AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Ahmedabad: અડધી ચા, મિલની વ્હિસલ, માણેક બુરજ, પોળ, નગરદેવી ભદ્રકાળી, આશાવલ્લી સાડી સહિતના હેરિટેજ વારસા સાથે વિકાસને આંબેલું શહેર

ગુજરાતમાં સોલંકીવંશના શાસક કર્ણદેવ સોલંકીની ઓળખ સાથેની ઓળખ એટલે કર્ણાવતી શહેર તો આશાવલ ભીલના નામ સાથે જોડાયેલું આ શહેર આશાવલ નામે જાણીતું હતું. જોકે પછીથી  કર્ણદેવ સોલંકીએ ભીલ સેનાને હરાવી એટલે  આ શહેરને કર્ણાવતીની ઓળખ મળી . ત્યાર પછી  અહેમદશાહ બાદશાહે નગર વિકસાવ્યું એટલે અહેમદાબાદ કે આજનું અમદાવાદ

Happy Birthday Ahmedabad: અડધી ચા, મિલની વ્હિસલ, માણેક બુરજ, પોળ, નગરદેવી ભદ્રકાળી, આશાવલ્લી સાડી સહિતના હેરિટેજ વારસા સાથે વિકાસને આંબેલું શહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 8:20 AM
Share

અડધી ચાની ઓળખ અને મિલના ભૂંગળા, ફાફડા અને જલેબી જે શહેરની ઓળખ છે એવા એક સમયે ભારતનું માન્ચેસ્ટર ગણાતું શહેર એટલે અમદાવાદ. આજે આ શહેર 613 વર્ષનું થયું છે કહેવાય છે કે જબ કુત્તે પે સસ્સા આયા ,તબ બાદશાહને નગર બસાયા….જે નગરના સસલાં આટલા બહાદુર હોય કે શ્વાનને પણ પહોંચી વલતા હોય, બસ આ નજારો જોયો અને અહમદ શાહ બાદશાહે અમદાવાદ શહેર વસાવ્યું એવી દંતકથા જાણીતી છે.

કે પછી આશા ભીલની નગરી આશાવલ્લી તરીકે ઓળખ પામેલું અમદાવાદ આજે તો એટલું વિસ્તર્યું છે કે દેશ વિદેશમાં તેની આગવી ઓળખ બની ગઈ છે. આ શહેર વિવિધ સ્થાપત્યોને સાચવીને બેઠેલું છે. તે પછી સરખેજ રોજા હોય કે ભગવાન સ્વામિનારાણ સ્થાપિત કાલુપુર સ્વામિનારાયણ મંદિર કે પછી શહેરનો લક્કડીયો બ્રિજ અથવા તો કહો કે એલિસ બ્રિજ.

કર્ણદેવ સોલંકીથી માંડીને અહમદશાહ બાદશાહનું શહેર

ગુજરાતમાં  સોલંકીવંશના શાસક કર્ણદેવ સોલંકીની ઓળખ સાથેની ઓળખ એટલે કર્ણાવતી શહેર તો આશાવલ ભીલના નામ સાથે જોડાયેલું  આ શહેર આશાવલ નામે જાણીતું હતું. જોકે પછીથી કર્ણદેવ સોલંકીએ ભીલ સેનાને હરાવી એટલે આ શહેરને કર્ણાવતીની ઓળખ મળી. ત્યાર પછી અહેમદશાહ બાદશાહે નગર વિકસાવ્યું એટલે અહેમદાબાદ કે આજનું અમદાવાદ.

કોટ વિસ્તારની અંદર અને પછી બહાર વિકસેલું શહેર

અમદાવાદના જાણીતા રાત્રિ ખાણીપીણી બજાર પાસે માણેકનાથ બાવાની સમાધિ આવેલી છે તેમજ શહેરમાં એલિસબ્રિજના છેડે માણેક બુરજ આવેલો છે દર વર્ષે અહીં પૂજા કરવામાં આવે છે માણેકનાથ બાવા માટેની એક દંતકથા જાણીતી છે કે માણેકનાથ બાવા દિવસભર ગોદડીમાં દોરા ભરતા અને રાત પડે તે દોરા કાઢી નાખતા. તે સમયે અહમદ શાહ બાદશાહ શહેરમાં કોટ બનાવી રહ્યા હતા, પરંતુ જ્યારે રાત્રે માણેકનાથ બાવા દોરાના ટાંકા ઉકેલી નાખતા હતા, ત્યારે કોટ પડી જતો હતો.

આ બબાતની જાણ થતા બાદશાહ અને માણેકનાથ બાવા વચ્ચે વાતચીત થઈ અને તે મુજબ માણેકનાથ બાવાની સ્મૃતિમાં અમદાવાદ શહેરમાં બે સ્થાનકો બન્યા. જૈ પૈકી એક માણેકબુરજ એલિસબ્રિજના છેડે છે અને જ્યાં આજે સોના ચાંદી બજાર તેમજ ખાણીપીણી બજાર છે તેને માણેક ચોક નામ આપવામાં આવ્યું લગભગ છ માઈલની લંબાઈ ધરાવતો શહેરોનો કોટ અને બાર દરવાજામાં શહેર વિકસ્યું અને કાળક્રમે આજે તો શહેરનો વિકાસ આંભને આંબી ગયો છે.

શહેરની લક્ષ્મીને રોકી રાખનારા કોઈ જવાનની યાદ અને બલિદાન હજી આ શહેરમાં ધબકે છે અને એટલેજ  શહેરમાં દોમદોમ વૈભવ વિસ્તરતો રહ્યો છે એક સમયે મિલની વ્હિલસથી જાગતું અને ઉઘતું શહેર આજે તો કયાનું ક્યાં પહોચી ગયું છે.

વર્ષ 1960ના મે મહિનાથી અમદાવાદ નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર 1960થી 1970 સુધી ગુજરાતનાં પાટનગર તરીકે જાણીતું હતું, ત્યારબાદ રાજ્યનું પાટનગર ગાંધીનગર બન્યું  જોકે તેમ છતાં અમદાવાદનું મહત્વ અને વિકાસ તો  પાટનગરની સમકક્ષ જ રહ્યો.

બેંગકોક જઈ રહેલા મુસાફર પાસેથી ઝડપાયું 42 લાખનુ વિદેશી ચલણ
બેંગકોક જઈ રહેલા મુસાફર પાસેથી ઝડપાયું 42 લાખનુ વિદેશી ચલણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
g clip-path="url(#clip0_868_265)">