AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાં મેઘરાજાની સવારી, જાણો તમારા શહેરમાં મેઘાના કેવા છે મંડાણ

અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. હવામન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે.

દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાં મેઘરાજાની સવારી, જાણો તમારા શહેરમાં મેઘાના કેવા છે મંડાણ
Rain forecast for gujarat
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2022 | 6:45 AM
Share

હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ વરસાદી (Rain Forecast) માહોલ યથાવત રહેશે. જેમાં બનાસકાંઠા, કચ્છ (kutch) અને પાટણમાં ભારે વરસાદની (heavy rain) આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે. આ સિવાય અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. હવામન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે.

હવામાન વિભાગે  આ જિલ્લાઓ માટે કરી આગાહી

જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 20 ઓગસ્ટ એ અમદાવાદમાં (Ahmedabad) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ હળવો વરસાદ થવાની સંભાવના છે. આણંદમાં (Anand) મોટા ભાગે વાદળ છાયુ વાતાવરણ રહેશે.જ્યાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની શક્યતા છે.જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 29 રહેશે. ઉપરાંત મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.તો બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 29 રહેશે.તેમજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ દિવસ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામા આવી છે.

ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેશે.તો બોટાદમાં (Botad) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 રહેશે. બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 29 રહેશે. તેમજ શહેરમાં હળવા વરસાદ થવાની સંભાવના છે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 29 રહેશે.તેમજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાં(South Gujarat) ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 22 અને મહતમ તાપમાન 26 રહેશે.તેમજ શહેરમાં મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 રહેશે તેમજ મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

મધ્ય ગુજરાતમાં મેઘમહેર યથાવત

ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે. તો ગીર સોમનાથમાં (Gir somnath) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 રહેશે.જો સૌરાષ્ટ્રમાં જામનગરના(jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડશે.જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 29 રહેશે.તેમજ મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 31 રહેશે, તેમજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે.તો દિવસ દરમિયાન મધ્યમ વરસાદની સંભાવના છે. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 29 રહેશે.તેમજ હળવા વરસાદની શક્યતા સેવાઈ રહી છે. મધ્ય ગુજરાતમાં મહેસાણામાં (Mehsana) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.જ્યારે દિવસ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.તો નર્મદામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં પણ રહેશે વરસાદી માહોલ

નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 29 રહેશે,તેમજ વરસાદી વાતાવરણ રહેશે.પાટણમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 નોંધાશે, તો દિવસ દરમિયાન સારો વરસાદ થશે. પોરબંદરમાં (Porbandar) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

જો સૌરાષ્ટ્રના રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.તો સાબરકાંઠામાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 29 નોંધાશે.તેમજ હળવા વરસાદ થવાની શક્યતા છે.તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ વરસાદી માહોલ રહેશે.સુરેન્દ્રનગરમાં(Surendranagar) ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરી છે.તો તાપીમાં ન્યૂનમત તાપમાન 24 અને મહતમ તાપમાન 28 નોંધાશે.સાથે જ હવામાન વિભાગ દ્વારા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 29 નોંધાશે.તો મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. વલસાડમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 29 નોંધાશે,તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

(નોંધ : આ માત્ર પ્રાથમિક અનુમાન છે,તેમાં ફેરફાર આવી શકે છે)

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">