કોંગ્રસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલે કોંગ્રેસના ટોચના નેતા પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ?

કોંગ્રસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલે કોંગ્રેસના ટોચના નેતા પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ?
Hardik patel (File Image)

આર્થિક ફાયદો મેળવવાના આરોપ સાથે હાર્દિકે લખ્યું છે કે રાજકીય વિચારધારા ભલે જુદી હોય, પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આ રીતે વેચાઇ જવું એ રાજ્યની જનતા સાથે મોટો વિશ્વાસઘાત છે."

TV9 GUJARATI

| Edited By: kirit bantwa

May 18, 2022 | 12:12 PM

હાર્દિક પટેલે કોંગ્રસમાંથી રાજીનામું આપી દીધું છે તેની સાથે તેમણે એક પત્ર રજૂ કર્યો છે જેમાં તેમણે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતા સામે ગંભીર આરોપ લગાવ્યા છે. હાર્દિક પટેલે આ પત્રના ચોથા ફકરામાં કોંગ્રેસના નેતા પર ચોખ્ખો આરોપ લગાવ્યો છે કે તેમણે ગુજરાતના પ્રશ્નોને નબળા પાડવાના બદલામાં મોટો આર્થિક ફાયદો ઉઠાવ્યો છે.

Hardik accuses Congress leader of corruption after resigning from Congress?

Hardik patel’s Letter

હાર્દિક પટેલે લખેલા પત્રને ચોથો ફકરો અક્ષરશઃ અહીં રજુ કર્યો છે. “મારે અત્યંત દુખ સાથે કહેવું પડે છે કે આજે ગુજરાતમાં દરેક વ્યક્તિ જાણે છે કે કેવી રીતે કોંગ્રેસના મોટા નેતાઓએ જાણીજોઈને ગુજરાતની જનતાના પ્રશ્નોને નબળો પાડ્યો છે અને તેના બદલામાં પોતે જ મોટો આર્થિક ફાયદો ઉઠાવ્યો છે. રાજકીય વિચારધારા ભલે જુદી હોય, પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આ રીતે વેચાઇ જવું એ રાજ્યની જનતા સાથે મોટો વિશ્વાસઘાત છે.”

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati