Gujarati Video: RTEમાં એડમિશન આપવાને બહાને સક્રિય થયા લેભાગૂ તત્વો, યુવતીએ વેબસાઈટ બનાવી લોકો સાથે આચરી છેતરપિંડી

Ahmedabad: અમદાવાદમાં Right to Education (RTE) હેઠળ એડમિશન અપાવવાના નામે લેભાગુ તત્વો સક્રિય થયા છે. 3 હજાર રુપિયામાં RTE હેઠળ મનગમતી શાળામાં એડમિશન લો તેવી જાહેરાતવાળી પત્રિકા ફરતી થઈ છે. આ પત્રિકામાં સર્વ શિક્ષા અભિયાનના લોગો પણ લગાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ પત્રિકા વાયરલ થઈ છે.

Gujarati Video: RTEમાં એડમિશન આપવાને બહાને સક્રિય થયા લેભાગૂ તત્વો, યુવતીએ વેબસાઈટ બનાવી લોકો સાથે આચરી છેતરપિંડી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2023 | 6:22 PM

અમદાવાદમાં RTE હેઠળ એડમિશન અપાવવાના નામે લેભાગુ તત્વો સક્રિય થયા છે. ત્રણ હજાર રૂપિયામાં RTE હેઠળ મનગમતી શાળામાં એડમિશન લો તેવી જાહેરાતવાળી સર્વ શિક્ષા અભિયાનના લોગો સાથેની પત્રિકા ફરતી કરાઈ છે. આ પત્રિકામાં ત્રણ હજાર રૂપિયામાં RTE હેઠળ મનગમતી શાળામાં પ્રવેશ અપાવવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પત્રિકા હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

RTEના હેઠળ પ્રવેશ અપાવવાને નામે લેભાગુ તત્વો થયા સક્રિય

લેભાગુ તત્વોએ RTEની વેબસાઈટના બદલે પોતાની વેબસાઈટ બનાવી લોકો સાથે છેતરપિંડી શરૂ કરી છે. જેમા RTE CAFE નામની વેબસાઈટ બનાવી લોકો પાસેથી ઓનલાઈન ડોક્યુમેન્ટ અને રૂપિયા મગાવવામાં આવે છે. હેતલ સોની નામની યુવતી RTE CAFE નામથી આ વેબસાઈટ ચલાવે છે. જેમાં પહેલા એડમિશન પ્રક્રિયા માટે એડવાન્સ 3 હજાર રૂપિયા આપવાના હોય છે અને એડમિશન ન થાય તો 1800 રૂપિયા પરત કરશે. તેવો દાવો કરાયો છે. વેબસાઈટમાં ઓફીસ ક્યાં આવી તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

અમારા સંવાદદાતાએ જ્યારે એક વાલી તરીકે આ વેબસાઈટ ચલાવનાર યુવતી હેતલ સોની સાથે વાત કરી ત્યારે પણ તેઓ એવો જ દાવો કરતા જોવા મળ્યા હતા કે અમે વધુમાં વધુ બાળકોને સારી રીતના પ્રવેશ કેવી રીતે મળી શકે તે દિશામાં પ્રયત્ન કરીએ છીએ. ખૂબ મોટા પ્રમાણમાં તેમની પાસે ફોર્મ આવી ચુક્યા છે આથી તેમનુ ફોર્મ લઈ શકે તેવી સ્થિતિમાં નથી.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

હેતલ સોની નામની યુવતીએ RTE કાફે નામથી વેબસાઈટ શરૂ કરી

ચોંકાવનારી બાબત એ છે કે આ પ્રકારના લેભાગુ તત્વો ગરીબ બાળકોનો હક્ક મારી જાય છે. RTEનો લાભ ગરીબ પરીવારોમાંથી આવતા બાળકોને મળવો જોઈએ. પરંતુ આવા લેભાગુ તત્વોને કારણે ગરીબ બાળકો તેના લાભથી વંચિત રહી જાય છે. હેતલ સોનીએ RTE કાફે નામથી વેબસાઈટ તૈયાર કરી છે. જેમા દાવો કરાયો છે કે જે કુટુંબો તેમના બાળકોનું RTE અંતર્ગત મનગમતી ખાનગી શાળામાં એડમિશન અપાવવુ હોય તો તેના માટે RTE કાફેનો સંપર્ક કરે. એમના દ્વારા આ બાળકોને પ્રવેશ અપાવવામાં આવશે. તેના માટેની ફી 3000 રૂપિયા વસુલવામાં આવી રહી છે.

RTEમાં પ્રવેશ માટે વાલીઓ કોઈપણ પ્રકારની ઓનલાઇન ફી ભરવાની નથી હોતી: DEO

જો કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ પત્રિકાને લઈને DEO રોહિત ચૌધરીનુ નિવેદન પણ સામે આવ્યુ છે. DEO રોહિત ચૌધરીએ જણાવ્યુ કે કોઈપણ સંસ્થા કે વ્યક્તિ પ્રવેશ આપવાનો દાવો ન કરી શકે. કોઈપણ વાલીઓએ લોભ લાલચમાં ન આવે. RTEમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓએ કોઈપણ પ્રકારની ઓનલાઈન ફી ભરવાની નથી હોતી.

આ પણ વાંચો: RTE હેઠળ બાળકને પ્રવેશ અપાવવા માંગતા હોવ તો આ બાબતનું રાખજો ધ્યાન, ખોટા ડોક્યુમેન્ટ આપ્યા તો પોલીસ ફરિયાદ અને પ્રવેશ થશે રદ

RTE હેઠળ દરેક ખાનગી શાળાએ 25 ટકા બાળકોને આપવાનો હોય છે પ્રવેશ

RTE હેઠળ ખાનગી શાળાએ 25 ટકા બેઠકો ફાળવવાની હોય છે. રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ આવી શાળામાં ગરીબ બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. આ પ્રવેશ પ્રક્રિયાની ફોર્મ ભરવાથી લઈ ડોક્યુમેન્ટ સબમિટ કરવા અને ડોક્યુમેન્ટ ચકાસણી સહિતની તમામ પ્રક્રિયા ઓનલાઈન થતી હોય છે.

દરેક વાલીઓ RTE માટેના ફોર્મ આ  rte.orpgujarat.com  વેબાસઈટ પરથી જ ભરી શકે છે. જો કે આ તમામ પ્રક્રિયા ઓનલાઈન થાય છે જ્યારે મોટાભાગના વાલીઓ ટેકનોસેવી નથી હોતા. આથી આ ગરીબ બાળકોના વાલીઓને છેતરવા માટે વાલીઓને ગેરમાર્ગે દોરતી વેબસાઈટ બનાવી આર્થિક ઉચાપતનો મામલો સામે આવ્યો છે.

ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ- અમદાવાદ

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">