Gujarati Video : અમદાવાદમાં ભાડજ સર્કલ પાસે રોડ ડાયવર્ઝનને લઈ સ્થાનિકોનો હોબાળો, જુઓ Video
જીવનસાથી પાર્ટી પ્લોટ પાસે રોડ ડાયવર્ઝન આપતા સ્થાનિકોએ હોબાળો કરી રહ્યા છે. તમામ લોકો રસ્તા પર આવી ચૂક્યા છે. અંડરબ્રિજના રસ્તાની કામગીરી કરાતા તંત્રએ રસ્તો ડાયવર્ટ કર્યો છે. જેમાં સ્થાનિકોનો વિરોધ સામે આવ્યો છે.
અમદાવાદના ભાડજ સર્કલ પાસે સ્થાનિકોનો હોબાળો સામે આવ્યો છે. રોડનું ડાયવર્ઝન આપતા સ્થાનિકોએ હોબાળો કર્યો છે. જીવનસાથી પાર્ટી પ્લોટ પાસેની આ ઘટના છે. મહત્વનુ છે કે અંડરબ્રિજના રસ્તાની કામગીરી કરાતા તંત્રએ રસ્તો ડાયવર્ટ કર્યો છે. સ્થાનિકોના હોબાળાને લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઘટના સ્થળ પર પહોંચ્યા. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર બેસી જતા હિતેશ બારોટ લોકોને સમજાવવાનો પ્રયત્ન કરતાં નજરે ચડ્યા હતા. સ્થાનિકોને ભારે વાહનો અને ડમ્પરોથી અકસ્માતનો પણ ભય હોવાનું તેમણે જણાવ્યુ હતું.
આ પણ વાંચો : ફોન પર વાત કરતી વખતે ગેલેરીની દીવાલનો ટેકો લેવા જતા સંતુલન ગુમાવ્યુ, પરિણીતા ત્રીજા માળેથી નીચે પટકાતા થયું મોત
રોડ ડાયવર્ઝનને કારણે મોટા ડમ્પરનો ત્રાસ વધતો હોવાનું જણાવ્યુ હતું. ખાસ કરીને જે રસ્તા પરની ધૂળ છે તે લોકોના ઘરો સુધી આ મોટા વાહનોને લઈ પહોંંચે છે. જેના કારણે તેમના સ્વાસ્થ્યને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. આ સમગ્ર મામલે સ્થાનિકો એચએએલ મેદાને આવ્યા છે. જેને પગલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સ્થળ પર પહોંચ્યા જ્યાં લોકોને સમજાવવાની કામગીર કરવામાં આવી છે. પરંતુ લોકો આ અંગે ટસના મસ થવા પણ તૈયાર નથી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…