશ્વર 03
ઉસ્માનપુરા 08 મેમ્કો 1.7
ચાંદખેડા 02 નરોડા 2.3
રાણીપ 05 કોતરપુર 4.7
બોડકદેવ 08 મણીનગર 05
સાયન્સ સીટી 04 વટવા 4.5
ગોતા 6 ચાંદલોડીયા 4

ઝોન વાઈઝ ક્યાં કેટલો વરસાદ વરસ્યો

રવિવારે સવારે 06.00 થી રાત્રીના 10.00 સુધીના વરસાદના આંકડા (ઇંચ)

ઝોન વાઈઝ સરેરાશ વરસાદ ( ઇંચ)
પૂર્વ ઝોન 2.5
પશ્વિમ ઝોન 06
ઉત્તર-પશ્વિમ ઝોન 5.5
દક્ષિણ-પશ્વિમ ઝોન 6.5
સેટ્રલ ઝોન 04
ઉત્તર ઝોન 2.5
દક્ષિણ ઝોન 4.5

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">